Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Realme 11, Realme 11x આ તારીખે થશે લોન્ચ, કિંમત એકદમ ઓછી
Realmeએ પોતાના અપકમિંગ સ્માર્ટફોનના લોન્ચ અંગે ખુલાસો કર્યો છે. કંપનીની જાહેરાત પ્રમાણે તે બે નવા સ્માર્ટફોન Realme 11 5G, Realme 11x 5G લોન્ચ કરશે. રિયલમીનું કહેવું છે કે આ અપકમિંગ સ્માર્ટફોન્સ ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં 23 ઓગસ્ટના રોજ લોન્ચ થશે. આ લોન્ચ ઈવેન્ટ બપોરે 12 વાગ્યાથી રિયલમીની વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમ પણ કરવામં આવશે. કેટલાક રિપોર્ટ્સ મુજબ તો કંપની આ જ ઈવેન્ટમાં રિયમી બડ્ઝ એર 5 પ્રો પણ લોન્ચ કરે તેવી શક્યતા છે.

લોન્ચ પહેલા જાહેર કર્યા સ્પેસિફિકેશન્સ
જો કે, સત્તાવાર લોન્ચ પહેલા કંપનીએ Realme 11Xના કેટલાક સ્પેસિફિકેશન્સ અંગે જાહેરાત કરી છે. રિયલમીના કહેવા પ્રમાણે Realme 11x 5G 64 મેગાપિક્સલને પ્રાઈમરી રિયર કેમેરા સાથે લોન્ચ કરવામાં આવશે, જે AI બેઝ્ડ હશે. આ ફોન 33 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે, જે રિટેઈલ બોક્સમાં મળી શકે છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીએ તો લાગી રહ્યું છે કે Realme 11x એ Realme 11નું ટોન્ડ ડાઉન વર્ઝન હશે. જે તાઈવાનમાં ઓલરેડી લોન્ચ થઈ ચૂક્યો છે.
Realme 11 5Gના સ્પેસિફિકેશન્સ
Realme 11 5Gના ભારતીય વર્ઝનમાં પણ સ્પેસિફિકેશન્સ ગ્લોબલ મોડેલ જેવા જ હોય તેવી પૂરેપૂરી શક્યતા છે. જ્યાં સુધી સ્પેસિફિકેશન્સની વાત છે, ત્યાં સુધી Realme 11 5G 6.72 ઈંચની FHD+ ડિસ્પ્લે અને 120 Hz રિફ્રેશ રેટ તેમજ 240 Hz ટચ સેમ્પલિંગ રેટ ધરાવે છે. આ ફોન મીડિયાટેક ડાયમેન્શન 6100+ SoC પર બેઝ્ડ છે, જે 8 જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે.
વાત કેમેરા ડિપાર્ટમેન્ટ અને બેટરીની
કેમેરા સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 2 મેગાપિક્સલનો પોટ્રેઈટ કેમેરા મળે છે. સેલ્ફી માટે આ ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. Realme 11ના બોક્સમાં 5000 mAhની દમદાર બેટરીને ચાર્જ કરવા માટે 67 W SUPERVOOK ફાસ્ટ ચાર્જિંગ ચાર્જર મળશે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 13 પર બેઝ્ડ Realme UI 4.0 પર કામ કરે છે.
Realme 11, Realme 11x આ તારીખે થશે લોન્ચ, કિંમત એકદમ ઓછી
એટલે જો સ્પેસિફિકેશન્સ પ્રમાણે સરખામણી કરીએ તો Realme 11xની સરખામણીએ Realme 11 5G વધારે સારો કેમેરા એક્સપીરિયન્સ આપશે. હવે આ બંને સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો Realme 11 અને Realme 11X બંનેની ભારતીય માર્કેટમાં કિંમત 20,000 રૂપિયા કરતા ઓછી હોવાની શક્યતા છે. જો કે હજી સુધી કંપનીએ સત્તાવાર રીતે કોઈ કિંમતની જાહેરાત નથી કરી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications