Samsung Galaxy Buds 2 Pro મળી રહ્યા છે સાવ ફ્રી, આ છે ઓફર

By Gizbot Bureau
|

Samsung કંપની પોતાના લેટેસ્ટ સ્માર્ટ ફોન Galaxy S22 સિરીઝના લોન્ચ બાદ હવે S23 સિરીઝના સ્માર્ટ ફોન લોન્ચ કરવા પર ફોકસ કરી રહી છે. તાજેતરમાં જ કંપનીએ ભૂલથી Galaxy S23 સિરીઝના સ્માર્ટ ફોનની લોન્ચ ડેટ ભૂલથી જાહેર કરી દીધી હતી, જે મુજબ 1 ફેબ્રુઆરી 2023ના રોજ કંપની આ સ્માર્ટ ફોન લોન્ચ કરવાની છે. હવે કંપનીએ પોતાના નવા સ્માર્ટ ફોનનું ટીઝર પોસ્ટર લોન્ચ કર્યું છે. આ ટીઝર પોસ્ટરમાં Galaxy S23ની લોન્ચ ઓફર પણ દર્શાવવામાં આવી છે.

Samsung Galaxy Buds 2 Pro મળી રહ્યા છે સાવ ફ્રી, આ છે ઓફર

ફોન ખરીદો, ઈયરબડ્ઝ ફ્રી

તાજેતરમાં જ Samsung Galaxy S23 સિરીઝના સ્માર્ટ ફોનનું ટીઝર પોસ્ટર ટ્વિટર પર ફરતું થયું છે. જેમાં આ નવા સ્માર્ટ ફોનની લોન્ચ ઓફર વિશે માહિતી આપવામાં આવી છે. વાઈરલ થયેલા આ ટીઝર પોસ્ટર મુજબ Galaxy S23 સિરીઝના સ્માર્ટ ફોન પ્રિ રજિસ્ટર કરાવનાર ગ્રાહકોને કંપની Samsung Galaxy Buds 2 Pro સાવ ફ્રીમાં આપશે. એટલે કે જો તમારે સેમસંગના Galaxy Buds 2 Pro સાવ ફ્રીમાં મેળવવા છે તો તમારે Galaxy S23 સ્માર્ટ ફોન લોન્ચ થયાના તરત બાદ ખરીદવો પડશે. જો કે આ પોસ્ટર હવે ડિલીટ થઈ ચૂક્યુ છે.

સેમસંગના નવા ફોનના સ્પેસિફિકેશન્સ

સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Galaxy S23 સિરીઝના સ્માર્ટ ફોન Snapdragon 8 Gen 2 પ્રોસેસરથી સજ્જ હશે. Galaxy S23માં 6.1 ઈંચની ડિસ્પ્લે મળશે, જેનો રિફ્રેશ રેટ 120Hz હશે. જ્યારે Galaxy S23+ સ્માર્ટ ફોન 6.6 ઈંચની ડિસ્પ્લે સાથે લોન્ચ થઈ શકે છે.

ફોટોગ્રાફી માટે આ ફોનની ફ્રન્ટ સાઈડમાં 12 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળી શકે છે. જ્યારે પાછળની તરફ 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એન્ગલ કેમેરા અને 10 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ હશે. Galaxy S23 સિરીઝના પ્રીમિયમ સ્માર્ટફોન Galaxy S23 Ultraમાં 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા મળી શકે છે. સાથે જ આ સ્માર્ટ ફોનમાં વધારે કેપેસિટીની બેટરી, ચાર્જિંગ સ્પીડ અને સારી ડિસ્પ્લે મળવાની પણ શક્યતા છે.

માર્કેટમાં ચાલી રહેલી ચર્ચા મુજબ Galaxy S23 3,900 mAhબેટરી હશે, જ્યારે Galaxy S23+માં 4,700 mAhની બેટરી હશે. આ બંને ફોન 25 વોલ્ટના ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. જ્યારે Galaxy S23 Ultra 5000 mAhની બેટરી હશે, જે 45 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ સ્માર્ટફોનમાં એપલ જેવું જે સેટેલાઈટ કમ્યુનિકેશન ફીચર પણ મળવાનું છે, જે માટે સેમસંગે Iridium Satellite Network સાથે ભાગીદારી કરી છે.

આટલી છે Galaxy Buds 2 Proની કિંમત

Samsung Galaxy Buds 2 Pro એન્ડ્રોઈડ આધારિત One UI 4.0 પર કામ કરે છે. આ ઈયરબડ્ઝમાં 24 બીટ Hi-Fi ઓડિયો સાથે હાઈ ડાયનેમિક રેન્જ અને ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ વાળા ટુ વે કોએક્સિલ સ્પિકર આપવામાં આવ્યા છે. આ ઈયરબડ્ઝ ઈન્ટેલિજન્ટ એક્ટિવ નોઈઝ કેન્સલેશન અને 360 ઓડિયો સપોર્ટથી સજ્જ છે. આ ઈયરબડ્ઝ 515 mAh બેટરી પર કામ કરે છે, સાથે જ તેમાં ક્વિક ચાર્જિંગ ફીચર પણ છે. કંપનીનો દાવો છે કે આ ઈયરબડ્ઝ એકવાર ફૂલ ચાર્જ કર્યા બાદ 15 કલાક સુધી ચાલી શકે છે. સેમસંગની સત્તાવાર વેબસાઈટ પર આ ઈયરબડ્ઝની કિંમત 17,999 રૂપિયા દર્શાવવામાં આવી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy Buds 2 Pro Will Be Free on Samsung Galaxy S23 Smartphones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X