રિલાયન્સ જીઓ દ્વારા પ્રીપેડ પ્લાન ની કિંમત માં 20% વધારો કરવા માં આવ્યો

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ દ્વારા તેમના પ્રીપેડ પ્લાન ની કિંમત માં 20% ના વધારા ની જાહેરાત કરવા માં આવેલ છે. જેની શરૂઆત પ્રથમ ડિસેમ્બર થી કરવા માં આવશે. ગયા અઠવાડિયા ની અંદર જ એરટેલ અને વીઆઈ દ્વારા તેમના પ્રીપેડ પ્લાન ની કિંમત ની અંદર 20 થી 25 વધારો કરવા માં આવ્યો હતો.

રિલાયન્સ જીઓ દ્વારા પ્રીપેડ પ્લાન ની કિંમત માં 20% વધારો કરવા માં આવ્ય

28મી નવેમ્બર ના દિવસે રિલાયન્સ જીઓ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, ટકાઉ ટેલિકોમ ઉદ્યોગને વધુ મજબુત બનાવવાની તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ, જ્યાં પ્રત્યેક ભારતીય ડિજિટલ જીવન સાથે ખરેખર સશક્ત છે, જીઓ દ્વારા નવેમ્બર 28 ના રોજ તેની નવી અમર્યાદિત યોજનાઓની જાહેરાત કરી. આ યોજનાઓ ઉદ્યોગમાં શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરશે. વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત સેવા પ્રદાન કરવાના જીઓ ના વચનને નિભાવીને, જીઓ ગ્રાહકો સૌથી વધુ લાભાર્થી બનવાનું ચાલુ રાખશે.

જીઓ દ્વારા ભારત ની અંદર સસ્તા ડેટા રેટ્સ ની સાથે રિવોલ્યુશન લાવવવા માં આવ્યું હતું. અને કંપની દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, આ કિંમત ના વધારા ને પ્રથમ ડિસેમ્બર 2021 થી લાગુ કરી દેવા માં આવશે.

જીઓ દ્વારા હજુ પણ તેમના પ્રતિસ્પર્ધીઓ કરતા ઓછી કિંમત પર પ્લાન ઓફર કરવા માં આવે છે.

જીઓ દ્વારા રૂ. 155 ના પ્લાન ની સાથે એક મહિના માટે 2જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ અને 300 એસએમએસ ની સુવિધા આપવા માં આવે છે, જયારે તેમના પ્રતિસ્પર્ધીઓ દ્વારા રૂ. 179 ની કિંમત પર આ પ્રકાર ના પ્લાન ને વહેંચવા માં આવે છે. જીઓ દ્વારા રૂ. 239 પ્લાન ની અંદર દરરોજ ના 1.5જીબી ડેટા આપવા માં આવે જેની અંદર 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે જયારે તેમના પ્રતિસ્પર્ધીઓ દ્વારા આ પ્રકાર ના પ્લાન ને રૂ. 299 ની કિંમત પર વહેંચવા માં આવે છે.

ભારતી એરટેલ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે તેઓ દ્વારા પ્રીપેડ પ્લાન ની કિંમત ની અંદર 20 થી 25% નો વધારો કરવા માં આવી શકે છે જેને 26મી નવેમ્બર થી લાગુ કરવા માં આવશે. અને હવે આ કિંમત ના વધારા ની સાથે રૂ. 75 પ્રીપેડ પ્લાન જેની વેલિડિટી 28 દિવસ ની હતી તે હવે રૂ. 99 થઇ જશે અને રૂ. 149 પ્રીપેડ પ્લાન જેની વેલિડિટી 28 દિવસ ની હતી તેની કિંમત હવે રૂ. 179 થઇ જશે.

જીઓ દ્વારા સૌથી છેલ્લે પોતાના પ્રીપેડ પ્લાન ની કિંમત ની અંદર વધારો કરવા માં આવેલ છે, અને આ કિંમત ના વધારા ની સાથે પણ જીઓ દ્વારા સૌથી ઓછી કિતમ પર અનલિમિટેડ પ્લાન્સ ને વહેંચવા માં આવી રહ્યા છે. આ નવી કિંમતો ને પ્રથમ ડિસેમ્બર થી લાગુ કરી દેવા માં આવશે.

દરમિયાન, ટેલિકોમ નિષ્ણાત સંજય કપૂરે 24 નવેમ્બરે જણાવ્યું હતું કે રિલાયન્સ જિયો આખરે તેના ટેરિફમાં વધારો કરે તેવી શક્યતા છે, જેનો અર્થ છે કે કંપનીએ લગભગ રૂ. 9,500 કરોડનો ફાયદો થશે.

સંજય કપૂર દ્વારા આ બયાન એરટેલ અને વીઆઈ દ્વારા તેમના પ્રીપેડ પ્લાન ની અંદર 20 થી 25% કિંમત માં વધારા ની જાહેરાત પછી આપવા માં આવ્યું હતું.

સંજય કપૂર દ્વારા એક ઇન્ટરવ્યૂ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, જો જીઓ ને અનુસરવું હતું, જે મારા મતે સમયની બાબત છે. તેઓ કદાચ થોડો વધુ વિલંબ કરશે, પરંતુ અંતે તેઓ યોગ્ય જણાશે કારણ કે તેઓ સૌથી વધુ લાભાર્થી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Prepaid Plan Tarriff Hike: See New Price And Best Offers For You

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X