Samsung Galaxy Buds 2 Proની ભારતમાં હશે આટલી કિંમત, 16 ઓગસ્ટથી શરૂ થશે બુકિંગ

By Gizbot Bureau
|

ફોલ્ડેબલ ફોન બાદ હવે સેમસંગે પોતાના નેક્સ્ટ જેન ઈયરબડ્ઝ જાહેર કર્યા છે. કંપનીએ ભારતીય માર્કેટમાં Samsung Galaxy Buds 2 Pro લોન્ચ કરી દીધા છે. આ વાયરલેસ ઈયરબડ્ઝ આખા વિશ્વમાં 10 ઓગસ્ટથી લોન્ચ કરાયા હતા. હવે ભારતીય માર્કેટમાં પોતાના નવા Samsung Galaxy Buds 2 Proની કિંમત પણ જાહેર કરી છે. Samsung Galaxy Buds 2 Pro ભારતીય માર્કેટમાં 17,999ની કિંમતે મળશે. 16 ઓગસ્ટથી આ નવા ઈયરબડ્ઝનું પ્રિ બુકિંગ શરૂ થઈ જશે. સાથે જ Galaxy Z Fold 4, Galaxy Z Flip 4, Galaxy Watch 5 Seriesનું પણ પ્રિ બુકિંગ આ જ તારીખથી શરૂ થશે.

Samsung Galaxy Buds 2 Proની ભારતમાં હશે આટલી કિંમત

આ ત્રણ કલરમાં મળશે ઈયરબડ્ઝ

ભારતીય માર્કેટમાં કંપનીએ Samsung Galaxy Buds 2 Proની કિંમત રૂપિયા 17,999 રાખી છે. આ Samsung Galaxy Buds 2 Pro ગ્રેફાઈટ, સફેદ અને બોરા પર્પલ એમ ત્રણ કલરમાં જોવા મળશે. જો તમારે પણ આ ઈયરબડ્ઝ ખરીદવા હોય તો Samsung.com ઉપરાંત જાણીતા ઓનલાઈન અને ઓફલાઈન રિટેઈલ સ્ટોર પરથી પ્રિ બુકિંગ કરી શકાશે.

મળશે 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

કંપની હાલ પ્રિ બુકિંગ દરમિયાન 3000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક પણ આપી રહી છે. બધી જ મોટી બેન્ક્સના કાર્ડ દ્વારા ખરીદી કરવા પર તમે Samsung Galaxy Buds 2 Pro પર 3000 રૂપિયાનું વળતર મેળવી શક્શો. આ ઉપરાંત Samsung Galaxy Buds 2 Proનું પ્રિ બુકિંગ કરાવવા પર યુઝર્સને રૂપિયા 2,999ની કિંમતનું Samsung Wireless Charger Pad માત્ર રૂપિયા 499માં ખીદી શક્શો.

ઓટોમેટિક વોલ્યુમ ડાઉન ફીચર

અત્યાર સુધી Samsung Galaxy Buds Pro એક સફળ પ્રોડક્ટ રહી છે. જે કેનાલ ટાઈપ ક્લોઝ્ડ TWS ઈયરબડ્ઝ જે ANC એટલે કે એક્ટિવ નોઈઝ કેન્સલેશનના ખાસ ફીચર્સ ધરાવે છે. હાલના માર્કેટમાં સેમસંગની આ પ્રોડક્ટ પ્રીમિયમ વાયરલેસ ઈયરબડ્ઝનો જોટો જડવો મુશ્કેલ છે. Samsung Galaxy Buds 2 Pro વધારે કોમ્પેક્ટ અને કમ્ફર્ટ ડિઝાઈન ધરાવે છે. આ નવા હેડફોનમાં કેન્સલેશન પર્ફોમન્સ 40 ટકા વધારે સારુ કરાયું છે. આ હેડફોન 24 બિટ હાઈ ફાઈ અને 360 ઓડિયોને સપોર્ટ કરે છે. જ્યારે તમે બોલવાનું ચાલુ કરશો, ત્યારે આ હેડફોન જાતે જ તેમાં મ્યુઝિકનો અવાજ ઓછો કરી નાખશે.

5 મિનિટના ચાર્જિંગમાં 60 મિનિટનો પ્લેબેક ટાઈમ

Samsung Galaxy Buds 2 Proની બેટરી લાઈફ મ્યુઝિક પ્લેબેક માટે 5 કલાકની હોવાનો દાવો કંપનીએ કર્યો છે. જો તમે ANC ઓફ રાખશો, તો 8 કલાક સુધી મ્યુઝિક પ્લે કરી શકાશે. આ ઉપરાંત કેસમાં જ ANC ઓન સાથે તેની બેટરી લાઈફ 18 કલાક અને ANC ઓફ રાખીને 29 કલાકની છે. ઉપરાંત કંપનીનો એવો પણ દાવો છે કે માત્ર 5 મિનિટના ચાર્જિંગમાં જ આ ઈયરબડ્ઝ 60 મિનિટ સુધી ચાલી શકે છે. Samsung Galaxy Buds 2 Pro વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આ ઈયરબડ્ઝ બ્લૂટૂથ 5.2 અને IPX7 સર્ટિફાઈડ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy Buds 2 Pro TWS Pre-booking Live In India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X