Republic Day પરેડની ટિકિટ ઓનલાઈન આ રીતે કરો બૂક, જાણો પ્રાઈસ

By Gizbot Bureau
|

આગામી સપ્તાહે ગણતંત્ર દિવસની દેશભરમાં ઉજવણી થશે. ગણતંત્ર દિવસે દિલ્હીમાં રાજપથ પર ભવ્ય પરેડનું આયોજન થાય છે. આ પરેડ જોવાની ઈચ્છા દરેક ભારતીયની હોય છે. આ પરેડ દરમિયાન તમને ભારતીય સૈન્યના હથિયારો અને દરેક રાજ્યના સાંસ્કૃતિક ટેબ્લો એકદમ નજીકથી જોવા મળે છે. પરંતુ આ પરેડ જો તમારે રાજપથ પર હાજર રહીને જોવી હોય, તો તેના માટે ખાસ ટિકિટ લેવી પડે છે. ભારત સરકાર આ પરેડની ટિકિટ ખૂબ જ લિમિટેડ સંખ્યામાં આપે છે. જો આ વર્ષે તમે પણ પરેડ જોવા ઈચ્છો છો, તો તમારે ઓનલાઈન ટિકિટ લેવી પડશે. જેની આખી પ્રક્રિયા અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું. અહીં પરેડની સાથે સાથે બીટિંગ ધ રિટ્રીટની ટિકિટ લેવાનો પણ ઓપ્શન છે.

Republic Day પરેડની ટિકિટ ઓનલાઈન આ રીતે કરો બૂક, જાણો પ્રાઈસ

કેટલા વાગે શરૂ થાય પરેડ?

26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની પરેડ વિજય ચોકથી સવારે 10 વાગે શરૂ થાય છે. આ પરેડ જોવા માટે તમારે તમારી સીટ પર 9.30 વાગ્યે બેસી જવું જરૂરી છે. પરેડ દિલ્હીના નેશનલ સ્ટેડિયમ પાસે પૂરી થાય છે. જે મુખ્ય જગ્યાથી લગભગ 5 કિલોમીટર દૂર છે. એટલે આ પટ્ટામાં બેસીને તમે ગણતંત્ર દિવસની પરેડ જોઈ શકો છો.

કેટલી હોય છે પરેડની ટિકિટ?

ગણતંત્ર દિવસની પરેડ જોવાની ટિકિટ 20 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની હોય છે. આ ટિકિટ બુકિંગ 10 જાન્યુઆરીથી શરૂ થઈ ચૂક્યુ છે. 25 જાન્યુઆરી સુધી દેશના નાગરિકો આ પરેડની ટિકિટ બૂક કરી શકે છે. રોજ એક નિશ્ચિત સંખ્યામાં આ પરેડની ટિકિટ બૂક કરી શકાય છે.

આ રીતે બૂક કરો પરેડની ટિકિટ

રિપબ્લિક ડેની પરેડની ટિકિટ બૂક કરવાની પ્રક્રિયા ખૂબ સરળ છે. આ માટે તમારે બસ નીચે આપેલા સ્ટેપ્સ જ ફોલો કરવાના છે.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારે ડિફેન્સ મિનિસ્ટ્રીની વેબસાઈટ www.aamantran.mod.gov.in પર જવાનું છે.

સ્ટેપ 2: હવે અહીં તમારે એક અકાઉન્ટ ક્રિએટ કરવાનું છે.

સ્ટેપ 3: બાદમાં આ અકાઉન્ટમાં પર્સનલ ડિટેઈલ્સ જેમ કે નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર ઈનપુટ કરવાનો છે. છેલ્લે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે, જે વેરિફિકેશન માટે જરૂરી છે.

સ્ટેપ 4: હવે છેલ્લે તમારે ઈવેન્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. જેમાં રિપબ્લિક ડે પરેડ, બીટિંગ ધ રીટ્રિટ સામેલ છે. તમે જે જોવા ઈચ્છો, તે સિલેક્ટ કરી શકો છો.

સ્ટેપ 5: ઓનલાઈન ટિકિટ લેવા માટે તમારે તમારો ફોટો અપલોડ કરવો જરૂરી છે. સાથે જ ઓરિજિનલ ફોટો આઈડીનો નંબર પણ આપવો પડશે.

સ્ટેપ 6: છેલ્લે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. આટલું કરતા જ તમારી ટિકિટ બૂક થઈ જશે.

Best Mobiles in India

English summary
Republic day parade ticket is available online know how to book

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X