રિલાયન્સ જિયો, એરટેલ, વોડાફોન, આઈડિયા: ટેરિફ લડાઈ

Posted By: anuj prajapati

આ વાતમાં કોઈ જ શંકા નથી કે ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિયો આવતાની સાથે જ બીજી કંપનીઓમાં હડકંપ મચી ગયો છે. કંપનીની હેપી ન્યુ યર ઓફર 31 માર્ચે પુરી થવા જઈ રહી છે. જેના કારણે યુઝરે ડેટા સર્વિસના પૈસા આપવા પડશે, જયારે વોઇસ કોલ તો લાઈફટાઈમ માટે ફ્રી જ કરવામાં આવ્યા છે.

રિલાયન્સ જિયો, એરટેલ, વોડાફોન, આઈડિયા: ટેરિફ લડાઈ

કંપની ઘ્વારા તેમના સબસ્કાઇબર માટે નવી ઓફર પ્રાઈમ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવી છે. આ નવા પ્લાનમાં જિયો યુઝરે 99 રૂપિયા સબ્સ્ક્રિપશન ચાર્જ આપવો પડશે અને દર મહિને 303 રૂપિયામાં તમે ફુલ 4જી સર્વિસનો ઉપયોગ કરી શકો છો.

રિલાયન્સ જિયો પ્રીપેડ પ્લાનમાં તમને શુ મળશે?

રિલાયન્સ જિયો પ્રીપેડ પ્લાનમાં તમને શુ મળશે?

પ્રાઈમ પ્રોગ્રામ 19 રૂપિયાથી શરૂ થાય છે. જેમાં યુઝરને એક દિવસ માટે 200 એમબી 4જી ડેટા આપવામાં આવે છે. જયારે નોન પ્રાઈમ મેમ્બરને 100 એમબી ડેટા એક દિવસ માટે આપવામાં આવશે.

49 રૂપિયામાં પ્રાઈમ મેમ્બર 600 એમબી ડેટા ત્રણ દિવસ માટે મેળવી શકશે. જયારે નોન પ્રાઈમ મેમ્બરને ત્રણ દિવસ માટે 300 એમબી ડેટા આપવામાં આવશે. 96 રૂપિયાના પ્લાનમાં પ્રાઈમ મેમ્બર 7 જીબી ડેટા, જેમાં રોજ 1 જીબી ડેટા મેળવી શકશે. જયારે નોન પ્રાઈમ મેમ્બરને 0.6 જીબી ડેટા આપવામાં આવશે.

149 રૂપિયામાં પ્રાઈમ મેમ્બરને અનલિમિટેડ વોઇસ કોલ અને 2જીબી 4જી ડેટા એક મહિના સુધી આપવામાં આવશે. જયારે નોન પ્રાઈમ મેમ્બરને 1 જીબી ડેટા આપવામાં આવશે. 303 રૂપિયાના પ્લાનમાં પ્રાઈમ મેમ્બરને મહિનામાં 28 જીબી ડેટા આપવામાં આવશે.

499 રૂપિયાના સબસ્ક્રાઈબર પ્લાનમાં પ્રાઈમ મેમ્બરને 60 જીબી 4જી ડેટા આપવામાં આવશે. જેમાં રોજ 2 જીબી ડેટા લિમિટ રાખવામાં આવી છે, સાથે સાથે અનલિમિટેડ વોઇસ કોલ પણ આપવામાં આવશે. જયારે નોન પ્રાઈમ મેમ્બરને 5જીબી ડેટા 28 દિવસ માટે આપવામાં આવ્યા છે.

વોડાફોન રીકનેક્ટ પ્રોગ્રામ લોન્ચ, 1000 મહિલાઓને જોબ ઓફર

રિલાયન્સ જિયો પોસ્ટપેડ પ્લાનમાં શુ મળશે?

રિલાયન્સ જિયો પોસ્ટપેડ પ્લાનમાં શુ મળશે?

303 રૂપિયાના પ્લાનમાં પ્રાઈમ મેમ્બરને અનલિમિટેડ ડેટા જેમાં 28 જીબી ડેટા 4જી સ્પીડ સાથે આપવામાં આવશે. જયારે નોન પ્રાઈમ મેમ્બરને આ પ્લાનમાં 2.5 જીબી ડેટા આપવામાં આવશે. 499 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ ડેટા આપવામાં આવશે. જેમાં 56 જીબી ડેટા 4જી સ્પીડ સાથે આપવામાં આવશે. જયારે નોન પ્રાઈમ મેમ્બરને 5 જીબી ડેટા આપવામાં આવશે.

999 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ ડેટા આપવામાં આવશે, જેમાં 60 જીબી ડેટા 4જી સ્પીડ સાથે આપવામાં આવશે. જયારે નોન પ્રાઈમ મેમ્બરને 12.5 જીબી ડેટા આપવામાં આવશે. કંપની ઘ્વારા બુસ્ટર પેક પણ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં યુઝરને ડેટા વપરાઈ જાય તો બુસ્ટર પેકનો ઉપયોગ કરી તે ફરીથી ડેટા પેક ઉપયોગ કરી શકે છે.

એરટેલ

એરટેલ

એરટેલ 1495 રૂપિયામાં ત્રણ મહિના માટે 30 જીબી 4જી ડેટા આપી રહ્યું છે અને પોસ્ટપેડ યુઝર બધા જ ઇન્ફિનિટી પ્લાનમાં દર મહિને 3 જીબી ડેટા મેળવી શકશે. 549 રૂપિયાના ઇન્ફિનિટી પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને 6 જીબી ડેટા મહિને જેમાં 3 જીબી ફ્રી ડેટા પ્લાનનો પણ સમાવેશ થાય છે.

વોડાફોન

વોડાફોન

વોડાફોન ઘ્વારા હાલમાં જ આદિત્ય બિરલા ગ્રુપ સાથે જોડાણ કરવામાં આવ્યા છે. જો વોડાફોન ટેરિફ પ્લાન વિશે વાત કરવામાં આવે તો 349 રૂપિયામાં અનલિમિટેડ વોઇસ કોલ અને મહિને 6 જીબી ડેટા આપવામાં આવ્યા છે.

કંપની ઘ્વારા નવું ઓફર પણ આપવામાં આવી રહ્યું છે. જેમાં જેમાં યુઝરને 4 જીબી ડેટા 28 દિવસની વેલિડિટી સાથે મળે છે. જયારે તમે 999 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તેમાં તમે 22 જીબી ડેટા આપવામાં આવે છે.

આઈડિયા

આઈડિયા

આઈડિયા તમને 348 રૂપિયામાં મહિને 1 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ સુવિધા આપે છે. જો કોઈ તમને લેટેસ્ટ 4જી હેન્ડસેટ ઘ્વારા આ પેક રિચાર્જ કરાવે છે, તેમને વધારાના 3 જીબી ડેટા 28 દિવસ માટે આપવામાં આવે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
There is no doubt that ever since Reliance Jio announced its tariff plan, incumbents telecom players are trying to cope up with the situation. However, the company's 'Happy New Offer' is going to end on March 31, which means, from April 1, users will have to pay for the data services, while the voice call will remain free for lifetime.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot