Just In
- 4 hrs ago
Google Pay, Paytm અને બીજી UPI એપ્સથી બિલ્સ ભરવા છે સરળ, આ રહ્યા સ્ટેપ્સ
- 10 hrs ago
આ 10 એપ્સ છે તમારા મોબાઈલ માટે જોખમી, તાત્કાલિક કરો અનઈન્સ્ટોલ
- 1 day ago
ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અપનાવો આ 7 રીત, અહીં જાણો
- 2 days ago
આ રહ્યા Jioના રૂ.600થી સસ્તા પ્લાન સૌથી વધુ ફાયદા સાથે, આજે જ કરાવો રિચાર્જ
Oneplus 10Rને ટક્કર આપવા Realmeએ ભારતમાં લોન્ચ કર્યો Realme GT Neo 3, જાણો બંનેમાંથી કયો હેન્ડસેટ છે બેસ્ટ?
Realme ભારતમાં પોતાનો વધુ એક સ્માર્ટ ફોન લોન્ચ કરી દીધો છે. આ વખતે કંપની વિશ્વનો પ્રથમ 150W ફાસ્ટ ચાર્જિંગ સ્માર્ટ ફોન લઈને માર્કેટમાં આવી છે. રસપ્રદ વાત એ છે કે Realme GT Neo 3 ભારતમાં બરાબર આ જ સ્પેસિફિકેશન ધરાવતા OnePlus 10Rના લોન્ચ થવાના બીજા જ દિવસે લોન્ચ થયો છે. OnePlus 10Rમાં પણ 150W ફાસ્ટ ચાર્જિંગ સહિતના અદ્દલ આ જ સ્પેસિફિકેશન્સ છે.

OnePlus 10R ભારતમાં 28 એપ્રિલના રોલ લોન્ચ થયો છે, Realme GT Neo 3 29 એપ્રિલે રજૂ કરાયો છે. રિયલમીની સત્તાવાર જાહેરાત મુજબ આ હેન્ડસેટની 50 ટકા બેટરી માત્ર 5 જ મિનિટમાં ચાર્જ થઈ જાય છે. OnePlus 10R માટે પણ કંપની આ જ દાવો કરી રહી છે. એટલે કે બંને ફોન સ્પેશિફિકેશનમાં એકબીજાને બરાબર ટક્કર આપી રહ્યા છે.
Realme GT Neo 3ના ફીચર્સ સ્પેસિફિકેશનની વાત કરીએ તો Realme GT Neo 3 અને OnePlus 10R મહદ્અંશે સરખા છે. Realme GT Neo 3 પણ મીડિયાટેક ડાયમેન્સિટી 8100 SoC બેઝ્ડ છે, અને તેમાં 12 GB RAM, 256 GB ઈન્ટરનલ સ્ટોરેજ અવેલેબલ છે. આ ઉપરાંત ફોન કસ્ટમાઈઝ્ડ RealmeUI 3.0ની ડિઝાઈન સાથે એન્ડ્રોઈડ 12 OS પર કામ કરશે.
Realme GT Neo અને OnePlus 10Rનો કેમેરા સેટઅપ પણ સરખો જ છે. બંનેમાં 50 MP પ્રાયમરી કેમેરાની સાથે ત્રિપલ કેમેરા અવેલેબલ છે. એટલું જ નહીં, Realme GT Neo 3માં 120Hz AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે OnePlus 10Rમાં પણ છે. એટલે કે જ્યારે તમે હાર્ડવેર સ્પેસિફિકેશન પર નજર નાખશો, તો બંને તમને સરખા જ લાગશે.
OnePlus 10Rને પાછળ છોડી શકે છે Realme GT Neo 3
નોંધનીય છે કે વન પ્લસ અને રિયલમી બંને એક જ પેરેન્ટ કંપની BBK ઈલેક્ટ્રોનિક્સની પ્રોડક્ટ્સ છે. આ કંપનીની બીજી પ્રોડક્ટ્સ ઓપ્પો અને વીવો પણ માર્કેટમાં છે. કંપનીએ OnePlus 10Rને એક દિવસ પહેલા લોન્ચ કરીને માર્કેટમાં મીડિયા માઈલેજનો ફાયદો લીધો છે. જ્યારે એક જ દિવસ બાદ રજૂ કરાયેલો Realme GT Neo 3 OnePlus 10R કરતા થોડો સસ્તો છે.
બે અલગ અલગ બ્રાન્ડને કારણે કંપની એ ક જ સ્માર્ટ ફોન બે અલગ અલગ કિંમતે વેચી શકે છે. એવા ગ્રાહકો જેમને થોડા પ્રીમિયમ ફોન્સ વાપરવા ગમે છે, તેઓ OnePlus 10R ખરીદશે, જ્યારે જેમને બજેટમાં લેટેસ્ટ ફીચર જેમ કે 150W ફાસ્ટ ચાર્જિંગનો ફાયદો મેળવવો છે, તેઓ Realme GT Neo 3 ખરીદશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190