ગુજરાત ની અંદર એક રેડમી નોટ 6પ્રો ફાટ્યો

By Gizbot Bureau
|

ગુજરાત ની અંદર એક સર્વિસ સ્ટેશન ની અંદર જયારે રેડમી નોટ 6 પ્રો ને રીપેર કરવા માં આવી રહ્યો હતો ત્યારે તે ફાટ્યો હતો. અને જયારે ટેક્નિશિયન દ્વારા ફોન ની બેક પેનલ ને કાઢવા માં આવી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ખબર ગુજરાત કે જે એક રીજીઅનલ પબ્લિકેશ છે તેના રિપોર્ટ માં જણાવવા માં આવ્યું હતું કે ધરતી મોબાઈલ ની અંદર કિશન નામ ના ટેક્નિશિયન દ્વારા આ મોબાઈલ ને રીપેર કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેના બેક પેનલ માંથી ધુમાડો આવવા લાગ્યો હતો.

ગુજરાત ની અંદર એક રેડમી નોટ 6પ્રો ફાટ્યો

ત્યાર બાદ તે સ્માર્ટફોન ની અંદર આગ લાગી ગઈ હતી અને વધુ નુકસાન ન પહોંચે તેના માટે ટેક્નિશિયન દ્વારા તેને ફેંકી દેવા માં આવ્યો હતો. સારી વાત એ હતી કે કોઈ પણ વ્યક્તિ ને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું પરંતુ રેડમી નોટ 6 પ્રો સંપૂર્ણ રીતે નાશ પામ્યો હતો. ત્યાર બાદ તે ડીવાઈસ ના મલિક દ્વારા શાઓમી ડીવાઈસ ને લઇ અને સુરક્ષા વિષે સવાલ ઉઠાવવા માં આવ્યા હતા.

અને આ પ્રથમ એવો બનાવ નથી આની પેહલા પણ ઘણા બધા એવા અકસ્માત ના કિસ્સા સામે આવી ચુક્યા છે જેની અંદર શાઓમી ડીવાઈસ ની અંદર આગ લાગવા ની વાત સામે આવી હોઈ જેની અંદર મી એ1, રેડમી નોટ 4, રેડમી નોટ 7 એસ, રેડમી 6એ, આ બધા જ સ્માર્ટફોન ની અંદર આગ લાગવા ના કિસ્સા ભૂતકાળ માં આવી ચુક્યા છે અને રેડમી નોટ 6 પ્રો એ રેડમી નોટ 5 પ્રો કે જે ખુબ જ સફળ મોડેલ રહ્યું હતું તેનું નવું રેલિયન્ટ છે.

આ બાબત વિષે શાઓમી ના સ્પોક્સ પર્સન દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, શાઓમી ની અંદર ગ્રાહકો ની સુરક્ષા એ અમારી સૌથી મોટી જવાબદારી છે, અને અમે આ પ્રકાર ના કિસ્સા ને ખુબ જ ગંભીરતા પૂર્વક ધ્યાન માં લઈએ છીએ. અમારા બધા જ ડિવાઇસીસ ને ખુબ જ કપરી ક્વોલિટી ટેસ્ટ માંથી અસર થવું પડતું જોઈ છે. અને માત્ર તેલતું જ નહીં પરંતુ અમારી સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી અને આફ્ટર સેલ્સ માટે થર્ડ પાર્ટી વેલિડેશન સ્ટાર્ન્ડર્ડ પણ રાખવા માં આવ્યા છે.

અને જો આ ચોક્સસ કેસ ની વાત કરવા માં આવે તો અમે ગ્રાહક ની સાથે સમ્પર્ક કરી રહ્યા છીએ અને આ ડીવાઈસ ને લઇ અને વધુ આગળ તાપસ પણ કરવા માં આવશે. અને અમે તેને લઇ અને અપડેટ પણ ખુબ જ જલ્દી આપીશું. પરંતુ જેવું કે આ કિસ્સા ના વિડિઓ ની અંદર થી માહિતી મેલી રહી છે તેના પર થી જાણવા મળ્યું છે કે ગ્રાહક દ્વારા લોકલ મોબાઈલ રીપેરીંગ શોપ ની મુલાકાત લેવા માં આવી હતી અને જેની અંદર જબરજસ્તી પૂર્વક તે ડીવાઈસ ને ખોલવા માટે પ્રયાસ કરવા માં આવી રહ્યો હતો જેના કારણે આ આગ લાગી હોઈ શકે છે. અમે અમારા દરેક રાહકો ને એપિલ કરીયે છીએ કે તેમના ડીવાઈસ ની અંદર કોઈ ન પ્રકાર ની ખરાબી આવે તો ઓથોરાઈઝડ સર્વિસ સેન્ટર ની મુલાકાત લેવી કે જ્યાં ક્વોલિફાઈડ લોકો દ્વારા તેનું નિવારણ કરવા માં આવે છે.

રેડમી નોટ 6 પ્રો સ્પેક્સ

રેડમી નોટ 6 પ્રો ની અંદર 6.26ઇંચ ની ફુલેચડી પ્લસ આઇપીએસ પેનલ આપવા માં આવે છે. જેની અંદર 19:9 નો આસ્પેક્ટ રેશિઓ આપવા માં આવે છે. સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર 4000 એમએએચ ની બેટરી આપવા માં આવે છે. અને તેની સાથે કવિક ચાર્જ 3.0 નો સપોર્ટ પણ આપવા માં આવે છે. અને સાથે સાથે આ સ્માર્ટફોન ની આગળ ની તરફ ડ્યુઅલ કેમેરા આપવા માં આવે છે જેની અંદર મુખ્ય સેન્સર 20એમપી નું અને બીજું સેન્સર 2એમપી નું આપવા માં આવે છે. અને પાછળ ની તરફ 12એમપી નું પ્રાઈમરી સેન્સર અને 5એમપી નું ટેલિફોટો સેન્સર આપવા માં આવે છે. અને તેની અંદર બીજા પણ ઘણા બધા ફીચર્સ આપવા માં આવે છે જેવા કે ડ્યુઅલ પિક્સલ ઓટો ફોક્સ, એઆઈ સીન ડિટેક્શન, વગેરે.

અને આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવા માં આવ્યું છે. અને તેની અંદર 6 જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ આપવા માં આવ્યો છે. અને આ સ્માર્ટફોન ની અંદર એન્ડ્રોઇડ 8 ઓરિઓ આપવા માં આવ્યું છે જેના ઉપર મિયુઆઈ 9 આઉટ ઓફ ધ બોક્સ આપવા માં આવે છે. અને જો આ સ્માર્ટફોન ની કનેક્ટિવિટી વિષે જો વાત કરવા માં આવે તો તેની અંદર 4જી વોલ્ટીએ, વાઇફાઇ, બ્લુ ટુથ, જીપીએસ, માઈક્રો યુએસબી પોર્ટ, હેડફોન જેક વગેરે આપવા માં આવે છે. અને પાછળ ની તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવા માં આવ્યું છે.

આ સ્માર્ટફોન ને ભારત ની અંદર રૂ. 13,999 ની કિંમત પર લોન્ચ કરવા માં આવ્યું હતું પરંતુ અત્યારે આ સ્માર્ટફોન ને અબ્ધી જ મોટી ઈ કોમ સાઈટ પર તું. 9000 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવ્યો છે.

Best Mobiles in India

English summary
Redmi Note 6 Pro Catches Fire In India

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X