રિઅલમી 3 પ્રો ને ફાસ્ટ ચાર્જિંગ અને 25એમપી ના સેલ્ફી કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો

By Gizbot Bureau
|

રિઅલમી 3 ને જયારે માર્ચ માં ઇન્ડિયા ની અંદર લોન્ચ કરવા માં આવ્યું ત્યારે કંપની એ તેના પ્રો વરઝ્ન ને ક્યારે લોન્ચ કરવા માં આવશે તેના વિષે થોડું ટીઝ પણ કર્યું હતું. અને કંપની ના દાવા અનુસાર રિઅલમી 3 પ્રો ને આજે ઇન્ડિયા ની અંદર લોન્ચ કરી દેવા માં આવ્યો છે, અને આ ડીવાઈસ ગયા વર્ષે સ્પેટમ્બર માં લોન્ચ કરવા માં આવેલ રિઅલમી 2 પ્રો નું નવું મોડેલ છે.

રિઅલમી 3 પ્રો ને ફાસ્ટ ચાર્જિંગ અને 25એમપી ના સેલ્ફી કેમેરા સાથે લોન્ચ

રિઅલમી 3 પ્રો કિંમત અને ઉપલબ્ધતા

રિઅલમી 3 પ્રો ને 2 સ્ટોરેજ વેરિયન્ટ ની અંદર લોન્ચ કરવા માં આવેલ છે અને તેની અંદર જે બેઝ વેરિયન્ટ છે તેની નાદર 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ આપવા માં આવે છે અને તેની કિંમત રૂ. 13,999 રાખવા માં આવેલ છે, અને બીજા વેરિયન્ટ ની અંદર 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. અને તેની કિંમત રૂ. 16,999 રાખવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર થી 29મી એપ્રિલ 2019 થી વહેચાણ માટે ઉપલબ્ધ કરવા માં આવશે.

રિઅલમી 3 પ્રો ના સેપસિફિકેશન

રિઅલમી 3 પ્રો ની અંદર 6.3 ઇંચ ની આઇપીએસ સ્ક્રીન એફએચડી પ્લસ રિઝોલ્યુશન સાથે આપવા માં આવે છે અને અને 2340 x 1080 પિક્સલ રિઝોલ્યુશન આપવા માં આવે છે. અને સાથે સાથે સુરક્ષા માટે કોર્નિંગ ગોરીલા ગ્લાસ 5 આપવા માં આવે છે. અને તેના જુના મોડેલ ની જેમ આ સ્માર્ટફોન ની અંદર પણ વોટરડ્રોપ નોચ આપવા માં આવેલ છે.

અને આ સ્માર્ટફોન ની અંદર ક્વાલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર એડરીનો 616 જીપીયુ સાથે આપવા માં આવે છે. અને તે એન્ડ્રોઇડ પાઈ પર આધારિત કલર ઓએસ 6.0 પર ચાલે છે જે આઉટ ઓફ ધ બોક્સ આપવા માં આવે છે. અને જેવું કે પેહલા જણાવવા માં આવ્યું તેમ આ સ્માર્ટફોન ના બે સ્ટોરેજ વેરિયન્ટ છે 4જીબી અને 64જીબી સ્ટોરેજ અને 6જીબી અને 128જીબી સ્ટોરેજ. અને આ સ્ટોરેજ ને 256જીબી સુધી માઈક્રો એસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.

અને જો કેમેરા ની વાત કરીયે તો તેની અંદર 25મેગાપિક્સલ નો સેલ્ફી કેમેરા એફ/2.0 સાથે આપવા માં આવેલ છે. અને પાછળ ની તરફ યુઝર્સ ને ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવા માં આવેલ છે અને તેની અડનર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો સપોર્ટ પણ આપવા માં આવેલ છે અને 16મેગાપિક્સલ નું પ્રાઈમરી સેન્સર એફ/1.7 સાથે અને 5મેગાપિક્સલ નું સેકન્ડરી સેન્સર એફ/2.4 સાથે આપવા માં આવેલ છે.

અને તેની અંદર 4045 એમએએચ ની બેટરી આપવા માં આવેલ છે, અને રિઅલમી 3 પ્રો ની અંદર ડ્યુઅલ સિમ સપોર્ટ પણ આપવા માં આવેલ છે, અને વાઇફાઇ, જીપીએસ, ઓટીજી, બ્લૂટૂથ 5.0 અને ફિંગરપ્રિન્ટ સેન્સર પણ કેંકટીવીટી ના ઓપ્શન તરીકે આપવા માં આવે છે. અને જો સેન્સર ની વાત કરીયે તો આ સ્માર્ટફોન ની અંદર પ્રકાશ અને અંતર સેન્સર, પ્રવેગક સંવેદક, જ્યરોસ્કોપ અને જિયોમેગ્નેટિક સેન્સર પ્રકાર ના સેન્સર આપવા માં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Realme 3 Pro with fast charging and 25 MP selfie camera launched, price starts at Rs 13,999

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X