રિલાયન્સ જીઓ સેલિબ્રશન પેક દરરોજ ના 2જીબી એક્સટ્રા ડેટા મેળવવા ની છેલ્લી તક

|

રિલાયન્સ જીઓ સેલિબ્રેશન પેક અમુક યુઝર્સ માટે 30મી નવેમ્બર સુધી એક્સટેન્ડ કરવા માં આવ્યું છે, આ 5 દિવસ ની વેલિડિટી સાથે દરરોજ ના 2જીબી ફ્રી ડેટા સાથે આવે છે. જોકે આ પેક બધા લોકો માટે ઉપલબ્ધ નથી અને માત્ર સિલેક્ટેડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ રાખવા માં આવેલ છે. તમે તે જ વસ્તુ ને માય જીઓ એપ પર ચેક પણ કરી શકો છો.

રિલાયન્સ જીઓ સેલિબ્રશન પેક દરરોજ ના 2જીબી એક્સટ્રા ડેટા મેળવવા ની છેલ્

રિલાયન્સ જીઓ એ પહેલી વખત સપ્ટેમ્બર મહિના માં ઇન્ડિયા ના ટેલિકોમ માર્કેટ ની અંદર પોતાની 2જી વર્ષગાંઠ ઉજવવા માટે લોન્ચ કર્યું હતું. અને કંપની એ તેની પહેલા કેડબરી સાથે પણ ભાગીદારી કરી હતી જેના દ્વારા તેઓ દરેક કેડબરી ડેરીમિલ્ક ચોકલેટ ની ખરીદી પર 1જીબી ડેટા ફ્રી આપી રહ્યા હતા. આની પહેલા રિલાયન્સ જીઓ ના પ્રીપેડ ગ્રાહકો ને ગિફ્ટ તરીકે દરરોજ ના 2જીબી ડેટા 4 દિવસ માટે આપવા માં આવતા હતા. આ ઓફર ને સપ્ટેમ્બર 30 સુધી રાખવા માં આવી હતી જેને હવે અમુક યુઝર્સ માટે 30મી નવેમ્બર સુધી વધારવા માં આવી છે.

અને આ બધા ની વચ્ચે રિલાયન્સ જીઓ એ પોતાની દિવાળી ની ઓફર લોન્ચ કરી હતી જેની અંદર તેઓ 100%કેશબેક ઓફર કરી રહ્યા હતા. અને આ નવા ટેરિફ પ્લાન ની અંદર જીઓ પોતાના યુઝર્સ ને ઘણા બધા ટેરિફ પ્લાન પર 100%કેશબેક ઓફર કરી રહ્યા છે.

અને કંપની દ્વારા જે નવી ઓફર્સ ને લોન્ચ કરવા માં આવી છે તે 30મી નવેમ્બર 2018 સુધી જ સીમિત રાખવા માં આવેલ છે, જોકે યુઝર્સ ને જે કૂપન્સ આપવા માં આવ્યા છે તે 31મી ડિસેમ્બર 2018 સુધી માન્ય રહેશે. અને જેઓ આ પ્લાન માટે ગયા છે તેમને કુપન ના સ્વરૂપ માં કેશબેક આપવા માં આવશે. રૂ. 1699 ના રિચાર્જ માટે યુઝર્સ ને ત્રણ રૂ. 500 અને એક રૂ. 200 નું કુપન આપવા માં આવશે. અને યુઝર્સ આ કુપન ને કોઈ પણ રિલાયન્સ ડિજિટલ અથવા રિલાયન્સ એક્સપ્રેસ મીની સ્ટોર પર રૂ. 5000 ની મિનિમમ ખીરીદી પર રીડીમ કરી શકે છે.

આ ઓફર ના ભાગ રૂપે કંપની એ એક લાંબી વેલિડિટી સાથે નવા પ્લાન લોન્ચ કર્યા છે. કંપની એ રૂ. 1699 નો પ્લાન લોન્ચ કર્યો છે જેની વેલિડિટી એક વર્ષ ની આપવા માં આવે છે. આ નવા પ્લાન ની અંદર યુઝર્સ ને કોઈ એફ્યુપી લિમિટ વિના લોકલ અને એસટીડી કોલ ની સુવિધા અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવશે.

આ પ્લાન ની વેલિડિટી 365 દિવસ ની રાખવા માં આવી છે અને અને તેની અંદર યુઝર્સ ને 547.5જીબી ડેટા આપવા માં આવેલ છે. અને આ ડેટા ની અંદર દરરોજ ના 1.5જીબી ની કેપ આપવા માં આવી છે. અને કોઈ સન્જોગો માં જયારે યુઝર્સ તેની દરરોજ ની ડેટા લિમિટ ને ક્રોસ કરી જાય છે ત્યારે તેમની સ્પીડ ઘટી અને 64કેબીપીએસ ની થઇ જશે. અને ડેટા અને કોલિંગ ના લાભો ની સાથે સાથે યુઝર્સ ને જીઓ એપ સ્યુટ નું એક્સેસ પણ આપવા માં આવશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio ‘celebrations pack’: Here’s your last chance to get 2GB extra free daily data

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X