સેમસંગ ગેલેક્સી એ9 ટૂંક સમય માં ઇન્ડિયા માં લોન્ચ થશે

|

સેમસંગે થોડા સમય પહેલા જ ક્વાડ કેમેરા સ્માર્ટફોન ને મલેશિયા ની અંદર લોન્ચ કર્યો હતો અને હવે એવું માનવા માં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમય માં આ સ્માર્ટફોન ને ઇન્ડિયા ની અંદર લોન્ચ કરી શકે છે. કંપનીએ હાજી સુધી આ સ્માર્ટફોન ઇન્ડિયા માં કઈ તારીખે લોન્ચ કરવા માં આવશે તેના વિષે કોઈ જાણકારી નથી આપી, પરંતુ સ્માર્ટફોન સેમ્સનગ ની ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ પર લિસ્ટ થઇ ગયો છે જેના કારણે એવું માની શકાય કે આ સ્માર્ટફોન ટૂંક સમય માં ઇન્ડિયા માં આવી શકે છે.

સેમસંગ ગેલેક્સી એ9 ટૂંક સમય માં ઇન્ડિયા માં લોન્ચ થશે

અને એવું પણ માનવા માં આવી રહ્યું છે કે કંપની આ ડીવાઈસ ને રૂ. 40,000 ની અંદર તેની કિંમત રાખી શકે છે. અને કંપની આ સ્માર્ટફોન ને થોડા સમય પહેલા જ લોન્ચ થયેલા સ્માર્ટફોન વનપ્લસ 6ટી ની સામે સ્પર્ધા માં લોન્ચ કરી શકે છે.

જેલોકો જાણતા નથી તેમની જાણકારી માટે કે સેમસંગ ગેલેક્સી એ9 4 રિઅર કેમેરા સેટઅપ સાથે આવે છે. ગેલેક્સી એ 9 એફ / 1.7 એપ્રેચર સાથે 24 એમપી પ્રાઇમરી સેન્સર સાથે એફ / 2.2 ના એપ્રેચર સાથે બોકેહ અસર માટે 5 એમપી સેન્સર સાથે આવે છે. એક 8 એમપી અલ્ટ્રા-વાઇડ એંગલ સેન્સર છે જે 120-ડિગ્રી વ્યૂઇંગ એન્ગલ ઓફર કરે છે જેમાં એફ / 2.4 એપરચર સાથે 10 એમપી ટેલિફોટો લેન્સ અને 2X ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ કરે છે. કુલમાં, સેમસંગ ગેલેક્સી એ 9 24 એમપી + + 10 એમપી + 8 એમપી + 5 એમપી અથવા 47 એમપી ક્વાડ-લેન્સ રીઅર કેમેરા સાથે આવે છે. અને સામે ની તરફ સેલ્ફી લેવા માટે 24એમપી નો કેમેરા આપવા માં આવેલ છે.

આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 8.0 ઓરિઓ ઉપર ચાલે છે અને પૂર્ણ એચડી + રિઝોલ્યુશન સાથે 6.3 ઇંચનું સુપર AMOLED અનંત ડિસ્પ્લે સાથે આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર 2.2GHz ઑક્ટો-કોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર ને 6 જીબી ની રેમ સાથે આપવા માં આવે છે. અને આ ડિવાઇઝ ની અંદર 128જીબી નો ઇન્ટર્નલ સ્ટોરેજ આપવા માં આવે છે અને તેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 512જીબી સુધી વધારી શકાય છે.

અને સેમસંગ ગેલેક્સી એ9 ની અંદર 3,800 એમએએચ ની બેટરી ફાસ્ટ ચાર્જિંગ ની સાથે આપવા માં આવે છે. અને જો કનેક્ટિવિટી ની વાત કરીયે તો એ9 ની અંદર તમને 4 જી, વૉલ્ટ, 3 જી, વાઇફાઇ, બ્લૂટૂથ, જીપીએસ, એનએફસી અને યુએસબી ટાઇપ સી આપવા માં આવે છે.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A9 to launch in India soon

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X