Just In
- 4 hrs ago
વોટ્સએપ ની ડેસ્કટોપ એપ પર વોઈસ અને વિડીયો કોલ ફીચર લાવવામાં આવ્યું
- 1 day ago
ઓસ્ટ્રેલિયા માં એક યુઝર નો આઈફોન એક્સ ફાટ્યો એપલ સામે દાવો માંડ્યો
- 2 days ago
કોવીન કોવીડ 19 વેક્સીન રજીસ્ટ્રેશન હવે ચાલુ છે તેના માટે રજીસ્ટર કઈ રીતે થવું
- 3 days ago
પાંચ નવા જીઓ ફોન ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા જેની શરૂઆત રૂપિયા 22થી કરવામાં આવે છે
Don't Miss
રિલાયન્સ જીઓ એ એરટેલ ને ઓવરટેક કરી અને ઇન્ડિયા ની બીજા નંબર ની ટેલિકોમ કંપની બની
રિલાયન્સ જીઓ ને લગભગ આજ થી દોઢ વર્ષ પહેલા લોન્ચ કરવા માં આવી હતી અને એટલા ટૂંકા સમય ની અંદર મુકેશ અંબાણી ની માલિકી વળી રિલાયન્સ જીઓ એ ભારતી એરટેલ ના યુઝર્સ બેઝ ને ઓવરટેક કરી લીધું છે અને હવે તે ઇન્ડિયા ની બીજા નંબર ની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે.
જીઓ ની પાસે આજ ની તારીખ માં 30.6 કરોડ નો સબસ્ક્રાઇબર્સ બેઝ છે જયારે એરટેલ પાસે 28.4 કરોડ નો સબસ્ક્રાઈબર બેઝ અને અને સૌથી વધુ વોડાફોન આઈડિયા પાસે સબસ્ક્રાઇબર્સ છે તેઓ એ પોતાના સબસ્ક્રાઇબર્સ ના આંકડા ને જાહેર કરતા જણવ્યું હતું કે, તેમની પાસે 38.7 કરોડ નો સબસ્ક્રાઇબર્સ બેઝ છે. અને તેવું એ લોકો એ ડિસેમ્બર 2018 ની અંદર જાહેર કર્યું હતું.
એરટેલ ના આંકડા ને કંપની ના સ્પોક્સ પર્સન દ્વારા કન્ફ્રર્મ પણ કરવા માં આવ્યા હતા.
અને ઇન્ડસ્ટ્રી ના એક નિષ્ણાંત દ્વારા જણાવવા માં આવ્યું હતું કે જે પ્રકારે જીઓ આગળ વધી રહ્યું છે અને જો તે આવી જ રીતે આગળ વધ્યા કરશે તો આવનારા વર્ષો ની અંદર તે વોડાફોન આઈડિયા ના આંકડા ને પણ પર કરી શકે છે. અત્યારે ઇન્ડિયા ના ટેલિકોમ માર્કેટ ની અંદર જેટલા પણ ત્રણ પ્રાઇવેટ પ્લેયર્સ છે તેમાંથી વોડાફોન સૌથી નબળું છે, અને એવું પણ બની શકે છે કે આવનારા ત્રણ થી ચાર ક્વાર્ટર ની અંદર જ જીઓ વોડાફોન આઈડિયા ને પણ પાછળ છોડી શેક છે. તેવું નિષ્ણાંત નું કહેવું હતું.
સુનિલ મિત્તલ ના ભારતી એરટેલ માટે આ નુકસાન ખુબ જ મોટું હતું કેમ કે તેઓ ની કંપની એ લગભગ 2 દાયકા સુધી આ માર્કેટ પર રાજ કર્યું હતું અને તેઓ અગ્રણી પણ ગણવા માં આવતા હતા અને તેઓ ગયા વર્ષે ના માધ્ય સુધી પ્રથમ સ્થાન પર હતા અને ત્યાર બાદ તેઓ ધીમે ધીમે બહાર નીકળતા ગયા હતા જેમ જેમ વોડાફોન આઈડ્યા ભેગા થતા ગયા.
સપ્ટેમ્બર 2016 માં સેવાઓ શરૂ કર્યા પછી જિયોના વ્યવસાયમાં ઉષ્ણકટિબંધીય વૃદ્ધિને મફત વૉઇસ કૉલ સુવિધા સાથે કંપની લોન્ચ કરવામાં આવતી કામગીરી સાથે આક્રમક અને ગંદકી-સસ્તા ગ્રાહક ટેરિફ યોજનાઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
કન્સલ્ટન્સી કંપની ફિનએક્સપ્રોસના સીઇઓ મોહન શુક્લાએ જણાવ્યું હતું કે, જિઓનું નોંધપાત્ર વિકાસ અભૂતપૂર્વ છે અને કંપની આક્રમક અને નવીન ટેરિફ યોજનાઓ દ્વારા ગ્રાહક સંપાદન સ્થાન પર પ્રભુત્વ મેળવવાની અપેક્ષા રાખે છે, જેમાં સામગ્રી પેકેજોની બંડલનો સમાવેશ થાય છે.
જીઓ ખુબજ ઝડપ થી નવા સબસ્ક્રાઇબર્સ ને પોતાની સાથે જોડી રહ્યું છે ત્યારે વોડાફોન આઈડિયા અને એરટેલ પોતાના લો પેઈંગ યુઝર્સ ને કઈ રીતે સાચવવા તેની અંદર જ પડ્યા છે. અને જેપી મોર્ગન ના એક રિપોર્ટ અનુસાર રિલાયન્સ જીઓ દ્વારા જાન્યુઆરી 2019 થી માર્ચ 2019 ની વચ્ચે ના સમય માં 2.7 કરોડ નવા સબસ્ક્રાઇબર્સ ને જોડવા માં આવ્યા છે. અને તેઓએ 2018 ની અંદર કુલ 12 કરોડ નવા સબસ્ક્રાઇબર્સ ને જોડ્યા છે.
અને અહીં અગત્ય ની વાત એ છે કે કંપની હજુ પણ માર્કેટ ની અંદર ડેટા સ્પેસ ની અંદર પોતાના 4જી બિઝનેસ ની સાથે રાજ કરી જ રહી છે, અને તેઓ પોતાના એકદમ સસ્તા ટેરિફ ની સાથે તેની અંદર હજી વધુ નવા ગ્રાહકો ને પોતાની સાથે શામેલ કરી જ રહી છે. અને જેએમ ફાઇનાન્શિયલ દ્વારા એક રિપોર્ટ ને લોન્ચ કરવા માં આવ્યા હતો જેની અંદર જણાવવા માં આવ્યું હતું કે જો જીઓ ના સબસ્ક્રાઇબર્સ ની અંદર ઘટાડો નહીં થાય તો વર્ષ 2019-20 ની અંદર પણ તેના ના ટેરિફ પ્લાન ની કિંમત માં વધારો નહીં કરવા માં આવે.
અને જે રીતે રિલાયન્સ જીઓ એ મુકેશ અંબાણી ની આગેવાની હેઠળ ઇન્ડિયા ની ટેલિકોમ માર્કેટ ની અંદર એન્ટ્રી લીધી છે તેના કારણે તેઓએ મોબાઈલ અને ટેલિકોમ ઇન્ડસ્ટ્રી ના ફાઇનૅન્શિયલ પાયાઓ ને ધૂર્જવી નાખ્યા હતા. એરટેલ કે જેમણે જીઓ પર પ્રહાર કરતા જાવાયું હતું કે તેઓએ માર્કેટ શેર ને હાંસેલ કરવા માટે આટલી ઓછી કિંમત રાખી છે તેઓ એ પણ આ વખતે લોસ ની અંદર બિઝનેસ કરવો અડ્યો હતો, અને વોડાફોન ઇન્ડિયા અને આઈડિયા દ્વારા ઓછી કિંમત આપવા માટે ઘણા બધા પાપડ શેકવા પડ્યા હતા.
અને ડિસેમ્બર ક્વાર્ટર ની અંદર જીઓ એ પોતાના ઓપરેશન ની અંદર પ્રોફિટ કર્યો હતો અને માત્ર તેટલું જ નહીં પરંતુ પોતાની બીજી બધી સર્વિસ ની અંદર તેઓ એ બીજી બધી કંપનીઓ કરતા વધુ સમાયોજિત કુલ આવક (એજીઆર) મેળવ્યો હતો. જીઓ ના એજીઆર ની કિંમત જયારે રૂ. 9,482 કરોડ હતી ત્યારે વોડાફોન આઈડિયા રૂ. 7224 કરોડ પર હતું અને એરટેલ રૂ. 6440 કરોડ પર હતું. આવું ટેલિકોમ રેગ્યુલેટર રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું.
મુકેશ અંબાણીએ પોતાના ધ્યેય ને શરૂઆત ની અંદર જ જણાવ્યું હતું કે તેઓ નો ધ્યેય માત્ર એક સામાન્ય ટેલિકોમ કંપની બનાવવા નો નથી પરંતુ એક આખી ડિજિટલ ઇકો સિસ્ટમ ઉભી કરવા નો છે, કે જે પોતાના યુઝર્સે ને માત્ર હાઈસ્પીડ ઇનરનેટ ડેટા જ નહીં પરંતુ, બીજા બધા એરિયા જેવા કે, સમાચાર અને મનોરંજન સામગ્રી, મૂવીઝ, સંગીત, ચેટ અને નાણાકીય વ્યવહારો ની નાદર પણ તેના વિષે જાણવા અને જોવા માં પણ મદદ કરી શકે.
ઇન્ટરનેટ ગ્રાહકોને ખરીદવાના સંદર્ભમાં જિઓ સૌથી મજબૂત છે, ખાસ કરીને જ્યારે તે તેની સેવાઓ સાથે જોડાયેલા મોબાઇલ હેન્ડસેટ્સ પણ પ્રદાન કરે છે. 2018 માં, જિયોએ નવા 4 જી ગ્રાહકોના 60% હિસ્સાને કબજે કર્યા, અને ડિસેમ્બર 4, 2018 ના અંત સુધીમાં 65% ઉદ્યોગના 4 જી ગ્રાહકો માટે જવાબદાર હતા. આગળ, તે 2018 માં 4 જી ડેટા ટ્રાફિકના 70% અને કુલ ડેટા ટ્રાફિકના 61% જેટલા હતા.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190