Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung અને LG એ લોન્ચ કર્યા ટ્રાન્સપરન્ટ ટીવી, જાણો કેવી રીતે કરશે કામ
સેમસંગે CES 2024માં આરપાર જોઈ શકાય તેવી ડિસ્પ્લે ટેક્નોલોજી લોન્ચ કરી છે. સેમસંગ લાંબા સમયથી ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે પર કામ કરી રહી હતી. જો કે દક્ષિણ કોરિયન કંપની એલજી આ પહેલા જ OLED TV લોન્ચ કરી ચૂકી છે. પરંતુ સેમસંગની આ ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે LED ટેક્નોલોજી પર કામ કરે છે. સેમસંગે આ આરપાસ જોઈ શકાય તેવી ડિસ્પ્લેનો ફર્સ્ટ લૂક પોતાની યુટ્યુબ ચેનલ પર શૅર કર્યો છે.

શું છે MicroLED ટેક્નોલોજી?
સેમસંગની આ આરપાર દેખાઈ શકે તેવી ડિસ્પ્લે LED ટેક્નોલોજી પર કામ કરે છે. જેમાં સેલ્ફ લિટ પિક્સલ ધરાવતા LED એટલે કે લાઈટ એમિટિંગ ડાયોડ લાગેલા છે. માઈક્રો LED ટેક્નોલોજી અન્ય ડિસ્પ્લે ટેક્નોલોજીની સરખામણીમાં વધારે સારી છે, કારણ કે અન્ય ડિસ્પ્લે કરતા આ ડિસ્પ્લે વધારે બ્રાઈટ અને ક્રિસ્ટલ ક્લિયર ઈમેજ પ્રોડ્યુસ કરે છે. આ ડિસ્પ્લે પર દેખાતું કોન્ટેન્ટ નેચરલ લાગે છે. સેમસંગની આ ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે ટેક્નોલોજી ખાસ કરીને કમર્શિયલ ઉપયોગમાં આવશે. સેમસંગની આ ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે કમર્શિયલી ક્યારે લોન્ચ થશે, તે હજી સુધી જાહેર નથી કરાયું.
તો બીજી તરફ એલજી CES 2024 શરૂ થતાં પહેલા જ વાયરલેસ ટ્રાન્સપરન્ટ ટીવી લોન્ચ કરી ચૂક્યુ છે. આ ટીવીમાં એડવાન્સ ટેક્નોલોજી ધરાવતી Organic light-emitting diode (OLED) ડિસ્પ્લે મળે છે, જે બંધ થવા પર સંપૂર્ણ રીતે અદ્રશ્ય થઈ જાય છે.
Yonhap ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ એલટીએ આ નવા ટીવીમાં ક્લિયર વ્યુ આપવા માટે એડવાન્સ ટ્રાન્સપરન્ટ ઓલેટ ડેક્નોલોજી સાથે વાયરલેસ ઓડિયો વિઝ્યુઅલ ટ્રાન્સમિશન સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. આ સિસ્ટમનો ઉપયોગ કરવા પર ટીવીની આસપાસ એક પણ કેબલ જોવા નથી મળતો. સાથે જ ટીવીમાં સેલ્ફ લિટ પિક્સલ ટેક્નોલોજી આપવામાં આવી છે, જેનાથી પિક્ચર ક્વોલિટી વધારે સારી મળે છે.
બે સ્ક્રીન મોડ
આ નવા ટ્રાન્સપરન્ટ ટીવીમાં ટ્રાન્સપરન્ટ અને બ્લેક યુનિક મોડ આપવામાં આવ્યા છે. સૌથી પહેલા ટ્રાન્સપરન્ટ મોડની વાત કરીએ તો યુઝર્સ જ્યારે આ મોડમાં ટીવી જોશે, ત્યારે તેમને પાછળનું બેકગ્રાઉન્ડ પણ જોવા મળશે. જ્યારે બ્લેક મોડ એક્ટિવ થવા પર યુઝર્સને ટ્રેડિશનલ વ્યુઈંગ એક્સપીરિયન્સની સાથે વધારે સારી પિક્ચર ક્વોલિટી મળશે. કંપનીનું કહેવું છે કે આ ટેક્નોલોજીની મદદથી ટીવી જોવાની રીત બદલાઈ જશે. આ બંને મોડ ટીવીના રિમોટ દ્વારા એક્ટિવેટ કરી શકાશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications