Realmeના ટેબ્લેટ્સ, લેપટોપ અને વિયરેબલ્સ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ, જાણો ઓફર્સ

By Gizbot Bureau
|

Realmeએ પોતાના Realme Fan Festivalની જાહેરાત કરી છે. આ ફેસ્ટિવલ 24 ઓગસ્ટથી શરૂ થઈ ચૂક્યો છે, જે 28 ઓગસ્ટ સુધી ચાલશે. ફ્લિપકાર્ટ, એમેઝોન રિયલમીની વેબસાઈટ સહિત અન્ય મેઈન રિટેઈલ ચેનલ્સ પર યુઝર્સ આ ફેસ્ટિવલનો લાભ લઈ શકે છે. Realme Fan Festival અંતર્ગત કંપની ટેબ્લેટ્સ, લેપટોપ અને TWS ઈયરબડ્ઝ, સ્માર્ટવોચ જેવા વિયરેબલ્સ પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ફ્લેટ ડિસ્કાઉન્ટની સાથે તમે આ બધી વસ્તુ ખરીદવા પર વધારાના બેન્ક ડિસ્કાઉન્ટનો પણ લાભ લઈ શકો છો.

Realmeના ટેબ્લેટ્સ, લેપટોપ અને વિયરેબલ્સ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

Realme Fan Festivalના સેલ દરમિયાન Realme Pad Mini (3GB + 32 GB Wi Fi Variant) પર સીધું જ 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ પ્રિપેઈડ ડિસ્કાઉન્ટ 500 રૂપિયા તો ખરું જ. આ ઉપરાંત આ પ્રોડક્ટ પર વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ પણ અવેલેબલ છે. જો આ બધી જ ઓફરનો તમે લાભ લો તો ભારતમાં 10,999ની કિંમત ધરાવતું Realme Pad Mini તમે રૂપિયા 8,549માં ખરીદી શકો છો.

આ જ રીતે Realme Pad Mini (4 GB + 64 GB Wi Fi Variant) પર પણ સીધું જ 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ પ્રિપેઈડ ડિસ્કાઉન્ટ 500 રૂપિયા તો ખરું જ. ભારતીય માર્કેટમાં હાલ આ પ્રોડક્ટની કિંમત રૂપિયા 12,999 છે, જ્યારે આ ડિસ્કાઉન્ટનો લાભ લઈને તમે તે 10,349 રૂપિયામાં ખરીદી શકો છો.

જો તમે Realme Pad Mini (4 GB + 64 GB Wi Fi + LTE Variant) અને (3 GB + 32 GB Wi Fi + LTE variant) ખરીદવા ઈચ્છો છો, તો કંપની તેના પર ફ્લેટ 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપે છે. આ ઉપરાંત ઉપર લખેલા જુદા જુદા ડિસ્કાઉન્ટ પણ આ પ્રોડક્ટ પર અવેલેબલ છે. એટલે કે 12,749ની કિંમત ધરાવતી પ્રોડક્ટ તમે 10,799માં ખરીદી શકો છો.

Realme Pad Slimની વાત કરીએ તો આ ફેન ફેસ્ટિવલ દરમિયાન 3 GB + 32 GBB Wi Fi વેરિયંટ પર પણ 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અવેલેબલ છે. આ ઉપરાંત આ પ્રોડક્ટ પર પ્રિપેઈડ ડિસ્કાઉન્ટ પણ 1,000 રૂપિયાનું છે. બધી જ ઓફર્સ બાદ આ પ્રોડક્ટની કિંમત 10,799 રૂપિયા થાય છે.

જો ગ્રાહકો HDFC બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ખરીદી કરે તો RealMe રૂપિયા 2,000નું વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ બાદ 4GB + 64GB WiFi વેરિયંટની કિંમત ઘટીને રૂપિયા 17,999 થઈ જાય છે, જે માર્કેટમાં 19,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. તો 4GB + 64GB WiFi + 5G વેરિયંટ અને 6GB + 128GB WiFi + 5G વેરિયંટ અનુક્રમે રૂપિયા 23,999 તથા 25,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જેની માર્કેટ પ્રાઈઝ હાલની તારીખમાં અનુક્રમે 25,999 અને 27,999 રૂપિયા છે.

રિયલમીના લેપટોપ પર પણ મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Realme Book Slim GB + 256GB વેરિયંટ જેમાં i3 પ્રોસેસર છે, તેના પર કંપની 9,000 રૂપિયાનું માતબર વળતર આપી રહી છે. આ વળતર બાદ રૂપિયા 46,999નું લેપટોપ તમે 37,999 રૂપિયા ખર્ચીને ઘેર લાવી શક છો.

આ જ રીતે i5 પ્રોસેસર ધરાવતા Realme Book Slimના 16GB + 512GB વેરિયંટ પર પણ રૂપિયા 7,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. માર્કેટમાં રૂપિયા 59,999ની કિંમતે મળતું આ લેપટોપ ફેન ફેસ્ટ દરમિયાન રૂપિયા 52,999માં મળી રહ્યું છે.

છેલ્લે વિયરેબલ્સની વાત કરીએ તો આ સેલ દરમિયાન Realme Buds Air Pro TWS earbuds પર રૂપિયા 1000નું ડિસ્કાઉન્ટ છે, એટલે કે તમે હાલ તેને 3,999માં ખરીદી શકો છો. બીજી તરફ Realme Buds Q2 500 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 1,999માં અવેલેબલ છે.

આ જ રીતે Realme Watch 2 અને the Realme Watch 2 Pro પર રૂપિયા 500નું વળતર અવેલેબલ છે. જે બાદ આ બંને પ્રોડક્ટ અનુક્રમે રૂપિયા 2,999 અને રૂપિયા 4,499માં ખરીદી શકાય છે.

Best Mobiles in India

Read more about:
English summary
Realme has announced major discounts on products in fan festival

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X