101 રૂપિયામાં જ મળશે અનલિમિટેડ 5G ડેટા, Jioએ આપી દિવાળી ગિફ્ટ

By Gizbot Bureau
|

Jio Diwali 2024 Special Offer: દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંની એક એવી રિલાયન્સ જીયોએ પોતાના ગ્રાહકોને દિવાળી ગિફ્ટ તરીકે ફ્રી ઈન્ટરનેટ આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે જીયોએ ગત મહિને સપ્ટેમ્બરમાં જ એરફાઈબરની સાથે મફત ઈન્ટરનેટ પ્લાન આપવાની પણ જાહેરાત કરી હતી.

આ જાહેરાત બાદ જીયોએ તાજેતરમાં જ કેટલાક ખાસ પ્લાન્સ લોચ કર્યા છે. જો કે તેમાંથી 101 રૂપિયાના પ્લાન પર દરેક વ્યક્તિનું ધ્યાન ગયું છે. કારણ કે આ પ્લાન અંતર્ગત ગ્રાહકોને અનલિમિડેટ ડેટાનો ફાયદો મળી રહ્યો છે. એટલે કે, સાવ નજીવી કિંમતે યુઝર્સ હવે અનલિમિટેડ 5જી ડેટાનો ફાયદો ઉઠાવી શક્શે.

101 રૂપિયામાં જ મળશે અનલિમિટેડ 5G ડેટા, Jioએ આપી દિવાળી ગિફ્ટ

આ રિચાર્જ પ્લાન એવા ગ્રાહકો માટે બેસ્ટ સાબિત થઈ શકે છે, જે ગ્રાહકોને વધારે ડેટાની જરૂર પડે છે. તો ચાલો જાણીએ કે જીયો 101 રૂપિયાના પ્લાન્સમાં કયા કયા ફાયદા આપી રહ્યું છે.

જીયોનો 101 રૂપાયનો પ્લાન

જીયોના આ પ્લાનનો સૌથી મોટો ફાયદો અનલિમિડેટ 5જી ઈન્ટરનેટ છે, એટલે તમે ઈચ્છો તેટલું ઈન્ટરનેટ વાપરી શકો છો. પરંતુ આ અનલિમિટેડ 5જી ડેટાન લાભ માત્ર એ જ યુઝર્સને મળશે, જેમના વિસ્તારમાં 5જી નેટવર્ક કનેક્ટિવિટી અવેલેબલ હશે.

આ પ્લાનની સાથે યુઝર્સને 1 રૂપિયામાં 6 જીબી ડેટા 4જી કનેક્ટિવિટી સાથે પણ મળી રહ્યો છે. 101 રૂપિયાનો પ્લાન ટ્રુ અનલિમટેડ અપગ્રેડ પ્લાન હોવાને કારણે તેનો લાભ કેટલાક સિલેક્ટેડ રિચાર્જ પ્લાન્સની સાથે જ મળશે.

સિલેક્ટેડ રિચાર્જ પ્લાન્સની સાથે લાભ

રોજનો 1 જીબી અને 1.5 જીબી ડેટા ઓફર કરનાર પ્લાન્સની સાથે સાથે તમે એડ ઓન પ્લાન તરીકે 101 રૂપિયાનો રિચાર્જ પ્લાન એડ કરી શકો છો. આ પ્લાન 2 મહિનાની વેલિડિટી સાથે આવે છે.

આ ગ્રાહકોને જ મળશે લાભ

આગળ જણાવ્યું તે પ્રમાણે 101 રૂપિયાનો પ્લાન સ્ટેન્ડ અલોન રિચાર્જ પ્લાન નથી, તે એક એડ ઓન પ્લાન છે. એટલે કે તમે જે રેગ્યુલર રિચાર્જ પ્લાન યુઝ કરી રહ્યા છો, તેમાં જો તમારું ઈન્ટરનેટ પુરુ થઈ જાય છે તો તમે 101 રૂપિયાનું રિચાર્જ કરાવીને અનલિમિટેડ ઈન્ટરનેટ વાપરી શકો છો. પરંતુ 101 રૂપિયાનું રિચાર્જ પ્લાન સ્પેસિફિક કરી શકાતું નથી.

Best Mobiles in India

English summary
Reliance jio unlimited data plans under 101 diwali gift

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X