સેમસંગ ના નવા સમાર્ટફોન C5 પ્રો અને C7 પ્રો ના ફોટોઝ લીક થઇ ગયા છે, સેલ્ફી ના ચાહકો માટે બેસ્ટ સમાર્ટફોન

Posted By: Keval Vachharajani

એ વાત ને લઇ અને ઘણું બધું બઝ હતું કે સેમસંગ પોતાની ગેલેક્સિ C5 અને C7 ને આગળ વધારવા માંગે છે, અને સાઉથ કોરિયા ની આ મોટ્ટી કંપની ખુબ જ ટૂંક સમય માં C5 પ્રો અને C7 પ્રો લોન્ચ કરી શકે છે, અને છેલ્લા થોડા સમય થી તેના ફીચર્સ વિષે ની ઘણી બધી અફવાઓ બજાર માં ફરતી બની છે.

સેમસંગ ના નવા સમાર્ટફોન C5 પ્રો અને C7 પ્રો ના ફોટોઝ લીક થઇ ગયા છે

આના વિષે વધુ વાત આગળ વધારતા, આવનારા સેમસંગ ના સ્માર્ટફોન ના ફોટોઝ ફરી એક વખત ઈન્ટરનેટ પર જ લીક થઇ ગયા છે. અને બંને સ્માર્ટફોન C5 પ્રો અને C7 પ્રો ના લીક થયેલા ફોટોઝ પર થી તો એવું જ લાગી રહ્યું છે કે તે બંને સંર્ટફોન ની ડિઝાઇન એક્દુમ અલગ રાખવા માં આવી છે અને એકદમ નવી અલ્ટ્રા થીન ડિસ્પ્લે પણ આપવા માં આવી છે.

આ સેમસંગ સ્માર્ટફોન વર્ષ 2017 માં લોન્ચ થઇ શકે છે.

ફોટોઝ ના આધારે C5 પ્રો માં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 625 નું પ્રોસેસર આપવા માં આવશે અને 3GB રેમ આપવા માં આવશે, અને જો કેમેરા ની વાત કરીયે તો C5 પ્રો માં કદાચ 16 મેગાપિક્સલ્સ નો ફ્રન્ટ કેમેરા અને બેક કેમેરા આપવા માં આવશે ફ્રન્ટ કેમેરા વધુ હોવા થી સેલ્ફી ના ચાહકો માટે એક ખુશી ના સમાચાર થઇ શકે છે.

જયારે બીજી તરફ C7 પ્રો ની લીક થયેલી તસ્વીર પર થી એવા અંદાજ લગાવવા માં આવે છે કે તેમાં 5.7ઇંચ ની ફૂલ HD ડિસ્પ્લે આપવા માં આવશે અને ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 625 નું પ્રોસેસર અને 4GB ની રેમ એન્ડ્રોઇડ માર્શમેલો 6.0.1 ની સાથે આપવા માં આવી શકે છે.

પરંતુ હવે અહ્યા પ્રશ્ન એક જ ઉઠે છે કે સેમસંગ ક્યારે આ ફોન ને લોન્ચ કરશે, ટ્વિટર પર કોઈ એ મૂક્યું હતું કે "C ઇઝ કમિંગ" જેમાં C5 પ્રો અને C7 પ્રો ના ફોટોઝ મુકવા માં આવ્યા હતા, તેના પર થી એવો અંદાજો લગાવી શકાય છે કે આ બંને સંર્ટફોન બજાર માં ધાર્યા કરતા વધુ જલ્દી આવી શકે છે.

એક વાત ની ખાસ નોંધ લેવી કે આ બધી એક ઓનલાઇન અફવાઓ જ છે, સેમસંગે હજી સુધી આના પર કોઈ પણ ઓફીસીઅલ સૂચન આપ્યું નથી.

English summary
Samsung Galaxy C5 Pro and C7 Pro images leaked online. Here's how it looks.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot