રિલાયન્સ જીઓ દ્વારા ઓટો એક્સ્પો 2020 ની અંદર પોતાની કનેક્ટેડ કાર ટેક્નોલોજી શોકેસ કરી

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ દ્વારા દિલ્હી ઓટો એક્સ્પો 2020 ની અંદર પોતાની કનેક્ટેડ કાર ટેક્નોલીજી ને શોકેસ કરવા માં આવી હતી. અને આ પહેલ ની સાથે કંપની એ આપણા દેશ ની પ્રથમ એવી ટેલિકોમ કંપની બની ચુકી છે કે જેણે સ્માર્ટ ઓટોમોબાઇલ સેગ્મેન્ટ ની અંદર પગ મુક્યો હોઈ. અને ટૂંક સમય માં રિલાયન્સ જીઓ એ માત્ર એક મોબાઈલ ઓપરેટર જ નહીં પરંતુ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સોલ્યુશન પ્રોવાઇડર બનવા જય રહ્યું છે.

રિલાયન્સ જીઓ દ્વારા ઓટો એક્સ્પો 2020 ની અંદર પોતાની કનેક્ટેડ કાર

અને કંપની દ્વારા જે કોમ્પોનેન્ટ્સ ને જણાવવા માં આવ્યા હતા તેની અંદર હાર્ડ વેર કનેક્ટિવિટી નો પણ સમાવેશ કરવા માં આવ્યો હતો. અને માત્ર તેટલું જ નહીં પરંતુ તેની અંદર યુઝર્સ ની જરૂરિયાતો અનુસાર સ્કેલિંગ અને ડેટા સુરક્ષા નો પણ સમાવેશ કરવા માં આવ્યો હતો. અને આ સોલ્યુશન ને ઇન્સ્ટોલ કરવા માટે રિલાયન્સ જીઓ ઘણી બધી ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર અને ફ્લીટ મેનેજમેન્ટ કંપની સાથે વાત પણ કરી રહ્યું છે. પરંતુ તેના વિષે હજુ સુધી કોઈ ઓફિશ્યલ પુષ્ટિ કરવા માં આવી નથી.

અને જીઓ દ્વારા લોજિસ્ટિક કંપની અને ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઇડર માટે પણ કાર કનેક્ટ વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમ ને એક્સઝીબીટ કરવા માં આવશે. ભવિષ્ય ના કનેક્ટેડ વેહીકલ્સ માટે રિલાયન્સ જીઓ દ્વારા આ એક્સ્પો ની અંદર કનેક્ટિવિટી, નેટવર્ક અને ટેક્નોલોજી ના રોલ વિષે પણ જણાવવા માં આવશે. તેવું એક વ્યક્તિ કે જે આ બાબત થી જાણકાર છે તેમણે પોતાની ઓળખ ને ગોપનીય રાખતા એક રિપોર્ટ ની અંદર જણાવ્યું હતું.

એક કનેક્ટેડ કાર યુઝર્સ ને ઘણી બધી સુવિધા આપી શકે છે. અને તેના કારણે ડ્રાઈવિંગ એ વધુ સરળ અને વધુ સુરક્ષિત પણ બનાવી શકાય છે. અને આ સર્વિસ ને કારણે તે ડ્રાઈવર ને ફ્યુઅલ કન્ઝમ્પશન અને ઓવર સ્પીડ લિમિટ પર નોટિફિકેશન પણ આપશે અને સ્માર્ટ ઇમરજન્સી બ્રેક ને કારણે અકસ્માત પણ ટાળી શકાશે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ યુઝર્સ ને બીજી પણ ઘણી બધી સુવિધા આપવા માં આવશે જેવી કે, રૂટ મેનેજમેન્ટ, વેહિકલ ટેલી મેટ્રિક્સ અને ડાયગ્નોસ્ટિક જેવી સુવિધાઓ પણ આપવા માં આવશે.

અને આવી જ રીતે એક પાર્ટનરશીપ પણ વર્ષ 2019 ની અનર ઓક્ટોબર મહિના માં વોડાફોન આઈડ્યા અને કિયા મોટર્સ કે જે સાઉથ કોરિયન કંપની છે તેમની વચ્ચે ભારત ની અંદર યુવીઓ કનેક્ટેડ કાર સિસ્ટમ માટે કરવા માં આવી હતી. વોડાફોન આઈડિયા ની આઇઓટી ની એકોસ્ટસમ ને કારણે કિયા ની અંદર વોઇસ ઇન્ટિગ્રેશન, 3જી 4જી ડેટા અને એસએમએસ ની સુવિધા નું બ્યસત પણ મળી શકે છે. જેમ કે કિયા સેલ્ટોસ ની અંદર આ પ્રકાર ના 37 સ્માર્ટ ફીચર્સ આપવા માં આવ્યા છે જેની અંદર એઆઈ વોઇસ કમાન્ડ, સ્ટોલન વેહિકલ ટ્રેકિંગ અને ઈંમોબીલાઈઝેશન જેવા સપોર્ટ આપવા માં આવ્યા છે. અને સાથે સાથે ઓટો કોલિઝન નોટિફિકેશન અને ઇમરજન્સી આસિસ્ટન્ટ વગેરે જેવા પણ ઘણા બધા ફીચર્સ નો સમાવેશ કરવા માં આવ્યો છે.

અને જે રીતે ઇલેક્ટ્રિક કાર અને હાયબ્રીડ કાર વધુ ને વધુ પ્રખ્યાત થઇ રહી છે તેમ તેમ આ પ્રકાર ના રિલાયન્સ જીઓ નો કનેક્ટેડ કાર નો કન્સેપટ પણ ખુબ જ જલ્દી થી મોમેન્ટમ પકડી શકે છે. અત્યારે ભારત ની અંદર ખુબ જ ઓછા એવા વેહીકલ્સ છે કે જે આ પ્રકાર ની ટેક્નોલોજી પર ચાલતા હોઈ. અને આપણે નજીક ના ભવિષ્ય ની અંદર ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ અને ઓટો મોબાઈલ મેન્યુફ્રેક્ચરર વચ્ચે આ પ્રકાર ની પાર્ટનરશીપ વધુ ને વધુ જોઈ શકીયે છીએ. પરંતુ રિલાયન્સ જીઓ દ્વારા આ પ્રકાર ની કોઈ પણ ભાગીદારી વિશે જણાવવા માં આવ્યું નથી.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Reveals New Connected Car At Auto Expo 2020

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X