રાજસ્થાન ના 5 ડીસ્ટ્રીકટ માં મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સેવા ને બંધ કરવા માં આવી

By Gizbot Bureau
|

રાજસ્થાન ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ને ધ્યાન માં રાખતા રાજસ્થાન સરકાર દ્વારા તેમના અમુક ડીસ્ટ્રીકટ ની અંદર મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ જેવી સુવિધા ને બંધ કરવા માં આવેલ છે. આ સેવાઓ ને સવાર ના 6 વાગ્યા થી સાંજ ના 6 વાગ્યા સુધી અજમેર, અલવાર, દાઉસા, ઝૂંઝૂં, અને જયપુર ડીસ્ટ્રીકટ ની અંદર બંધ કરવા માં આવેલ છે.

રાજસ્થાન ના 5 ડીસ્ટ્રીકટ માં મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સેવા ને બંધ

એડમિનિસ્ટ્રેશન દ્વારા તેમના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, આરઈઈટી પરીક્ષા બાદ, મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ, બલ્ક એસએમએસ અને એમએમએસ અને ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓ દ્વારા અન્ય સોશિયલ મીડિયા લેન્ડલાઈન, મોબાઈલ ફોન અને લેન્ડલાઈન બ્રોડબેન્ડના વોઈસ કોલ સિવાય 26 સપ્ટેમ્બરના રોજ સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી અજમેર જિલ્લામાં બંધ રહેશે.

આ પરીક્ષા રવિવાર ના રોજ 31,000 ટીચર ની ભરતી માટે યોજવા જય રહેલ છે. જેની અંદર 16 લાખ લોકો આ પરીક્ષા માટે હાજર થવા જય રહ્યા છે. અને આ પરીક્ષા ને આખા રાજસ્થાન ની અંદર 4000 અલગ અલહ સેન્ટર પર લેવા માં આવશે.

આ પરીક્ષા ને રાજસ્થાન ની અંદર લગભગ ત્રણ વર્ષ પછી યોજવા માં આવી રહી છે. રાજ્યમાં 200 સ્થળોએ 4,153 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાઓ યોજાશે. માત્ર જયપુર જિલ્લામાં, 2.52 લાખથી વધુ ઉમેદવારો 592 કેન્દ્રો પર પરીક્ષા આપશે.

રવિવાર ના રોજ રીટ એક્ષામ ના કેન્ડિડેટ માટે ફ્રી બસ સર્વિસ પણ રાખવા માં આવેલ છે

રીટ પરીક્ષા ની અંદર જે લોકો હાજર થવા ના છે તેઓ માટે સરકાર દ્વારા ફ્રી બસ ટ્રાવેલ ની સુવિધા પણ રાખવા માં આવેલ છે. અને સાથે સાથે તે પણ જણાવવા માં આવ્યું હતું કે જો કોઈ સરકારી અધિકારી દ્વારા આ પરીક્ષા ના પેપર ને લીક કરવા માં આવશે અથવા કોપી કરવા માં આવશે તો તેઓ ને તેમની સર્વિસ માંથી ડિસમિસ કરી દેવા માં આવશે.

એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરુવારે જણાવ્યું હતું કે, રિટ પરીક્ષા માં ઉપસ્થિત તમામ ઉમેદવારોને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે.

સાથે સાથે તેઓ એ વધુ માં જોડતા જણાવ્યું હતું કે જો કોઈ સરકારી ઓફિસર અથવા એમ્પ્લોઈ દ્વારા પેપર લીક, અથવા કોપી, અથવા ખોટી પ્રોક્ષી દ્વારા પેપર અપાવવું જેવા કામો કરતા પકડાશે તો તેઓ ને તેમની સર્વિસ માંથી ડિસમિસ કરી દેવા માં આવશે.

ઉપરાંત, જો ખાનગી શાળાના કર્મચારી કે શાળા સાથે સંકળાયેલ વ્યક્તિની સંડોવણી મળી આવે તો શાળાની માન્યતા કાયમી ધોરણે સમાપ્ત થવી જોઈએ, તેમ સીએમ અશોક ગેહલોત દ્વારા જણાવવા માં આવ્યું હતું.

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપસિંહ ખાચરિયાવાસ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, રાજ્ય ની બધી જ રોડવે બસ ને આ પરીક્ષા ના કેન્ડીડેટ્સ માટે ફ્રી માં ટ્રાવેલ કરવા ની અનુમતિ આપવા માં આવશે. અને તે ઉપરાંત બીજી પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પ્રાઇવેટ બસો ની પણ વ્યવસ્થા કરવા માં આવી રહી છે. અને તેમણે જણાવ્યું હતું કે આ બાબત પર જરૂરી ગાઈડ લાઇન્સ ટ્રાન્સપોર્ટ ઓફિસર્સ ને પહોંચાડી દેવા માં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
REET 2021 Gets Mobile Internet, SMS services Blocked In Rajasthan: All You Need To Know

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X