Just In
- 538 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 539 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 540 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 541 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung Big TV Days: સ્માર્ટ ટીવી પર મળી રહી છે આકર્ષક ડીલ્સ
જો આ ફેસ્ટિવ સિઝન દરમિયાન તમે નવું સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ આર્ટિકલમાં અમે તમારા માટે ખાસ સમાચાર લઈ આવ્યા છીએ. સેમસંગના વિશેષ સેલ દરમિયાન તમને સેમસંગનું સ્માર્ટ ટીવી એકદમ ઓછી કિંમતે ખરીદી શકો છો. હાલ કંપનીએ Big TV days Saleની જાહેરાત કરી છે, જેમાં સેમસંગ Neo QLED 8K, Neo QLED TV, The Frame અને Crystal 4K UHD સહિતના સ્માર્ટ ટીવી પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.

જાણો કયા ટીવી પર કઈ ઓફર મળશે
કંપનીએ કરેલી જાહેરાત મુજબ આ ઓફર 31 જાન્યુઆરી, 2023 સુધી ચાલુ રહેવાની છે. આ ગાળા દરમિયાન ગ્રાહકો સસ્તી કિંમતે સેમસંગના સ્માર્ટ ટીવી ખરીદી શકે છે. સાથે જ કેટલીક નક્કી કરેલી પ્રોડ્ક્ટ્સની ખરીદી પર ગ્રાહકોને Galaxy Z Fold 4, Galaxy A23 અથવા તો Samsung Lifestyle Soundbar ગિફ્ટમાં મળશે. આ તમામ આકર્ષક ડીલ્સ અને ડિસ્કાઉન્ટ સેમસંગના ઓનલાઈન સ્ટોર સેમસંગ શોપ અને તમામ મુખ્ય રિટેઈલ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે. જો ગ્રાહકો સેમસંગ એક્સિસ બેન્ક ક્રડેટિ કાર્ડ દ્વારા શોપિંગ કરશે તો 10 ટકા કેશબેકની સાથે કુલ 20 ટકા કેશબેક અથવા તો 20,000 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે.
આ ટીવી ખરીદવા પર દોઢ લાખનો ફોન મળશે બિલકુલ ફ્રી
સેમસંગના 98 ઈંચનું QLED ટીવી અને 85 ઈંચ તેમજ 75 ઈંચનું નિયો QLED 8K મોડલ ખરીદનાર ગ્રાહકોને 2 વર્ષની વોરંટીની સાથે 1,54,999 રૂપિયાનો ફ્લેગશિપ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 4 ફોન ફ્રી મળશે. આ સ્માર્ટ ટીવી ન્યૂરલ ક્વોન્ટમ પ્રોસેસરથી સજ્જ છે, સાથે જ તેમાં આઈ કમ્ફર્ટ મોડ આપવામાં આવ્યો છે, જે બિલ્ટ ઈન સેન્સરના આધારે સ્ક્રીનની બ્રાઈટનેસ અને ટોન મેનેજ કરે છે.
ટીવીની ખરીદી પર મળશે સાઉન્ડ બાર
તો સેમસંગના 85 ઈંચ અને 75 ઈંચના નીયો QLED ટીવી મોડેલ પર પણ કંપની સારી ઓફર્સ આપી રહી છે. 75 ઈંચ ધ ફ્રેમ ટીવી અથવા 85 ઈંચ અને 75 ઈંચ અલ્ટ્રા HD 4K QLED મોડેલ ખરીદનાર ગ્રાહકોને HW-S801B સેમસંગ સાઉન્ડ બાર ફ્રીમાં મળશે. જેની કિંમત 40,999 રૂપિયા છે.
ક્રિસ્ટલ 4K UHD ટીવી પર મળશે આ ગિફ્ટ
સેમસંગ ફ્રેમ ટીવી QLED ટેક્નોલોજીના આધારે વધારે સારા વિઝ્યુઅલ્સ દર્શાવે છે. આ ફ્રેમ સેમસંગની ક્વોન્ટમ ડોટ ટેક્નોલોજી, શક્તિશાળી ક્વોન્ટમ પ્રોસેસર 4K, 4K AI અપસ્કેલિંગ ક્ષમતા અને સ્પેસફિટ સાઉન્ડ ક્વોલિટી ધરાવે છે, જે તમારા ઘરના વાટાવરણ અને ઓડિયો સેટિંગ્સને ઓટો ઓપ્ટિમાઈઝ કરે છે. 75 ઈંચ અને 85 ઈંચ ક્રિસ્ટલ 4K UHD ટીવી ખરીદનાર ગ્રાહકોને 18,499 રૂપિયાની કિંમતનો ગેલેક્સી A23 મોબાઈલ ભેટમાં મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications