Just In
- 1 day ago
એરટેલ, જીઓ અને વીઆઈ દ્વારા ઓફર કરવા માં આવતા બેસ્ટ 3જીબી દરરોજ ડેટા પ્લાન વિષે જાણો
- 2 days ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 8 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 16 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
રિલાયન્સ જિયો પાસે આ ગીગા ફાઇબર ગ્રાહકો માટે ખાસ સરપ્રાઈઝ હોઈ શકે છે
Jio ફાઈબર પ્રિવ્યુ ના ગ્રાહકો માટે રિલાયન્સ જીઓ પાસે એક ખાસ સરપ્રાઈઝ હોઈ શકે છે. અમુક સૂત્ર પરથી એવું જાણવા મળી રહ્યું છે કે કંપની આ ગ્રાહકોને પ્રથમ બે મહિના માટે jio ફાઇબર ની સર્વિસ સંપૂર્ણ ફ્રી આપી શકે છે. તેનો અર્થ એ થાય છે કે રિલાયન્સ જીઓ દ્વારા છે પાંચમી સપ્ટેમ્બર થી નવું ફાઈબર ટુ હોમ ટેકનોલોજી સર્વિસ આપવામાં આવી રહી છે તેના માટે આ ગ્રાહકોએ પ્રથમ બે મહિના માટે કોઈ પૈસા ચૂકવવા નહીં પડે. અને આ ગ્રાહકોએ છે સિક્યુરિટી ડિપોઝિટ તરીકે રૂપિયા 2500 ફર્યા છે તેનું પણ રિફંડ લઇ શકશે તેના પર કોઇ પણ સમયની મર્યાદા રાખવામાં આવશે નહીં.

અને સૂત્રો પરથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે જ્યારે સપ્ટેમ્બર પાંચથી આ સર્વિસને કોમર્શિયલ લોન્ચ કરી દેવામાં આવશે ત્યારબાદ ગ્રાહકોએ રિફંડેબલ ડીપોઝીટ તરીકે રૂપિયા 500 ભરવાના રહેશે અને ત્યારબાદ ઇન્સ્ટોલેશન ચાર્જીસ રૂપિયા 1000 ભરવા ના રહેશે.
કંપની દ્વારા ગયા વર્ષે ૫મી જુલાઇના રોજ jio ફાઇબર સર્વિસની જાહેરાત કરવામાં આવી હતી અને બ્રોડબેન્ડ સર્વિસ માટેના રજીસ્ટ્રેશન 15 મી ઓગસ્ટ ગયા વર્ષે શરૂ કરી દેવામાં આવ્યા હતા. અને આ સર્વિસ ના કોમર્શિયલ roll-out અને કંપની દ્વારા તેમની ૪૨મી એન્યુઅલ જનરલ મિટિંગ ની અંદર ગયા મહિને જાહેરાત કરવામાં આવી હતી.
અને માત્ર એટલું જ નહીં પરંતુ કંપની દ્વારા તેમની 42મી એન્યુઅલ જનરલ મીટીંગ ની અંદર તેમના જીઓ સર્વિસ વિશે બીજી પણ ઘણી બધી વિગતો આપવામાં આવી હતી જેની અંદર તેની કિંમત નો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો reliance jio gigafiber plan રૂપિયા 700 થી રૂપિયા 10,000 દર મહિનાની વચ્ચે રાખવામાં આવ્યા છે. અને તેની સાથે સબ્સ્ક્રાઇબર્સ ને ફ્રી વોઇસ કોલ અને લેન્ડલાઈન ની સુવિધા પણ આપવામાં આવશે. અને માત્ર એટલું જ નહીં પરંતુ jio ફાઇબર દ્વારા વેલકમ પ્લાન ની અંદર ગ્રાહકોને ફોર કે એલઇડી ટીવી અને ફોર કેસેટ ઓફ પણ ફ્રીમાં આપવામાં આવશે. અને jio દ્વારા તે પણ જાહેરાત કરવામાં આવી હતી કે અમુક પ્રીમિયમ ગ્રાહકોને ઘણા બધા મુવીઝ જે દિવસે રિલીઝ કરવામાં આવે છે તે જ દિવસે જોઈ શકશે.
જો કે રિલાયન્સ જિયો દ્વારા તેમની આ બ્રોડબેન્ડ સર્વિસ ના સંપૂર્ણ પ્લાન અને તેના ટેરિફ શું હશે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. તે બધી જ વિગતો માઈ જીયો એપ અને jio.com પર 5 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ કરી દેવામાં આવશે. અને જો સ્પીડ ની વાત કરવામાં આવે તો jio ફાઇબર સર્વિસ ની અંદર ગ્રાહકોને સો એમબીપીએસ લઈ અને 1gbps સુધીની સ્પીડ આપવામાં આવશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190