જીઓ ગુજરાતની અંદર સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર્સ બની ચૂક્યું છે

By Gizbot Bureau
|

સાડા ચાર વર્ષ જેવા ખૂબ જ ઓછા સમયગાળાની અંદર ટેલિકોમ ઓપરેટર્સ રિલાયન્સ જિયોએ ગુજરાતની અંદર સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતું ટેલિકોમ ઓપરેટર બની ચૂક્યું છે.

જીઓ ગુજરાતની અંદર સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર્સ બની ચૂક્યું છે

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના જણાવ્યા અનુસાર વર્ષ 2020 ડિસેમ્બર ની અંદર રિલાયન્સ જીઓ દ્વારા ૩.૩૬ લાખ મોબાઈલ નંબર ને પોતાની સાથે જોડવામાં આવ્યા હતા અને તેની સાથે જ રિલાયન્સ જીઓ નું કુલ સબ્સ્ક્રાઇબર્સ ૨.૫૪ કરોડ બની ચૂક્યા હતા જેની સાથે તેઓ ગુજરાતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર્સ બની ચૂક્યા છે.

જીઓ દ્વારા પોતાની સર્વિસની શરૂઆત સપ્ટેમ્બર 2016 ની અંદર કરવામાં આવી હતી. અને વર્ષ 2020 ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાતની અંદર પ્રથમ નંબર પર પોતાનું સ્થાન હાંસલ કરવામાં આવ્યું છે. અને ટેલિકોમ રેગ્યુલેટરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે વોડાફોન આઈડિયા દ્વારા ૧.૬૨ લાખ સબ્સ્ક્રાઇબર્સ અને ગુમાવવામાં આવ્યા છે અને હવે તેઓ ગુજરાતની અંદર ૨.૫ કરોડ યુઝર્સની સાથે બીજા ક્રમાંક પર છે.

અને ગુજરાતની અંદર જીઓ એ પ્રથમ સૌથી મોટું રેવન્યુ જનરેટ ઓપરેટર બન્યું છે કે જેઓનું ૪૫ ટકા રેવન્યુ માર્કેટ શેર છે. અને હવે તેઓ ગુજરાતની અંદર સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર પણ સૌથી વધુ ગ્રાહકોની સાથે બની ચૂક્યા છે અને તેઓનો માર્કેટ છે હવે 37.51 ટકા થઇ ચૂક્યો છે.

જીઓ સિવાય ગુજરાતની અંદર ડિસેમ્બર 2020 ની અંદર માત્ર એરટેલ દ્વારા ૨.૫૫ લાખ સબ્સ્ક્રાઇબર્સ નો ગ્રોથ જોવામાં આવ્યો છે કે જે એક માત્ર પોઝિટીવ ગ્રોથ છે. અને તેની સાથે એરટેલ આજે કુલ 1.14 કરોડ યુઝર્સ ધરાવે છે અને એરટેલનો ગુજરાતની અંદર માર્કેટ શેર ૧૬.૮ ટકાનો છે.

બીએસએનએલ દ્વારા ગુજરાતની અંદર 2.2 લાખ સબ્સ્ક્રાઇબર્સ અને ગુમાવવામાં આવ્યા છે અને કંપનીનો ગુજરાતની અંદર માર્કેટ શેર 58.91 લાખ ની સાથે 8.69 ટકાનો થઇ ચૂક્યો છે.

ગુજરાતની અંદર નવા મોબાઈલ નંબર નું જોડાણ 2.0 લાખ લોકોનું થયું હતું જેને કારણે ડિસેમ્બર 2020 ની અંદર કુલ ૬.૧૩ કરોડ લોકો પાસે મોબાઇલ નંબર હતા. અને જીઓ અને વોડાફોન આઈડિયા ભેગા મળી અને ગુજરાતની અંદર 74.42 ટકા નો માર્કેટ શેર ધરાવે છે.

અને જો આખા ભારતની અંદર પણ વાત કરવામાં આવે તો માત્ર એરટેલ અને જીઓ દ્વારા ડિસેમ્બર મહિનાની અંદર નવા ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવામાં આવ્યા હતા. જેની અંદર એરટેલ દ્વારા ૪૦ લાખ કરતાં પણ વધુ લોકોને પોતાની સાથે જોડવામાં આવ્યા હતા જ્યારે રિલાયન્સ જીઓ દ્વારા 4.78 લાખ નવા ગ્રાહકોને પોતાની સાથે જોડવામાં આવ્યા હતા.

જો કે આખા ભારતની અંદર વોડાફોન આઈડિયા બીએસએનએલ અને એમટીએનએલ દ્વારા પોતાના ઘણા બધા ગ્રાહકોને ગુમાવવામાં આવ્યા હતા જેને કારણે આખા ભારતની અંદર સબસ્ક્રાઈબર ની અંદર મોટો ઘટાડો જોવામાં આવ્યો હતો.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Biggest Telco In Gujarat: Details

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X