આ રહ્યા Jioના રૂ.600થી સસ્તા પ્લાન સૌથી વધુ ફાયદા સાથે, આજે જ કરાવો રિચાર્જ

By Gizbot Bureau
|

આજની ગળાકાપ હરિફાઈના જમાનામાં દરેક ટેલિકોમ કંપનીના જુદા જુદા રિચાર્જ પ્લાનનો આપણને ગ્રાહક તરીકે ફાયદો મળી રહ્યો છે. જેમાંના કેટલાક પ્લાન એવા છે, જે સસ્તા હોવાની સાથે વધુ ફાયદાકારક છે. આજે અમે તમને દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયોના કેટલાક એવા પ્રિપેઈડ પ્લાન વિશે માહિતી આપીશું, જેની કિંમત રૂ.600ની અંદર છે. તો ચાલો, જાણીએ જીયોના બજેટ પ્રિપેઈડ પ્લાન વિશે.

જિયોનો રૂ.299નો રિચાર્જ પ્લાન

જિયોનો રૂ.299નો રિચાર્જ પ્લાન

જો તમારો રોજનો ઈન્ટરનેટ યુસેજ વધારે છે, તો જિયોના સસ્તા પ્લાન્સમાંથી આ પ્લાન તમારા માટે બેસ્ટ છે. કારણ કે રૂ.299ના રિચાર્જ પર તમને મળે છે રોજનું 2 જીબી ઈન્ટરનેટ. આ ઉપરાંત જિયોના રેગ્યુલર પ્લાન્સની માફક અહીં પણ રોજના 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ વોઈસ કોલિંગનો બેનિફિટ ઉપલબ્ધ છે. સાથે જ જીયો સિનેમા અને જિયો ટીવીનો પણ તમે અનલિમિટેડ ઉપયોગ કરી શકો છો.

જિયોનો રૂ.333નો રિચાર્જ પ્લાન

જિયોનો રૂ.333નો રિચાર્જ પ્લાન

જિયોના આ પ્લાનમાં તમને રોજનું 1.5 જીબી ઈન્ટરનેટ વાપરવા મળે છે. સાથે જ રોજના 100 SMS અને અનલિમિટેડ વોઈસ કોલિંગની પણ સુવિધા આ પ્લાનમાં આપવામાં આવી છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. રસપ્રદ વાત એ છે કે જિયોના આ પ્લાનનું રિચાર્જ કરવાનની સાથે જ તમને ડિઝની+હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન પણ મળે છે.

જિયોનો રૂ.499નો રિચાર્જ પ્લાન

જિયોનો રૂ.499નો રિચાર્જ પ્લાન

આ પ્લાનમાં પણ ગ્રાહકોને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે. સાથે જ રોજના 100 SMSનો પણ ફાયદો મળી રહ્યો છે. જો કે આ પ્લાનમાં તમને રોજનું 2 જીબી ઈન્ટરનેટ વાપરવા મળશે. વેલિડિટીની વાત કરીએ, તો આ પ્લાનની સમયમર્યાદા પણ 28 દિવલસની જ છે. જિયોના રૂ.333 અને અને આ પ્લાનની વચ્ચેનો સૌથી મોટો તફાવત રોજના ઈન્ટરનેટનો છે. રૂ.333ના પ્લાનમાં તમને રોજનું 1.5 જીબી ઈન્ટરનેટ વાપરવા મળે છે, જ્યારે આ પ્લાનમાં રોજનુ 2 જીબી ઈન્ટરનેટ વાપરવા મળે છે.

જિયોને રૂ.533નો રિચાર્જ પ્લાન

જિયોને રૂ.533નો રિચાર્જ પ્લાન

જિયોના આ પ્લાનની કિંમત નોર્મલ રિચાર્જ કરવાનારને પહેલી નજરે મોંઘી લાગી શકે છે. પરંતુ પ્લાનના બેનિફિટ મુજબ આટલી કિંમત વર્થ છે. અન્ય પ્લાનની જેમ અહીં પણ અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા છે. સાથે જ રોજના 100 SMS નિઃશુલ્ક મોકલવાની સુવિધા ઉપલબ્ધ છે. તો આ પ્લાનમાં રોજનું 2 જીબી ઈન્ટરનેટ પણ તમે વાપરી શકો છો. મહત્વની વાત આ પ્લાનની વેલિડિટી છે. જિયોનો આ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ ઉપરાંત આ પ્લાનમાં જિયોની એપ્સ જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ક્લાઉડ અને જિયો સિક્યોરિટીનો ફ્રી ઉપયોગ પણ સામેલ છે.

જિયોનો રૂ.583નો રિચાર્જ પ્લાન

જિયોનો રૂ.583નો રિચાર્જ પ્લાન

તો તમે ઓટીટી કન્ટેન્ટ જોવાના શોખીન છો, તો જિયોનો આ પ્લાન એક તીરે બે શિકાર કરી શકે છે. જિયોના રૂ.583ના રિચાર્જ સાથે તમને ડિઝની+હોટસ્ટારનું રૂ.149ની કિંમતનું સબસ્ક્રીપ્શન 90 દિવસ એટલે કે 3 મહિના માટે ફ્રી મળી રહ્યું છે. આ ઉપરાંત તમે જિયો ટીવી અને જિયો સિનેમાની મજા પણ નિઃશુલ્ક લઈ શકો છો. જિયોના અન્ય પ્લાનની જેમ રોજના 100 SMS અને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા તો આ પ્લાનમાં ઉપલબ્ધ છે જ. પરંતુ આ પ્લાનનો સૌથી મોટો ફાયદો તેની વેલિડિટી છે. જિયોનો આ પ્લાન 56 દિવસ માટે વેલિડ છે.

જિયોનો રૂ.419નો રિચાર્જ પ્લાન

જિયોનો રૂ.419નો રિચાર્જ પ્લાન

જો તમે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છો, અને તમારો ઈન્ટરનેટ યુસેજ નોર્મલ છે. તો જિયોનો રૂ.419નો રિચાર્જ પ્લાન તમે વાપરી શકો છો. કારણ કે આ પ્લાનમાં તમને રોજનું 3 જીબી ઈન્ટરનેટ વાપરવા મળી રહ્યું છે. આ પ્લાનમાં પણ તમે અન્ય પ્લાનની જેમ અનલિમિટેડ વોઈસ કોલિંગ કરી શકો છો. સાથે જ રોજના 100 SMS પણ ફ્રી છે. જો કે જિયોનો આ પ્લાન માત્ર 28 દિવસની સમયમર્યાદા સાથે આવી રહ્યો છે. અહીં પણ તમે જિયો ટીવી, જિયો સિનેમાની સુવિધાનો યુઝ કરી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Prepaid Plans For Less Than Rs. 600: Best Jio Plans, Benefits, More

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X