રિલાયન્સ દ્વારા જીઓફોન નેક્સટ વિષે નવી બાબતો જાહેર કરવા માં આવી તેના વિષે જાણો

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ દ્વારા તેમના જીઓફોન નેક્સટ વિષે નવી વિગતો જાહેર કરવા માં આવેલ છે. અને આ દુનિયા ના સૌથી સસ્તા સ્માર્ટફોન ને ચાલી રહેલ ફેસ્ટિવ સીઝન ની અંદર લોન્ચ કરવા માં આવી શકે છે. રિલાયન્સ જિયો ફોન નેક્સ્ટ અગાઉ ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે 11 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થવાનું હતું, જોકે, વિશ્વભરમાં ચીપની અછતને કારણે લોન્ચિંગ મોડું થયું હતું. કંપનીએ હવે શોર્ટ ફિલ્મ દ્વારા ફોન વિશે નવી વિગતો જાહેર કરી છે. જીઓફોન નેક્સટ વષે કંપની દ્વારા શું જણાવવા માં આવ્યું તેના વિષે બધી જ વિગતો વિષે અહીં વાત કરવા માં આવેલ છે.

રિલાયન્સ દ્વારા જીઓફોન નેક્સટ વિષે નવી બાબતો જાહેર કરવા માં આવી તેના

જીઓફોન નેક્સટ એ પ્રગતિ ઓએસ પર કામ કરશે કે જે એન્ડ્રોઇડ ઓએસ નું ઓપ્ટિમાઇઝડ વરઝ્ન છે

જીઓફોન નેક્સટ ની અંદર પ્રગતિ ઓએસ નો ઉપીયોગ કરવા માં આવશે આ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ નું એક ઓપ્ટિમાઇઝડ કરેલ વરઝ્ન છે. અને આ ઓએસ એન્ડ્રોઇડ પર જ આધારિત હશે. કંપની દ્વારા તેમના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, પ્રગતિ ઓએસ એ એક વર્લ્ડ ક્લાસ ઓપરેટિંગ સિસ્ટમ છે. જેને ખાસ ઇન્ડિયા માટે બનાવવા માં આવેલ છે અને જીઓફોન નેક્સટ ની અંદર તેનો જ ઉપીયોગ કરવા માં આવેલ છે.

પ્રગતિ ઓએસ ને જીઓ અને ગુગલ દ્વારા સાથે મળી ને બનાવવા માં આવેલ છે

આ ઓપરેટિંગ સિસ્ટમ ને જીઓ અને ગુગલ બંને કંપની ઓ દ્વારા ભારત ના લોકો ની પ્રગતિ ને ધ્યાન માં રાખી ને બનાવવા માં આવેલ છે. જેની અંદર ખુબ જ સારો અને સિમલેસ અનુભવ કૂબ જ ઓછી કિંમત પર આપવા માં આવશે.

મેઇડ ઈન ઇન્ડિયા ફોન

જીઓફોન નેક્સટ ને રિલાયન્સ દ્વારા મેઇડ ઈન ઇન્ડિયા, મેઈડ ફોર ઇન્ડિયા અને મેઇડ બાય ઇન્ડિયન્સ સ્માર્ટફોન તરીકે પ્રમોટ કરવા માં આવી રહ્યો છે.

જીઓફોન નેક્સટ ની અંદર ક્વાલ્કોમ પ્રોસેસર આપવા માં આવશે

રિલાયન્સ દ્વારા આજે જણાવવા માં આવ્યું હતું કે જીઓફોન નેક્સટ ની અંદર ક્વાલ્કોમ પ્રોસેસર આપવા માં આવશે. કંપની દ્વારા તેમના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, જીઓફોન નેક્સ્ટ પર ક્વાલકોમ પ્રોસેસર ડિવાઇસ ઓપ્ટિમાઇઝેશન, ઓડિયો ડિયો અને બેટરીમાં ઓપ્ટિમાઇઝેશન સાથે કનેક્ટ કનેક્ટિવિટી અને લોકેશન ટેકનોલોજી પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

