Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Realme Watch 2 Pro મળી રહી છે સાવ ફ્રી, બસ કરો આટલું
સ્માર્ટફોન નિર્માતા કંપની રિયલ મી પોતાની સ્માર્ટ વૉચ Realme Watch 2 યુઝર્સને સાવ ફ્રી આપી રહી છે. જો કે આ વૉચ ફ્રીમાં મેળવવા માટે તમારે કંઈક કરવું જરૂરી છે. વાત એમ છે કે Realme 11 Pro Series આગામી કેટલાક દિવસમાં ભારત સહિત યુરોપિયન માર્કેટમાં લોન્ચ થઈ રહ્યો છે. રિયલમી પોતાના આ લેટેસ્ટ મોબાઈલને 11 જૂને લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં 200 MP કેમેરા મળશે. રિયલ મીના આ સ્માર્ટફોન સિરીઝની પ્રી બુકિંગ ડેટ લીક થઈ ચૂકી છે. આ ફોનની સાથે સાથે યુઝર્સને Realme Watch 2 Pro સાવ ફ્રીમાં આપવામાં આવશે. રિયલમીનો આ સ્માર્ટફોન ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર પણ લિસ્ટ થઈ ચૂક્યો છે. કંપનીએ આ ફોનના કેમેરા ફીચર્સ વિશે માહિતી લોન્ચ કરી છે.

પ્રિ બુકિંગ ઓફર
Realme 11 Pro સિરીઝના સ્માર્ટફોનની પ્રિ બુકિંગ અને ઓફર્સની ડિટેઈલ્સ ટિપસ્ટર સુધાંશુએ શ2ર કરી છે. જે મુજબ આ સિરીઝના નવા મોબાઈલ ફોનનું પ્રિ બુકિંગ 8 જૂનથી 11 જૂનની વચ્ચે થશે. જેમાં યુઝર્સ અપકમિંગ સ્માર્ટફોન સિરીઝના ફોનને પ્રિ ઓર્ડર કરી શક્શે, સાથે જ તેમને ફ્રીમાં રિયલમીની Watch 2 Pro મળશે, જેની માર્કેટ પ્રાઈસ 4,499 રૂપિયા છે.
રિયલમીના લેટેસ્ટ ફોનના જાણો ફીચર્સ
રિયલમી 11 પ્રો સિરીઝના સ્માર્ટફોન ચીનમાં લોન્ચ થઈ ચૂક્યા છે. આ સિરીઝમાં બે ફોન રિયલમી 11 પ્રો અને રિયલમી પ્રો પ્લસ 5જીનો સમાવેશ થાય છે. આ બંને સ્માર્ટફોનમાં લગભગ એક સમાન ફીચર્સ છે. આ બંને સ્માર્ટફોન 6.7 ઈંચની AMOLED ડિસ્પ્લે ધરાવે છે. આ ફોનની ડિસ્પ્લે ફૂલ એચડી પ્લસ રિઝોલ્યુશન અને 120 Hzના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સાથે જ તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7050 ચિપસેટ પણ છે. જે ફોનના પર્ફોમન્સને દમદાર બનાવે છે.
ભારતમાં સ્માર્ટફોન 8 GB RAM + 128 GB, 8 GB RAM + 256 GB 12 GB અને RAM + 256 GB સ્ટોરેજ સાથે લોન્ચ થવાનો છે. જ્યારે આ સ્માર્ટફોનની પાછલી સિરીઝ 8 GB RAM + 256 GB અને 12 GB RAM + 256 GB સ્ટોરેજ વેરિયંટ સાથે લોન્ચ થઈ હતી. રિયલમીનો આ ફોન એન્ડ્રોઈડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર બેઝ્ડ Realme UI 5.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
Reakme 11 Proમાં 100 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળશે. સાથે જ તેમાં 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ પણ મળશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા હશે. જ્યારે Realme 11 Pro+ 5Gમાં 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા હશે, જે OIS એટલે કે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન ફીચરને સપોર્ટ કરે છે. આ ઉપરાંત ફોનમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ હશે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રંટમાં 32 મેગાપિક્સલનો કેમેરા છે.
રિયલમીના આ બંને સ્માર્ટફોન 5000 mAhની બેટરી સાથે આવશે. જ્યારે બેઝ મોડેલમાં 67 W અને પ્રો મોડેલમાં 100 W ફાસ્ટ ચાર્જિંગ ફીચર મળશે. આ બંને ફોન ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને એન્હાન્સ સિક્યોરિટી ફીચર્સથી સજ્જ છે.
કેટલી હશે કિંમત?
Realme 11 Pro સિરીઝની કિંમત પણ લીક થઈ ચૂકી છે. જે મુજબ 8 GB RAM + 128 GB રેજ વેરિયંટની કિંમત 289 ડૉલર એટલે કે 23,814 રૂપિયા જેટલી હશે. જ્યારે ટોપ મોડેલ 12 GB RAM + 512 GB વેરિંયટની કિંમત 369 ડૉલર એટલે કે લગભગ 30,406 રૂપિયા જેટલી હશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications