Samsung Galaxy A Fold Seriesના ફોન ટૂંક સમયમાં થશે લોન્ચ, આટલી હશે કિંમત

|

ભારતીય માર્કેટમાં ફોલ્ડેબલ સ્માર્ટ ફોન હાલ માત્ર સેમસંગ અને મોટોરોલા એમ બે જ કંપની વેચી રહી છે. જો કે જ્યારે ફોલ્ડેબલ સ્માર્ટ ફોનની વાત આવે ત્યારે મોટોરોલા ખાસ જાણીતી નથી. મોટોરોલા પાસે હાલ ફોલ્ડેબલ સિરીઝમાં માત્ર Razr 5G એક જ મોડેલ છે. બીજી તરફ સેમસંગ બે ફોલ્ડેબલ સ્માર્ટ ફોન લોન્ચ કરી ચૂકી છે. હાલ સેમસંગ આ સેગમેન્ટમાં દરેક મોબાઈલ કંપનીને પાછળ છોડી રહી છે.

Samsung Galaxy A Fold Seriesના ફોન ટૂંક સમયમાં થશે લોન્ચ

Galaxy A Fold Series બજેટ કિંમતમાં થશે લોન્ચ

કેટલાક કોરિયન મીડિયા હાઉસના અહેવાલ મુજબ સેમસંગ પોતાની ફોલ્ડેબલ સિરીઝમાં Samsung Galaxy A Fold બજેટ પ્રાઈઝમાં લોન્ચ કરી શકે છે. Galaxy A સિરીઝના ફોલ્ડેબલ ફોન હાલ કંપની વેચી રહી છે. કંપની આ જ સિરીઝમાં બજેટ અને મિડ રેન્જ ફોન રજૂ કરશે, જેની ડિઝાઈન એકદમ પ્રીમિયમ હશે.

ફોલ્ડેબલ ફોનના વેચાણમાં પણ કંપની સેમ ફોર્મ્યુલા વાપરી રહી હોય તેવું લાગી રહ્યું છે. Samsung Galaxy A Fold દ્વારા કંપની ભારતમાં મધ્યમવર્ગના મસમોટા ગ્રાહક વર્ગને ટાર્ગેટ કરવા માટે કિંમત ઓછી રાખવા પર વિચારણા કરી રહી છે.

Galaxy A series સ્માર્ટ ફોનનું વેચાણ S Seriesના ફોન કરતા વધુ હોવાનો દાવો કોરિયન માર્કેટમાં થઈ રહ્યો છે. એટલે જ કંપની આ જ સિરીઝમાં ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી રહી છે.

હાલ કંપની પોતાના નવા ફોલ્ડેબલ ફોનની સત્તાવાર જાહેરાત કરે તે પહેલા જ તેની કિંમત લીક થઈ ચૂકી છે. A series ફોલ્ડેબલ ફોન્સની કિંમત જ્યાંથી લીક થઈ હતી, બરાબર તે જ સોર્સ દ્વારા આ નવા ફોનની કિંમત લીક થઈ છે.

Galaxy A Fold ની કિંમત

ET News ના અહેવાલ પ્રમાણે સેમસંગ પોતાનો બજેટ ફોલ્ડેબલ સ્માર્ટફોન કોરિયન કરંસી મુજબ 1 મિલિયન વોન એટલે કે રૂપિયા 61,052ની કિંમતે લોન્ચ કરી શકે છે. સેમસંગના ફોલ્ડેબલ ફોન પ્રમાણે આ કિંમત ખૂબ જ વ્યાજબી કહી શકાય તેમ છે. હાલ કંપનીનો Galaxy Z Fold ફોન રૂપિયા 1 લાખની કિંમતે મળી રહ્યો છે.

જો કે આ કિંમત સાંભળીને હરખાવા જેવું નથી, કારણ કે આ કિંમત કોરિયન માર્કેટની છે. ભારતમાં આ કિંમત જુદી હોવાની પૂરેપૂરી શક્યતા છે.

Samsung Galaxy A Fold ફોનની કિંમત ઉપરાંત કેટલીક બીજી મહત્વની માહિતી પણ લીક થઈ ચૂકી છે. Samsung Galaxy A Foldમાં કંપની અલ્ટ્રા થીન ગ્લાસ લેયર નથી આપી રહી જે, Samsung Galaxy Z Fold 3માં અલેબલ છે. બજેટ સ્માર્ટ ફોન માટે કંપની થોડું સસ્તું સોલ્યુશન યુઝ કરી શકે છે.

Galaxy A Foldable Seriesના આ ફોનના સ્પેસિફિકેશનમાં પણ કંપની થોડો ઘટાડો કરી શકે છે. જો કે સ્પેસિફિકેશનમાં શું બદલાવ હશે, તે હજી સુધી જાણી નથી શકાયું.

હજી સુધી SamSung Galaxy A seriesના ફોલ્ડેબલ ફોનની ડિઝાઈન પણ સામે નથી આવી. આ ફોન Z Fold 3 કરતા મોટો અથવા Z flip 3 કરતા થોડો નાનો હોઈ શકે છે.

A seriesનો આ ફોન ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થાય તેવી શક્યતા ઓછી છે. A seriesનો ફોલ્ડેબલ ફોન 2024માં લોન્ચ થઈ શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy A Fold Phones Tipped; Affordable Range Of Foldable Phones Incoming

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X