Reliance AGM 2022: Jio 5Gની થઈ જાહેરાત, આ મહિનામાં શરૂ થશે સર્વિસ

By Gizbot Bureau
|

Reliance પોતાની વાર્ષિક સામાન્ય સભામાં જીયો 5જી સર્વિસની જાહેરાત કરી દીધી છે. મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની 45મી સામાન્ય સભાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી હતી. આ સામાન્ય સભામાં જીયો 5જી અંગે મહત્વની જાહેરાતો કરવામાં આવી.

Reliance AGM 2022: Jio 5Gની થઈ જાહેરાત, આ મહિનામાં શરૂ થશે સર્વિસ

મુકેશ અંબાણીએ કહ્યું કે બ્રોડબેન્ડની સ્પીડ પણ પહેલા કરતા વધારવામાં આવશે. કંપનીએ જીયો 5જી ફિક્સ્ડ બ્રોડબેન્ડ લાઈનની પણ જાહેરાત કરી છે. દાવો કરવામાં આવ્યો છે કે રિલાયન્સ ઓછી કિંમતે 5જી બ્રોડબેન્ડ સર્વિસ આપશે. સાથે જ તેની જોડે કનેક્ટેડ સોલ્યુશન પણ આપવામાં આવશે. કંપનીએ કહ્યું કે આ સેવા દ્વારા 100 મિલિયન ઘરને કનેક્ટ કરવામાં આવશે.

સ્ટેન્ડ અલોન સર્વિસ હશે જીયો 5જી

મુકેશ અંબાણીએ એજીએમમાં કરેલી જાહેરાત મુજબ જીયોની 5જી સર્વિસ વિશ્વની સૌથી એડવાન્સ 5જી ટેક્નોલોજી હશે. આ સર્વિસ SA ટેક્નોલોજી બેઝ્ડ હશે. જીયોનું કહેવું છે કે કંપની લેટેસ્ટ વર્ઝનની 5જી સર્વિસ લઈને આવશે, જે સ્ટેન્ડઅલોન હશે. મુકેશ અંબાણીનો દાવો છે કે બીજી કંપનીઓ જૂના સોલ્યુશન યુઝ કરીને 5જી સર્વિસ લોન્ચ કરશે, જ્યારે જીયો સ્ટેન્ડઅલોન 5જી સર્વિસનો ઉપયોગ કરશે.

મેટ્રોસિટીમાંથી થશે શરૂઆત

રિલાયન્સ જીયો દેશમાં 5જી સર્વિસ શરૂ કરવા માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. દિવાળીની આસપાસ આ 5જી સર્વિસની શરૂઆત થશે. સૌથી પહેલા જીયોની 5જી સર્વિસ મેટ્રો સિટીમાં લોન્ચ થશે. 2023ના ડિસેમ્બર મહિના સુધીમાં દેશના દરેક શહેરમાં 5જી સર્વિસ શરૂ કરવાનો દાવો પણ રિલાયન્સ તરફથી કરવામાં આવ્યો છે. કંપની વાયર અને વાયરલેસ સર્વિસ દ્વારા આખા દેશમાં 5જી ડિપ્લોય કરશે.

આ ઉપરાંત રિલાયન્સ પ્રાઈવેટ એન્ટરપ્રાઈઝિસ માટે પ્રાઈવેટ નેટવર્ક સર્વિસ પણ આપશે. જીયોનો 5જી સર્વિસ રોલઆઉટ પ્લાન આખા વિશ્વનો સૌથી ઝડપી પ્લાન છે. એજીએમમાં આકાશ અંબાણીએ કહ્યું કે, નવી 5જી સર્વિસ શરૂ થયા પછી લોકોનો ઈન્ટરનેટ વાપરવાનો અંદાજ ખૂબ જ બદલાઈ જશે. જીયોની 5જી સર્વિસને કારણે ગેમિંગથી લઈને વીડિયો સ્ટ્રીમ કરવાનો અનુભવ બદલાઈ જશે. WiMaxની જેમ જ JioAirFiber પણ હશે. જે પર્સનલ હોટસ્પોટ તરીકે કામ કરશે. જેના દ્વારા યુઝર્સ 5જી બ્રોડબેન્ડ સર્વિસનો ઉપયોગ કરી શક્શે.

Jio AirFiber દ્વારા IPLની મેચ ઈન્ટરએક્ટિવ રીતે જોઈ શકાશે. એક સાથે મલ્ટીપલ કેમેરા એન્ગલથી મેચ તમે લાઈવ જોઈ શક્શો. એટલું જ નહીં, કયા એન્ગલથી મેચ જોવી છે, તે પણ યુઝર્સ જાતે નક્કી કરશે. કંપનીનો દાવો છે કે રિયલ મેચ જોવા કરતા યુઝર્સને આમાં વધારે મજા આવશે. આ સર્વિસ દ્વારા યુઝર્સ પોતાના મિત્રો સાથે પણ મેચ જોઈ શકે છે.

JioCloud PCની જાહેરાત

રિલાયન્સનું કહેવું છે કે યુઝર્સ જીયોનું Cloud PC યુઝ કરી શકે છે. આ હકીકતમાં એક ક્લાઉડ સ્પેસ છે, જેમાં સામાન્ય યુઝર્સથી લઈને કમર્શિયલ યુઝર્સ સ્પેસ ખરીદી શક્શે. જે રીતે AWS અને Azureની સર્વિસ ખરીદવામાં આ છે, તે જ તરીકે યુઝ્સ જીયો ક્લાઉડ પીસીમાં સ્પેસ ખરીદીને પોતાનો બિઝનેસ વધારી શક્શે.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance AGM 2022: 5G Network, New 5G Phones Announced

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X