Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung Galaxy A25 5G સ્માર્ટફોન થશે લોન્ચ, દમદાર ફીચર્સ અને કિંમત ઓછી
Samsung Galaxy A25 5G સ્માર્ટફોન ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થવાની શક્યતા છે. કંપનીએ તો સત્તાવાર રીતે હજી સુધી આ હેન્ડસેટની લોન્ચ ડેટ જાહેર નથી કરી, પરંતુ સેમસંગ ઈન્ડિયાની વેબસાઈટ પર આ ફોન માટે એક સપોર્ટ પેજ ઓફિશિયલી લાઈવ થઈ ચૂક્યુ છે. આ ફોન તાજેતરમાં જ બેન્ચમાર્કિંગ અને સર્ટિફિકેશન વેબસાઈટ પર પણ જોવા મળ્યો હતો. Samsung Galaxy A25 5G સ્માર્ટફોન અંગે કેટલાક ઓફિશિયલ રેન્ડર પણ ઓનલાઈન સામે આવી ચૂક્યા ચે. તો ચાલો જાણીએ કે આ અપકમિંગ સ્માર્ટફોનના ફીચર્સ અને કિંમત શું છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ Samsung Galaxy A25 5G સ્માર્ટફોનના ઓફિશિયલ દેખાતા રેન્ડર લીક થઈ ચૂક્યા છે. આ રિપોર્ટ્સ મુજબ આ સ્માર્ટફોન 2024માં લોન્ચ થઈ શકે છે. પરંતુ હજી સુધી તેના વિશે વધુ માહિતી સામે નથી આવી. અત્યારે જે ફોટોઝ સામે આવ્યા છે, તેમાં આ ફોન કાળો, વાદળી, આસમાની અને પીળો એમ ચાર કલર વેરિયંટમાં જોવા મળી રહ્યો છે.
આ ફોનની બેક પેનલ પર ગ્રિડ જેવી પેટર્ન જોવા મળી રહી છે. Samsung Galaxy A25 5G સ્માર્ટફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ધરાવે છે, જે એક એલઈડી ફ્લેશ યુનિટથી પણ સજ્જ છે. આ કેમેરા પેનલ ફોનની ઉપર જમણી તરફ આપવામાં આવી છે. ડિસ્પ્લેમાં ફ્રંટ કેમેરા માટે ઈન્ફિનિટી યુ નૉચ ગોઠવવામાં આવ્યું છે.
Samsung Galaxy A25 5G સ્માર્ટફોનની કિંમત
તાજેતરમાં જ, Samsung Galaxy A25 5G સ્માર્ટફોનનું સપોર્ટ પેજ સેમસંગ ઈન્ડિયાની વેબસાઈટ પર લાઈવ જોવા મળ્યું છે. જેમાં આ ફોન 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ તેમજ 8 જીબી રેમ અ 256 જીબી સ્ટોરેજ એમ બે વેરિયંટમાં જોવા મળ્યો છે. આ હેન્ડસેટની કિંમત કથિત રીતે EUR 300 એટલે કે 26,800 રૂપિયા અને EUR 400 એટલે કે 35,00 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
Samsung Galaxy A25 5G સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ
Samsung Galaxy A25 5G સ્માર્ટફોન Exynos 1280 SoC ચિપસેટ અને 8 જીબી રેમ સાથે લોન્ચ કવરામાં આવશે. આ ફોન એન્ડ્રોઈડ 14 બેઝ્ડ વન યુઆઈ 6 પર કામ કરે છે. જેમાં તમને 90 Hzનો રિફ્રેશ રેટ ધરાવતી 6.5 ઈંચની ફૂલ એચડી + AMOLED ડિસ્પ્લે મળશે.
આ ફોનના ટ્રિપલ રિયર કેમેરા યુનિટમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને અલ્ટ્રાવાઈડ એન્ગલ લેન્સની સાથે સાથે 8 મેગાપિક્સલનો સેકેન્ડરી કેમેરા સેન્સર તેમજ 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર મળવાની શક્યતા છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રંટ સાઈડ 13 મેગાપિક્સલનો કેમેરા મળશે. આ ફોનમાં 5,000 mAhની દમદાર બેટરી હોઈ શકે છે, જે 25 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications