Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Reliance Jioના વાર્ષિક ઈન્ટરનેટ પ્લાનમાં મળે છે આ વધારાના ફાયદા
Reliance Jio ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની છે. સાથે જ તેઓ દેશમાં સૌથી મોટું ઈન્ટરનેટ નેટવર્ક પણ ધરાવે છે. રિલાયન્સ જિયો હાલ 150 MBPSના પ્લાન માટે વાર્ષિક 11,988 રૂપિયા ચાર્જ કરી રહી છે. જો કે, આ ચાર્જ આખા વર્ષનો છે. પરંતુ જો તમે જીયો ફાઈબરનો આ આખા વર્ષનો પ્લાન લો છો તો તમને કેટલાક બીજા ફાયદા પણ મળે છે. 150 MBPSના પ્લાનમાં તમને હાઈ સ્પીડ ડેટા કનેક્શનની સાથે સાથે કેટલાક એન્ટરટેઈનમેન્ટ બેનિફિટ્સ પણ મળે છે.

માત્ર વાર્ષિક પ્લાનમાં જ છે આ ફાયદો
રિલાયન્સ જિયો 150 Mbpsના પ્લાનમાં પોતાના ગ્રાહકોને જુદી જુદી વેલિડિટી ઓફર કરે છે. જો કે મોટા ભાગના ગ્રાહકો માસિક પ્લાન પસંદ કરે છે. પરંતુ જો તમે વાર્ષિક સબસ્ક્રિપ્શન લો છો, તો તમને બીજા કેટલાક ફાયદા મળે છે. 12 મહિનાના પ્લાનની સાથે જિયો ફાઈબર પોતાના કસ્ટમર્સને 1 મહિનાનું સબસ્ક્રીપ્શન સાવ ફ્રી આપે છે. એટલે કે 11,988 રૂપિયાની ચૂકવણી પર તમને 13 મહિનાની વેલિડીટી મળે છે. તો ચાલો જાણીએ કે ઈન્ટરનેટ કનેક્શનની સાથે બીજા કયા ફાયદા જીયો આપી રહ્યું છે.
જાણો, પ્લાનના બીજા બેનિફિટ્સ
જીયોના આ પ્લાનમાં તમને અપલોડિંગ અને ડાઉનલોડિંગ બંને માટે 150 Mbpsની સેમ સ્પીડ મળે છે. આ પ્લાન અંતર્ગત યુઝર્સને મહિને 3.3 TB ડેટા યુઝ કરવા મળે છે. સાથે જ આ પ્લાનમાં ફિક્સ્ડ લાઈન ફ્રી વોઈસ કોલિંગ પણ કરી શકાય છે. જો કે, આ સુવિધાનો લાભ લેવા માટે યુઝરે લેન્ડલાઈન ટેલિફોન અલગથી ખરીદવો પડશે. હજી આટલું જ નથી. તમને બીજા પણ કેટલાક ફાયદા આ પ્લાન અંતર્ગત મળી રહ્યા છે.
ઓટીટી પ્લેટફોર્મ્સનો લાભ
જીયો ફાઈબરના આ પ્લાનમાં તમને Amazon Prime, Disney+ Hotstar, SonyLIV, ZEE5, JioCinema, SunNXT, Hoichoi, Discovery+, ALTBalaji, Eros Now, Lionsgate Play, ShemarooMe, DocuBay, and EPICON ઓટીટી પ્લેટફોર્મ્સનું સબસ્ક્રીપ્શન એક વર્ષ માટે સાવ ફ્રીમાં વાપરવા મળે છે.
જીયો ફાઈબર પોતાના આ વાર્ષિક પ્લાનની સાથે સાથે એક ફ્રી સેટ ટોપ બોક્સ પણ આપે છે. તમે આ સેટ ટોપ બોક્સ માય જીયો એપ દ્વારા મેળવી શકો છો. આ સેટ ટોપ બોક્સ લગાવ્યા બાદ જ કોઈ પણ યુઝર ઓટીટી બેનિફિટ્સનો લાભ મેળવી શકે છે. આ સેટ ટોપ બોક્સ લગાવી દીધા બાદ જીયોના નેટવર્કનો ઉપયોગ કરીને તમે ટીવીમાં કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ સ્ટ્રીમ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications