Samsung Galaxy A23 5Gની કિંમત, સ્પેસિફિકેશન થયા લીક, જાણો ડિટેઈલ્સ

By Gizbot Bureau
|

Samsung પોતાની આ વર્ષની પહેલી ઈવેન્ટ દરમિયાન એક નવો સ્માર્ટ ફોન Samsung Galaxy A23 5G લોન્ચ કરવા જઈ રહી છે. સેમસંગનો આ અપકમિંગ સ્માર્ટફોન મિડ રેન્જ સ્માર્ટ પોન શે. હજી સુધી કંપનીએ પોતાના આ અપકમિંગ સ્માર્ટપોનના ફીચર્સ, કે કિંમત જાહેર નથી કર્યા. પરંતુ એટલું સ્પષ્ટ છે કે આ સ્માર્ટ ફોન Galaxy A Seriesના સ્માર્ટ ફોનની સાથે એટલે કે 18 જાન્યુઆરીના રોજ લોન્ચ થશે. મળતી માહિતી મુજબ કંપની Gaxy A13 5G અને Galaxy A23 5G એમ બે સ્માર્ટ ફોન લોન્ચ કરવાની છે. હાલ તો Samsung Galaxy A23 5G સ્માર્ટ ફોનના ફીચર્સ અને કિંમત લીક થયા છે.

Samsung Galaxy A23 5Gની કિંમત, સ્પેસિફિકેશન થયા લીક, જાણો ડિટેઈલ્સ

Samsung Galaxy A23 5Gના સ્પેસિફિકેશન્સ

Samsung Galaxy A23 5G એક મિડ રેન્જ સ્માર્ટ ફોન હશે. સેમસંગે આપેલી હિન્ટ મુજબ કંપની આ સ્માર્ટ ફોનની કિંમત લોન્ચના દિવસે એટલે કે 18 જાન્યુઆરીએ જ જાહેર કરશે. જો કે તાજેતરમાં જ સામે આવેલા રિપોર્ટમાં Samsung Galaxy A23 5Gના સ્પેસિફિકેસન્સ અને કિંમત લીક થયા છે.

Samsung Galaxy A23 5Gમાં 6.6 ઈંચની Fll HD+ IPS LCD ડિસ્પ્લે હોઈ શકે છે જે 120 Hzના રિફ્રેશ રેટ પર કામ કરસે. આ ફોનમાં વોટરડ્રોપ નોચ હશે, જેની અંદર સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા મળસે.

Samsung Galaxy A23 5Gના ભારતીય વેરિયંટમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 695 SoC પ્રોસેસર હોઈ શકે છે, જેને સપોર્ટ કરવા માટે 6 જીબી અને 8 જીબી રેમ હશે. એટલે કે આ સ્માર્ટ ફોન બે જુદા જુદા વેરિયંટમાં લોન્ચ થશે. જો કે બંને વેરિયંટમાં ઈન્ટરનલ સ્ટોરેજ કેપેસિટી 128 જીબીની મળશે. જો કે આ સ્માર્ટપોનમાં માઈક્રો એસડી કાર્ડનો એક સ્લોટ હશે, જેના દ્વારા ઈન્ટરનલ સ્ટોરેજ કેપેસિટીને એક્સપાન્ડ કરી શકાય છે.

Samsung Galaxy A23 5G સ્માર્ટફોનમાં પાછળની તરફ ક્વોડ કેમેરા સેટ અપ હશે, જેમાં મુખ્ય કેમેરા 50 મેગાપિક્સલનો હશે, જે OIS ટેક્નોલોજીને સપોર્ટ કરશે. આ ઉપરાંત ફોનમાં 5 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા, 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર મળશે.

સેમસંગ પોતાના આ સ્માર્ટ ફોનમાં 5000 mAhની બેટરી આપશે, જે 25 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. ફોનના બીજા હાર્ડવેર અને સ્પેસિફિકેસન્સની વા કરીએ તો સેમસંગ પોતાના લેટેસ્ટ સ્માર્ટપોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપશે. આ ઉપરાંત Samsung Galaxy A23 5Gમાં 3.5 mmનો જેક, USB Type C Port અને ડ્યુઅલ સિમ સ્લોટ મળશે.

Samsung Galaxy A23 5G સ્માર્ટપોન એન્ડ્રોઈડ 12 બેઝ્ડ One UI 4.1 આઉટ ઓફ ધી બોક્સ પર કામ કરશે. શક્ય છે કે કંપની જ્યારે ભારતમાં આ સ્માર્ટફોન લોન્ચ કરે, તે એન્ડ્રોઈડ 13 પર કામ કરતો લોન્ચ કરે.

Samsung Galaxy A23 5Gની ભારતમાં કેટલી હશે કિંમત

Samsung Galaxy A23 5G એ સિરીઝનો ફોન છે, જે દર્શાવે છે કે આ એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન મિડ રેન્જ સ્માર્ટ ફોન હશે. જો કે તાજેતરમાં જ લોન્ચ થયેલા શાઓમી રેડમી નોટ 12 સિરીઝના મિડ રેન્જ ફોનની કિંમત 30,000 કરતા વધારે છે.

Samsung Galaxy A23 5G સ્માર્ટ ફોન 6 જીબી અને 8 જીબી એમ બે જુદા જુદા વેરિયંટમાં લોન્ચ થવાનો છે. અત્યાર સુધી સામે આવેલા કેટલાક રિપોર્ટ્સ મુજબ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિયંટની કિંમત 26,000 રૂપિયાની આજુબાજુ હોઈ શકે છે. જ્યારે 6 જીબી અને 128 જીબી વેરિયંટની કિંમત 23,999 રૂપિયા હોઈ શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy A23 5G Price Specifications Leaked Know Details

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X