Realme 10 Pro, Realme 10 Pro + થયા લોન્ચ, કિંમત છે આટલી

By Gizbot Bureau
|

લાંબા સમયથી જે સ્માર્ટફોનની રાહ જોવાઈ રહી છે, તે Realme 10 Pro અને Realme 10 Pro +ના સ્પેસિફિકેશન્સ અને કિંમત જાહેર થઈ ચૂક્યા છે. આ ફોન ચીનમાં લોન્ચ થઈ ચૂક્યા છે, અને ટૂંક સમયમાં જ કંપની તેને ભારતમાં લોન્ચ કરવાની છે. Realme 10 4G લોન્ચ થયાના કેટલાક દિવસો બાદ તરત જ કંપનીએ Realme 10 Pro, Realme 10 Pro + ફોન લોન્ચ કર્યા છે. Realme 10 Pro મોડલ 5જી નેટવર્ક સપોર્ટ સાથે આવે છે. એટલે કે જ્યારે આ ફોન ભારતમાં લોન્ચ થશે ત્યારે યુઝર્સ જીયો અને એરટેલની 5જી સર્વિસનો લાભ લઈ શક્શે. Realme 10 Pro + કર્વ્ડ ડિસ્પ્લે સાથે લોન્ચ થયો છે, જે રિયલમી સિરીઝમાં પહેલીવાર છે.

Realme 10 Pro, Realme 10 Pro + થયા લોન્ચ, કિંમત છે આટલી

Realme 10 Pro + આ સિરીઝનું સૌથી પ્રીમિયમ મોડેલ છે. આ ફોનમાં નવો મીડિયાટેક ડાયમેન્સિટી 1080 ચીપસેટ લગાવવામાં આવ્યો છે. સાથે જ ફોનમાં 108 મેગાપિક્સલનો કેમેરા છે. ચાલો, ડિટેઈલમાં જાણીએ આ બંને સ્માર્ટ ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ.

Realme 10 Seriesની આટલી હશે કિંમત

Realme 10 Proના 8 જીબી અને 256 જીબી વેરિયંટ ભારતમાં લગભગ 18,300 રૂપિયામાં અને 12 જીબી, 256 જીબી મોડેલની કિંમત 21,800 રૂપિયામાં મળી શકે છે. જ્યારે Realme 10 Pro + ના 8 જીબી અને 128 જીબી મોડેલની કિંમત લગભગ 19,500 રૂપિયા અને 8 જીબી, 256 જીબી વેરિયંટની કિંમત લગબગ 22,900 રૂપિયા તો 12 જીબી રેમ અ 256 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિયંટની કિંમત 26,400 રૂપિયા હોઈ શકે છે.

Realme 10 Proના સ્પેસિફિકેશન્સ

Realme 10 Pro 5જીમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ સાથે 6.72 ઈંચની FHD+ IPS LCD ડિસ્પલે, 93.76 ટકા સ્ક્રીન ટુ બોડી રેશિયો, ડીસી ડિમિંગ, ટીયુવી રીનલેન્ડ લો બ્લૂ લાઈટ સર્ટિફિકેશન, પંચ હોલ કટઆઉટ, ફ્લેટ એજ અને 680 nits પી બ્રાઈટનેસ મળશે. આ ડિવાઈસ ક્વાલકોમ સ્નેપડ્રેગન 695 5જી પ્રોસેસર પર કામ કરે છે, જેમાં યુઝર્સને 8 જીબી, 12 જીબી રેમ અને 128 જીબી, 256 જીબી સ્ટોરેજના જુદા જુદા વેરિયંટ સાથે આવે છે.

કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં 5જી, 4જી એલટીઈ, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, બ્લૂટુથ, જીપીએસ અને એક યુએસબી ટાઈપ સી પોર્ટ સામેલ છે. જ્યારે સુરક્ષા માટે સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને 33 W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાતે 5000 mAhની બેટરી આપવામાં આવી છે.

જો કેમેરા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો Realme 10 Proમાં 2 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સરની સાથે 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળશે. સેલ્ફી અને વીડિયો ચેટ માટે ફ્રંટ સાઈડ 16 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવશે.

Realme 10 Pro + ના સ્પેસિફિકેશન્સ

Realme 10 Pro +માં 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 2160 હર્ટ્ઝ હાઈ ફ્રિકવન્સી ડિમિંગ ટેક્નોલોજી, 61 ડિગ્રી સ્ક્રીન કર્વેચર અને પંચ હોલ કટાઉટની સાથે 6.7 ઈંચની FHD+ સુપર AMOLED કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવશે. આ ફોન મીડિયાટેક ડાયમેન્શન 1080 SoCથી લેસ છે, જે 12 જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આ છે, જે સ્ટોરેજ માઈક્રોએસટી કાર્ડ દ્વારા એક્સપાન્ડ પણ કરી શકાય છે.

Realme 10 Pro + Android 13 OS પર આધારિત Realme UI 4.0 કસ્ટમ સ્કિન આઉટ ઓફ ધી બોક્સ પર કામ કરે છે. સુરક્ષા માટે આ ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, X-એક્સિસ લીનિયર વાઈબ્રેશન મોટર, 4ડી ગેમ વાઈબ્રેશન અને 67 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000 mAh બેટરી મળશે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5જી, 4જી, ડ્યુઅલ બેન્ડ વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ અ એક યુએસબી ટાઈપ સી પોર્ટ મળશે.

Realme 10 Pro +માં પાછળની તરફ ટ્રિપલ કેમેરા મળશે, જેમાં 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા LED ફ્લેશ સાથે વે છે. જ્યારે બાકીના બે કેમેરામાં અલ્ટ્રાવાઈડ એન્ગલ લેન્સ અને 2 મેગા પિક્સલનો ત્રીજો કેમેરા મળે છે. જ્યારે સેલ્ફી અને વીડિયો ચેટ માટે સામેની બાજુ 16 મેગાપિક્સલનો સ્નેપર મળે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Realme 10 Pro Realme 10 Pro+ Launched in China Know the Price

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X