ગુરુગ્રમ ની અંદર રેડમી નોટ 7 પ્રો ની બેટરી ફાટી કંપની દ્વારા કારણ જણાવવામાં આવ્યું

By Gizbot Bureau
|

આપણા દેશની અંદર શાઓમી સ્માર્ટફોન એ ખૂબ જ પ્રખ્યાત છે. ભારતની અંદર ચાઈનીઝ સ્માર્ટફોન કંપની ના સ્માર્ટફોન અને ડિવાઇસ એટલા પ્રખ્યાત છે કે છેલ્લા 10 વર્ષની અંદર તે ભારતની પ્રથમ સ્માર્ટફોન બ્રાન્ડ બની રહ્યું છે. પરંતુ ભારતની અંદર તેમના પ્રથમ ક્રમાંક પર તેમને ઘણી બધી કોન્ટ્રોવર્સી નો સામનો પણ કરવો પડ્યો છે. અને તેમાંથી સૌથી મોટી કોન્ટ્રોવર્સી એ છે કે થોડા થોડા સમયે તેમના સ્માર્ટફોન પાડવા અથવા તેની અંદર આગ લાગવાના કિસ્સા આવતા રહેતા હોય છે. તાજેતરમાં આ પ્રકારનો એક અકસ્માત ગુરુગ્રામ ની અંદર થયો હતો જેની અંદર એક વ્યક્તિ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યું હતું કે તેમનું રેડમી નોટ 7 પ્રો સ્માર્ટફોન ફાટ્યો હતો.

ગુરુગ્રમ ની અંદર રેડમી નોટ 7 પ્રો ની બેટરી ફાટી કંપની દ્વારા કારણ જણાવ

હા એક ઓનલાઇન રિપોર્ટના જણાવ્યા અનુસાર ગુરુગ્રામ આધારિત વિકેશ કુમાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેમના ખીસ્સામાં રહેલા તેમના સ્માર્ટફોન પહેલાં ગરમી પકડાઈ હતી અને ત્યાર પછી તે ફાટ્યો હતો. તે વ્યક્તિ દ્વારા આ સ્માર્ટફોનને ડિસેમ્બર 2019 ની અંદર ખરીદવામાં આવ્યો હતો અને ત્યાર પછી તેમને હંમેશા પોતાના સ્માર્ટફોનને બ્રાન્ડેડ ચાર્જરની સાથે જ ચાર્જ કર્યો હતો જ્યારે આ અકસ્માતની અંદર તે વ્યક્તિને કોઈપણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી પરંતુ તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કંપનીના સર્વિસ સેન્ટર દ્વારા તેને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો.

રેડમી નોટ 7 પ્રો શા માટે ફાટ્યો

આ અકસ્માત શુક્રવારે સર્જાયો હતો અને તે વ્યક્તિ દ્વારા વધુમાં જોડતા જણાવવામાં આવ્યું હતું કે કંપનીના સર્વિસ સ્ટેશન દ્વારા સૌથી પહેલાં આ અકસ્માતને લઈ અને તેના પર આરોપ કરવામાં આવ્યો હતો. અને તેણે તે પણ જણાવ્યું હતું કે તેઓ આ યુનિટના રીપ્લેસમેન્ટ માટે તેની પાસેથી પૈસાની માગણી પણ કરી હતી. અને આ બાબત વિશે તે વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર હા આખો કિસ્સો લખવામાં આવ્યો હતો. તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે તે પોતાની કામ ની જગ્યા પર પહોંચ્યો હતો ત્યારે તેનો સ્માર્ટફોન ૯૦ ટકા ચાર્જ હતો. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે અચાનક સ્માર્ટફોન ખૂબ જ ગરમી પડવા લાગ્યો હતો ત્યાર પછી તેણે પોતાના સ્માર્ટફોનને ખિસ્સામાંથી બહાર કાઢી લીધો હતો.

ત્યારબાદ તે વ્યક્તિ વધુમાં જોડતા જણાવ્યું હતું કે તેમણે જ્યારે પોતાના સ્માર્ટફોનને ખિસ્સામાંથી બહાર કાઢ્યો હતો ત્યારે તરત જ તેમના સ્માર્ટફોન પરથી ધુમાડા નીકળી રહ્યા હતા. ત્યાર પછી તેમણે તુરંત જ પોતાના સ્માર્ટફોનને પોતાની નજીક રહેલી પોતાની બેગ પર ફેંકી દીધો હતો ત્યાર પછી તે સ્માર્ટ ફોનની અંદર આગ લાગી ગઈ હતી અને તેને કારણે તે બેગ પણ સળગી ગયું હતું.

ત્યાર પછી તે વ્યક્તિ દ્વારા શહેરના સર્વિસ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી કે જે જગ્યા પર આપ અકસ્માતને લઈ અને તેમના પર જ આરોપ લગાવવામાં આવ્યો હતો. અને જ્યારે તે વ્યક્તિ દ્વારા આરોપ સ્વીકારવા માટે ના પાડવામાં આવી હતી ત્યારે સર્વિસ સ્ટેશનના વ્યક્તિઓ દ્વારા તેમની પાસેથી આ સ્માર્ટફોનના રીપ્લેસમેન્ટ માટે ૫૦ ટકા કિંમત ની માંગણી કરવામાં આવી હતી.

આ બાબત વિશે કંપની દ્વારા જવાબ આપતા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે આ ડિવાઇસને સર્વિસ સ્ટેશન પર લઈ આવવામાં આવ્યો હતો ત્યારે પહેલાથી જ તેની અંદર ફિઝિકલ ડેમેજ થઈ ચૂક્યું હતું. પરંતુ હવે આ ઘટનાને લઇ અને ગ્રાહક સાથે સંપૂર્ણ રીતે સુરક્ષિત કરી લેવામાં આવી છે અને તેમને સંપૂર્ણ સેટઅપ એક્શન મળી રહે તેની પણ ખાતરી કરવામાં આવી છે અમે અમારા કસ્ટમર અને પૂરતું આસિસ્ટન્ટ મળી રહે તેના માટે પુરતી મહેનત કરતા હોઈએ છીએ એવું કંપની દ્વારા તેમના ઓફિશિયલ સ્ટેટમેન્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું.

આ પ્રકારના અકસ્માત સેમસંગ દ્વારા તેમના ગેલેક્સી નોટ સેવન ની અંદર ઘણા બધા જોવામાં આવ્યા હતા ત્યાર પછી સ્માર્ટફોનને લઇ અને તેની સુરક્ષા પર ઘણા બધા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. અને શાઓમી ના ઘણા બધા સ્માર્ટ ફોનની અંદર આ પ્રમાણે આગ લાગવાના કિસ્સા આવતા રહેતા હોય છે.

જેની અંદર મોટાભાગના કિસ્સાઓ ની અંદર અન ઓથોરાઈઝડ સર્વિસ સ્ટેશનની અંદર સ્માર્ટફોનને લઈ જવાથી અથવા તેની અંદર કોઇ ફિઝિકલ ડેમેજ પહોંચવાથી આ પ્રકારના કિસ્સા સામે આવતા હોય છે તમારા સ્માર્ટફોનની સાથે આ પ્રકારનું કોઈ પણ અકસ્માત ન થાય તે માટે તેની અંદર હંમેશા કંપનીના ઓફિશિયલ ચાર્જરનો ઉપયોગ કરવો અને કંપનીના ઓફિસર સર્વિસ સ્ટેશન ની મુલાકાત લેવી તે ખૂબ જ મહત્વનું છે.

Best Mobiles in India

English summary
Redmi Note 7 Pro Explodes: Here's What Happened.

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X