Realme GT 2 Master Edition જુલાઈમાં થશે લોન્ચ, જાણો ફીચર્સ અને અંદાજિત કિંમત

By Gizbot Bureau
|

Realmeનો GT Master Edition ફોન ખૂબ જ સક્સેસફુલ હતો. ફોન ખરીદનાર મોટાભાગના યુઝર્સ આ કિંમતે મળતા તમામ ફીચર્સથી ખૂબ જ ખુશ છે. જો તમે હાલ નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, સર્ચ કરી રહ્યા છો તો જરા થોભી જાવ. કારણ કે ટૂંક સમયમાં જ રિયલ મી GT 2 Master Edition લોન્ચ કરવા જઈ રહી છે.

Realme GT 2 Master Edition  જુલાઈમાં થશે લોન્ચ, જાણો ફીચર્સ અને અંદાજિ

Realme ના નેક્સ્ટ ફ્લેગશિપ ફોન GT 2 Master Edition વિશે ઘણા સમયથી વાતો થઈ રહી છે. TENNA અને 3C સર્ટિફિકેશન પોર્ટલ્સ પર આ ફોન ઓલરેડી દેખાઈ ચૂક્યો છે. હવે કંપનીએ સત્તાવાર રીતે આ હેન્ડસેટ જુલાઈમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એટલે કે માર્કેટમાં ટૂંક સમયમાં રિયલમીના સસ્કેસફુટ જીટી માસ્ટર એડિશનની સિક્વલ જોવા મળવાની છે.

કંપનીએ કરી સત્તાવાર જાહેરાત

Weibo પર એક પોસ્ટમાં રિયલમી દ્વારા GT 2 Master Editionનું ટીઝર મૂકવામાં આવ્યું છે, સાથે જ ફોનને જુલાઈમાં લોન્ચ કરવાની માહિતી અપાઈ છે. કંપનીના કહેવા પ્રમાણે GT 2 Master Editionમાં ક્વાલકોમનું નવું ટોપ ઓફ ધી લાઈન સ્નેપડ્રેગન 8+ Gen 1 ચીપસેટ હશે. મળતી માહિતી પ્રમાણે કંપની આ અઠવાડિયામાં જ લોન્ચની તારીખ પણ જાહેર કરે તેવી શક્યતા છે. પરંતુ હાલ તો લોન્ચ ડેટ 7 જુલાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.

આ હોઈ શકે છે Realme GT 2 Master Editionના સ્પેસિફિકેશન અને કિંમત

માર્કેટમાં ચાલતી ચર્ચા પ્રમાણે GT 2 Master Editionમાં 6.7 ઈંચની AMOLED ડિસ્પ્લે હોઈ શકે છે, જેમાં સેન્ટરમાં 32 મેગાપિક્સલનો પંચ હોલ કેમેરા હશે. આ ડિસ્પ્લે 1080*2400 પિક્સલની FHD+ હોઈ શકે છે, જેનો રિફ્રેશ રેટ 120 Hz હશે.

512 GB ઈન્ટરનલ સ્ટોરેજ મળશે

રિયલમીના આ અપકમિંગ સ્માર્ટ ફોનમાં સ્નેપડ્રેગનનું 8+ Gen 1 ચીપસેટ હશે. આ ચીપસેટની સાથે કંપની 12જીબીનું LPDDR5 RAM આપી શકે છે. સાથે જ આ ફોનમાં વધુમાં વધુ 512 GBનું UFS 3.1 ઈન્ટરનલ સ્ટોરેજ યુઝર્સને મળી શકે છે. અત્યાર સુધી બહાર આવેલી માહિતી મુજબ આ ફોનમાં 100w ફાસ્ટ ચાર્જિંગની કેપેસિટી સાથે 5000mAhની બેટરી મળી શકે છે.

આવા હશે કેમેરા સ્પેસિફિકેશન

વધુમાં GT 2 Master Editionમાં GT 2 Pro જેવા જ કેમેરા સ્પેસિફિકેશન હોવાની શક્યતા છે. એટલે અંદાજ પરથી અમને લાગી રહ્યું છે કે આ ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ હશે. જેમાં 50MP સોની IMX766નું મુખ્ય સેન્સર, 50MPનો અલ્ટ્રાવાઈડ સેન્સર અને 3MP 20mmનો માઈક્રોસ્કોપ કેમેરા હશે. આગળ જણાવ્યા પ્રમાણે આ ફોનમાં ફ્રન્ટ કેમેરાની કેપેસિટી 32MP હોઈ શકે છે.

Realme GT Master લોન્ચ કર્યા પછી કંપનીએ GT 2 Masterમાં થોડા ઘણા સુધારા વધારા કર્યા છે. કેટલાક નવા સ્પેસિફિકેશન ફોનમાં ઉમેરવામાં આવ્યા છે, તો કેટલીક સોફ્ટવેર ચેન્જિસ પણ કરાયા છે. જેનો લાભ નવા યુઝર્સને મળી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Realme GT 2 Master Edition Launching In July: Triple Cameras, 100W Fast Charging Expected

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X