રિલાયન્સ જીઓ દ્વારા વિવો સાથે જીઓ એક્સક્લુઝિવ સ્માર્ટફોન માટે ભાગીદારી કરવા માં આવી

By Gizbot Bureau
|

પોતાના 4જી ફીચર ફોન યુઝર્સ ને સ્માર્ટફોન પર માઈગ્રેટ કરવા માટે રિલાયન્સ જીઓ દ્વારા ચાઈનીઝ સ્માર્ટફોન મેકર વિવો સાથે ભાગીદારી કરવા માં આવી છે. રિલાયસ્ન જીઓ દ્વારા એક્સક્લુઝિવ જીઓ સ્માર્ટફોન લોન્ચ કરવા માં આવી રહ્યો છે જેને ડિસ્કાઉન્ટ અને ઓટિટિ સબ્સ્ક્રિપશન અને વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ જેવા લાભો ની સાથે લોન્ચ કરવા માં આવી શકે છે.

રિલાયન્સ જીઓ દ્વારા વિવો સાથે જીઓ એક્સક્લુઝિવ સ્માર્ટફોન માટે ભાગીદારી

જોકે આ બાબત વિશે હજુ સુધી કંપની દ્વારા કોઈ ઓફિશ્યલ માહિતી આપવા માં આવી નથી પરંતુ અમુક રિપોર્ટ પર થી એવું જાણવા મળ્યું છે કે આ સ્માર્ટફોન પર કામ ચાલુ પણ થઇ ચૂક્યું છે, અને આ સ્માર્ટફોન માત્ર જીઓ ના સિમ કાર્ડ ની સાથે જ ચાલશે.

અને માત્ર વિવો જ નહિ પરંતુ રિલાયન્સ જીઓ દ્વારા લાવા, કાર્બન વગેરે જેવી ઘણી બધી ચાઈનીઝ કંપની ઓ સાથે વાત કરવા માં આવી રહી છે જેથી તેઓ ભારત ની અંદર રૂ. 8000 કરતા ઓછી કિંમત ની અંદર સ્માર્ટફોન ખરીદી શકે. અને સાથે સાથે તેઓ લો કોસ્ટ 4જી ફોન પણ લાવવા માટે પ્લાન કરી રહ્યા છે જેના માટે કંપની દ્વારા ગુગલ ની સાથે ભાગીદારી કરવા માં આવેલ છે. અને આ બધા પગલાં ને કારણે રિલાયન્સ જીઓ ના ગ્રોસ સબસ્ક્રાઇબર્સ ની અંદર વધારો જોવા મળી શકે છે.

કંપની દ્વારા પહેલા થી જ આઈટેલ ની સાથે ભાગીદારી કરી અને દેશ ની અંદર સસ્તા સ્માર્ટફોન રૂ. 3000 થી 4000 ની કિંમત ની અંદર વહેંચવા માટે પ્લાન કરવા માં આવી રહ્યું હતું અને હવે આ બધ પગલાં દ્વારા તેઓ પોતાના પ્લાન ને એક્સપાન્ડ કરી રહ્યા છે.

માત્ર જીઓ જ નહિ પરંતુ એરટેલ દ્વારા પણ લાવા અને કાર્બન સાથે આત ચિત ચાલી રહી છે અને એરટેલ પણ લો કોસ્ટ 4જી સ્માર્ટફોન ને લોન્ચ કરવા માટે પ્લાન કરી રહ્યું છે. અને કંપની દ્વારા તે વાત ની પુષ્ટિ પણ કરવા માં આવી હતી કે તેઓ પોતાના ડીવાઈસ ના વિકલ્પ વિષે પણ પ્લાન કરી અને વિચારી રહ્યા છે.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio, Vivo Team Up To Launch Smartphones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X