Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Reliance Jioની ધમાકેદાર દિવાળી ગિફ્ટ, આખું વર્ષ 5G ડેટા ફ્રી મેળવવાની તક
Reliance Jio Diwali Gift: જો તમે પણ રિલાયન્સ જીયોનું સિમ યુઝ કરો છો, તો તમારા માટે આ ધનતેરસે સારા સમાચાર આવ્યા છે. કંપની પોતાના ગ્રાહકો માટે એક ધમાકેદાર ઓફર લઈને આવી છે. આ ઓફર અંતર્ગત યુઝર્સને આખું વર્ષ ફ્રી ઈન્ટરનેટ યુઝ કરવા મળી શકે છે. જો કે, જીયોની આ ઓફર એ લોકો માટે વધારે ફાયદાકારક છે, જેમને વધારે ડેટા યુઝ કરવાની જરૂર પડે છે.

જીયોની આ દિવાળી ધમાકા ઓફર તમને આખું વર્ષ હાઈ સ્પીડ 5જી ડેટા ઓફર કરે છે. કંપનીએ ખાસ કરીને પોતાના ગ્રાહકો માટે ફેસ્ટિવલ સિઝનને વધુ સ્પેશિયલ બનાવવા આ ઓફર લોન્ચ કરી છે. જો કે, આ ઓફરનો લાભ લેવો હોય તો ખાસ ધ્યાન રાખો કે ઓફર 3 નવેમ્બર સુધી જ વેલિડ છે. 3 નવેમ્બર બાદ આ ઓફરનો લાભ લઈ શકાશે નહીં. તો, ચાલો જાણી લઈએ આ ઓફરની ડિટેઈલ્સ
આ રીતે મળશે આખું વર્ષ ફ્રી ડેટા
યુઝર્સે આખા વર્ષનું ફ્રી ઈન્ટરનેટ મેળવવા માટે રિલાયન્સ ડિજિટલ અથવા તો MyJio સ્ટોર પરથી 20 હજાર રૂપિયા કે તેનાથી વધારેની કિંમતનું શોપિંગ કરવાનું છે. આ શરત પૂરી કરતા જ ગ્રાહકોને એક વર્ષ માટે એટલે કે નેકસ્ટ 12 મહિના માટે એકદમ ફ્રી ઈન્ટરનેટનો ઉપયોગ કરવા મળશે.
જો કે, આ ઓફર માત્ર 3 નવેમ્બર સુધી અવેલેબલ છે. જો તમને વધારે ઈન્ટરનેટની જરૂર પડે છે, તો 3 નવેમ્બર પહેલા તમારે આ ઓફરનો લાભ લઈ લેવો જોઈએ. આ ઉપરાંત જીયો પોતાના એર ફાઈબર પ્લાન માટે પણ એક ખાસ ઓફર લઈને આવી છે. દિવાળી ધમાકા ઓફર અંતર્ગત ગ્રાહકોને 2,222 રૂપિયામાં લગભગ 3 મહિના માટે જીયો એર ફાઈબર સર્વિસનો લાભ મળી શકે છે.
જીયોની આ દિવાળી ઓફર અંતરગ્ત કંપની પોતાના એર ફાઈબર યુઝ્સને નવેમ્બર 2024 અને ઓક્ટોબર 2025 વચ્ચે રિચાર્જ કરવા માટે 12 એડવાન્સ કૂપન આપી રહી છે. જે એક્ટિવ જીયો ફાઈબર પ્લાન જેટલી જ મહત્વની છે. આ કૂપન્સ તમે MyJio એપ, રિલાયન્સ ડિજિટલ, જીયો પોઈન્ટ કે પછી જીયો માર્ટ ડિજિટલ એક્સલૂઝિવ સ્ટોર પર રીડિમ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications