Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ChatGPTને ટક્કર આપશે Hanomaan AI Model, મુકેશ અંબાણી કરશે લોન્ચ
મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ AI સેક્ટરમાં વિદેશી કંપનીઓને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે. ChatGPTને ટક્કર આપવા માટે રિલાયન્સે આવા જ BharatGPT ચેટબોટની જાહેરાત કરી હતી. હવે કંપનીએ આ ભારતજીપીટી અંતર્ગત જ પોતાના પહેલા AI મોડેલની જાહેરાત કરી છે. જેનું નામ Hanooman હોઈ શકે છે. કંપનીએ પોતાના આ મોડેલનું લોન્ચિંગ કન્ફર્મ કર્યું છે. આગામી મહિને એટલે કે માર્ચમાં આ એઆઈ મોડેલ લોન્ચ કરશે. ચાલો જાણીએ Hanooman અંગેની બધી જ ડિટેઈલ્સ.

મુકેશ અંબાણીએ ટેક્નોલોજી કોન્ફરન્સ દરમિયાન BharatGPTના નવા AI મોડેલ Hanoomanની જાહેરાત કરી છે. આ મોડેલ ભારતમાં આગામી મહિને માર્ચમાં લોન્ચ કરવામાં આવશે. જો કે કંપનીએ હજી સુધી તેની લોન્ચ ડેટ અંગે જાહેરાત નથી કરી.
શું છે Hanooman?
BharatGPTનું આ AI મોડેલ 11 લોકલ ભાષામાં ઉપલબ્ધ થશે. Hanooman AI મોડેલ ખાસ ચાર ક્ષેત્રમાં કામ કરશે, જેમાં હેલ્થકેર, ફાઈનાન્સ સર્વિસ, ગર્વમેન્ટ અને એજ્યુકેશન સેક્ટર સામેલ છે. આ એઆઈ મોડેલ યુઝર્સને સ્પીચથી લઈને ટેક્સ્ટ સુધીનો યુઝર એક્સપીરિયન્સ પ્રોવાઈડ કરશે.
હિન્દીમાં પણ કરી શકાશે વાતચીત
Hanooman AI મોડેલ કેવી રીતે કામ કરશે, તેની ઝલક પણ મુકેશ અંબાણીએ રજૂ કરી છે. આ ઝલકમાં એક બાઈક મિકેનિકને તમિલ ભાષામાં સવાલ કરતા દર્શાવાયા છે. સાથે જ એક બેન્કને એઆઈ ચેટબોટ સાથે હિન્દીમાં વાત કરતા દર્શાવાયા છે. તો એક ડેવલપર એઆઈ મોડેલની મદદથી કમ્પ્યુટરનો કોડ લખતા પણ આ ઝલકમાં જોઈ શકાય છે. પહેલી ઝલકમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે હનુમાન એઆઈ મોડેલ સામાન્ય વ્યક્તિની કેવી રીતે મદદ કરશે?
ChatGPTને ટક્કર આપવા માટે રિલાયન્સ કંપની BharatGPT ડેવલપ કરી રહી છે. આ એઆઈ ચેટ મોડેલ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી યુનિવર્સિટીઝની સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે. તમને એ પણ જણાવી દઈએ કે ગત વર્ષે Reliance Jio Infocommના ચેરમેન આકાશ અંબાણીએ એક ઈવેન્ટ દરમિયાન માહિતી આપી હતી કે કંપની આઈઆઈટી બોમ્બે સાથે મળીને એક નવા એઆઈ મોડેલને તૈયાર કરવા પર કામ કરી રહી છે. સાથે જ તેમણે BharatGPTની જાહેરાત જીયો 2.0 તરીકે કરી છે.
બીજી ભારતીય કંપનીઓ પણ રેસમાં
ભારત માટે ઓપન સોર્સ એઆઈ મોડેલ પર અન્ય કેટલીક સ્ટાર્ટ અપ કંપનીઓ પણ કામ કરી રહી છે. જેમને ઘણા બિલિયોનર્સ તેમજ ઈન્વેસ્ટર્સનો પણ સપોર્ટ છે. આ લિસ્ટમાં સર્વમ અને કૃત્રિમ મુખ્ય કંપનીઓ છે. આ ભારતીય કંપનીઓ અફોર્ડેબલ મોડેલ દ્વારા સિલિકોન વેલીથી કામ કરી રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications