November મહિનામાં લોન્ચ થશે આ જબરજસ્ત સ્માર્ટફોન, આ રહ્યું લિસ્ટ

By Gizbot Bureau
|

Upcoming Smartphone in November 2024: ઓક્ટોબર મહિનો સ્માર્ટફોન લવર્સ માટે ખાસ રહ્યો છે. આ ફેસ્ટિવ સિઝન દરમિયાન Infinix ZERO Flip, Samsung Galaxy A16 5G, Realme P1 Speed 5G જેવા મોબાઈલ લોન્ચ થયા. હવે નવેમ્બર મહિનો પણ શરૂ થઈ ચૂક્યો છે. આ મહિનામાં પણ ઘણા જબરજસ્ત સ્માર્ટફોન ગ્લોબલ માર્કેટમાં એન્ટ્રી કરવા તૈયાર છે, જે માર્કેટમાં આવતા જ ધમાલ મચાવશે. ચાલો, જોઈએ કે નવેમ્બર મહિનામાં કયા કયા સ્માર્ટફોન લોન્ચ થઈ રહ્યા છે.

November મહિનામાં લોન્ચ થશે આ જબરજસ્ત સ્માર્ટફોન, આ રહ્યું લિસ્ટ

Realme GT 7 Pro

Realme GT 7 Pro 4 નવેમ્બરના રોજ ચીનમાં લોન્ચ થવા જઈ કરહ્યો છે. આ ડિવાઈસ સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસરથી સજ્જ છે. આ ફોનમાં 6,310 mAhની કેપેસિટી ધરાવતી બટરી મળી શકે છે, જે 120 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ ફોનમાં 12 જીબી રેમ મળવાની શક્યતા છે. આ ઉપરાંત આ ફોન 50 મેગાપિક્સલના કેમેરાથી સજ્જ હશે.

ASUS ROG Phone 9

ASUS ROG Phone 9 19 નવેમ્બરના રોજ લોન્ચ થવાનો છે. આ ફોન અત્યાર સુધીનો સૌથી એડવાન્સ ગેમિંગ સ્માર્ટફોન હશે. અત્યાર સુધી સામે આવેલા સમાચાર પ્રમાણે ASUS ROG Phone 9માં 6.78 ઈંચની FHD + ડિસ્પ્લે મળવાની છે. આ ઉપરાંત આ ફોનમાં Snapdragon 8 Elite ચિપ, 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મળશે. આ ઉપરાંત આ હેન્ડસેટમાં 5,800 mAhની બેટરી પણ મળી શકે છે, જે 65 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.

OPPO Find X8 Series

OPPO Find X8 Series ઓલરેડી ચીનમાં તો લોન્ચ થઈ ચૂક્યો છે. હવે કંપની આ ફોનને ભારતીય માર્કેટમાં પણ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ફોનના લોન્ચિંગને લગતું ઈવેન્ટ પેજ પણ લાઈવ થઈ ચૂક્યુ છે. જેના પરથી સંકેત મળી રહ્યા છે કે આ સિરીઝના ફોન નવેમ્બર મહિનામાં લોન્ચ થઈ જશે. જો કે, હજી સુધી કંપની તરફથી સત્તાવાર રીતે OPPO Find X8 Seriesની લોન્ચ ડેટ જાહેર કરવામાં નથી આવી. ફીચર્સની વાત કરીએ તો આ સિરીઝના ડિવાઈસ એન્ડ્રોઈડ 15 પર કામ કરે છે. આ ફોન્સમાં 6.59 ઈંચની LTPO AMOLED ડિસ્પ્લે મળે છે. જેમાં દમદાર ચિપ પણ છે. આ ઉપરાંત આ ફોનમાં 50 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.

Best Mobiles in India

English summary
realme GT 7 Pro to ASUS ROG phone 9 smartphone to launch in November

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X