જીઓફોન નેક્સટ કેમેરા

જીઓફોન નેક્સટ ની અંદર આગળ અને પાછળ બંને તરફ સિંગલ કેમેરા આપવા માં આવી શકે છે. જીઓ ના અનુસાર, કેમેરા વિવિધ ફોટોગ્રાફી મોડ જેમ કે પોટ્રેટ મોડ અને નાઈટ મોડને સપોર્ટ કરશે. કેમેરા એપને કસ્ટમ ઇન્ડિયન ઓગ્મેન્ટેડ રિયાલિટી ફિલ્ટર્સ સાથે પ્રીલોડ કરવામાં આવશે.

જીઓફોન નેક્સટ ની અંદર 5 ઇંચ ની સ્ક્રીન અને સિંગલ કેમેરા આપવા માં આવશે

જીઓફોન નેક્સટ ની અંદર 5 ઇંચ ની ટચ સ્ક્રીન આપવા માં આવી શકે છે. આ સ્માર્ટફોન ની પાછળ ની તરફ સિંગલ કેમેરા ફ્લેશ ની સાથે આપવા માં આવી શકે છે અને આગળ ની તરફ એક સેલ્ફી કેમેરા આપવા માં આવી શકે છે. અને આ સ્માર્ટફોન ની અંદર વાઇફાઇ, બ્લુટુથ વગેરે જેવી ઘણી બધી સુવિધા પણ આપવા માં આવી શકે છે.

જીઓફોન નેક્સટ ની અંદર યુઝર્સ ગુગલ પ્લે સ્ટોર પર થી એપ્સ ને ડાઉનલોડ કરી શકશે.

જીઓફોન નેક્સટ યુઝર્સ ગુગલ પ્લે સ્ટોર પર થી એપ્સ ને પોતાના સ્માર્ટફોન ની અંદર ડાઉનલોડ કરી શકશે. અને યુઝર્સ ને માલવેર થી બચાવવા માટે ગુગલ પ્લે પ્રોટેક્ટ પણ ઈન બિલ્ટ આપવા માં આવશે.

જીઓફોન નેક્સટ માટે ગુગલ દ્વારા અપડેટ પણ આપવા માં આવશે

ગુગલ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે તેઓ દ્વારા જીઓફોન નેક્સટ માટે રેગ્યુલર અપડેટ આપતા રહેવા માં આવશે. જેના દ્વારા જીઓફોન નેક્સટ યુઝર્સ ને રેગ્યુલર સિક્યુરિટી અપડેટ મળતા રહેશે.

જીઓફોન નેક્સટ ની અંદર વોઇસ આસિસ્ટન્ટ પણ આપવા માં આવશે

જીઓફોન નેક્સ્ટ વોઈસ આસિસ્ટન્ટ સાથે આવશે જે યુઝર્સને ઓપન એપ્સ, સેટિંગ્સ મેનેજ કરવા, ઈન્ટરનેટ બ્રાઉઝ કરવા અને વધુ જેવા ઉપકરણને ઓપરેટ કરવામાં મદદ કરશે. ત્યાં 'મોટેથી વાંચો' કાર્યક્ષમતા પણ હશે જે વપરાશકર્તાઓને સ્ક્રીન પરની સામગ્રી સાંભળવાની મંજૂરી આપશે.

જીઓફોન નેક્સટ ની અંદર ટ્રાન્સલેશન નું ફીચર પણ આપવા માં આવશે

'અનુવાદ' કાર્યક્ષમતા વપરાશકર્તાઓને તેમની પસંદગીની ભાષામાં કોઈપણ સ્ક્રીનને અનુવાદિત કરવાની મંજૂરી આપશે. આ વપરાશકર્તાઓને તેમની પસંદગીની ભાષામાં કોઈપણ સામગ્રી વાંચવાની મંજૂરી આપે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance JioPhone Next New Details: Everything You Need To Know

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X