Samsung Galaxy Book 2 Go થયું લોન્ચ, આ શાનદાર ફીચર્સથી છે લેસ

By Gizbot Bureau
|

સેમસંગે પોતાનું નવું લેપટોપ Samsung Galaxy Book 2 લોન્ચ કરી દીધું છે, જેમાં સ્નેપડ્રેગન 7c+ Gen 3 કમ્પ્યુટ પ્લેટફોર્મ પ્રોસેસર, 14 ઈંચની ફૂલ એચડી એલસીડી ડિસ્પ્લે સહિતના કેટલાક શાનદાર ફીચર્સ છે. ટેક્નોલોજીના દિગ્ગજની એક બ્લોગપોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે Samsung Galaxy Book 2 એક કોમ્પેક્ટ અને વધારે ઝડપી પર્ફોમન્સ આપતું કમ્પ્યુટર છે.

Samsung Galaxy Book 2 Go થયું લોન્ચ, આ શાનદાર ફીચર્સથી છે લેસ

આ લેપટોપ પાતળું છે, હલકુ છે. Samsung Galaxy Book 2ની જાડી 15.5mm અને વજન 1.44 કિલોગ્રામ છે. ચાલો જાણીએ કે Samsung Galaxy Book 2માં કયા ખાસ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ છે.

Samsung Galaxy Book 2ના સ્પેસિફિકેશન્સ

Samsung Galaxy Book 2માં ફૂલ એચડી રિઝોલ્યુશનની સાથે 180 ડિગ્રી હિંજ અને 14 ઈંચની IPS LCD પેનલ આપવામાં આવી છે. આ મશીન ક્વાલકોમ સ્નેપડ્રેગન 7C+ GEN 3 ચિપસેટથી લેસ છે, જેમાં ગેલેક્સી બૂક ગોમાં વાપરવામાં આવેલા સ્નેપડ્રેગન 7સી જેન 2ની સરખામણીએ 40 ટકા વધારે ફાસ્ટ ચાલતુ CPU અને 35 ટકા વધારે શક્તિશાળી GPU છે. આ લેપટોપમાં લગાવવામાં આવેલી નવી ચીપસેટ Wi Fi 6E અને બ્લુટૂથ 5.2ની સાથે ફાસ્ટ વાયરલેસ કનેક્ટિવિટી સહિત બીજી ઘણી સુવિધાઓ ધરાવે છે.

Samsung Galaxy Book 2ના ફીચર્સ

Samsung Galaxy Book 2 લેપટોપ LPDDR4X RAMને પણ સપોર્ટ કરે છે, જે 3,200 MHz ક્લોક અને NVMe SSD સ્ટોરેજને સપોર્ટ કરે છે. ક્વાલકોમનો દાવે છે કે આ નવી ચીપસેટ AI પ્રોસેસિંગમાં પણ અપગ્રેડ આપે છે. સેમસંગે પોતાના નવા નોટબુકની રેમ, સ્ટોરેજ અને બેટરી ક્ષમતા અંગે હજી સુધી ખુલાસો નથી કર્યો. Samsung Galaxy Book 2 વિન્ડોઝ 11 પર કામ કરે છે, જેમાં તમને ગેલેક્સી બડ્સ ઓટો સ્વિચ, લિંક ટુ વિન્ડોઝ, મલ્ટી કંટ્રોલ, ક્વિક શૅર, સેમસંગ નોટ્સ અને સેકન્ડ સ્ક્રીન જેવા ગેલેક્સી ઈકોસિસ્ટમના ફીચર્સ પણ મળે છે.

ક્યાંથી ખરીદી શકાશે?

Samsung Galaxy Book 2 2 જાન્યુઆરી 2023થી વેચાણ માટે મૂકાઈ ચૂક્યુ છે. જો કે કંપનીએ હજી તો પોતાની આ પ્રોડક્ટ માત્ર ફ્રાંસમાં જ લોન્ચ કરી છે. ફ્રાંસમાં યુઝર્સ આ લેપટોપ સેમસંગની સત્તાવાર વેબસાઈટ પરથી ખરીદી શક્શે.

સેમસંગનું આ લેટેસ્ટ લેપટોપ ભારતમાં ક્યારથી લોન્ચ થવાનું છે, તે અંગે હજી સુધી ખુલાસો નથી થયો. પરંતુ હાલ ટેક માર્કેટમાં ચાલી રહેલો ટ્રેન્ડ જોતા લાગે છે કે કંપની ટૂંક સમયમાં જ આ લેપટોપને ગ્લોબલી લોન્ચ કરી દેશે, જે બાદ યુઝર્સ ભારતમાં પણ શાનદાર ફીચર ધરાવતા Samsung Galaxy Book 2ને ખરીદી શક્શે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy Book 2 Go Launched With Finest Features

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X