Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Realme 10 Pro+માં હશે આ ખાસ ડિસ્પ્લે, લૂક થયો લીક
Realme 10 seriesના ફોન આગામી મહિને આખા વિશ્વમાં લોન્ચ થવાના છે. રિયલમી પોતાની આ નવી સિરીઝમાં Realme 10, Realme 10 Pro+ એમ બે મોડેલ લોન્ચ કરી શકે છે. ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થયાના કેટલાક દિવસ બાદ રિયલમી આ બંને ફોન ભારતીય માર્કેટમાં પણ લોન્ચ કરી દે તેવી પૂરેપૂરી શક્યતા છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ રિયલ મી આ સ્માર્ટ ફોન નવેમ્બર મહિનાના અંતમાં ભારતમાં લોન્ચ કરી શકે છે.

મળશે કર્વ્લ્ડ અમોલ્ડ ડિસ્પ્લે પેનલ
રિયલમીના આ નવા સ્માર્ટ ફોન Realme 9 Seriesને રિપ્લેસ કરશે. રિયલ મીના આ નવા સ્માર્ટ ફોનમાં કેવા ફીચર્સ હશે, તે અંગે પણ કેટલીક માહિતી લીક થઈ ચૂકી છે. તાજેતરમાં જ સામે આવેલી માહિતી પ્રમાણે Realme 10 Pro+ માં કર્વ્ડ અમોલ્ડ ડિસ્પ્લે પેનલ મળશે. આવી જ ડિસ્પ્લે સેમસંગ ગેલેક્સી એસ 22માં પણ આપવામાં આવી છે.
Galaxy S22 Ultra કરતા પાતળા હશે બેઝલ્સ
રિયલ મીએ ચાઈનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સિરીઝના ફોનનું ટીઝર લોન્ચ કર્યું છે, જે મુજબ આ ફોન ટૂંક સમયમાં લોન્ચ થશે. સમયાંતરે ટેક વર્લ્ડની ટિપ્સ આતા રહેતા Ice Universe એ એક પોસ્ટ શૅર કરી છે, જેમાં Realme 10 Pro+ અને Samsung Galaxy S22ના કર્વ્ડ Ultra AMOLED ડિસ્પ્લેની સરખામણી કરવામાં આવી છે. જેમાં રીયલ મીના સ્માર્ટ ફોનનો બેઝલ 2.3mm દર્શાવવામાં આવ્યો છે. જ્યારે Samsung Galaxy S22 Ultraમાં 2.6mmનો બેઝલ મળે છે. એટલે કે રિયલમીનો આગામી મિડ બજેટ ફોન સેમસંગ એસ22 અલ્ટ્રા કરતા પણ પાતળા બોટમ બેઝલ સાથે આવશે.
Realme 10 Pro+ ના ફીચર્સ
અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ Realme 10 Pro+માં મીડિયાટેક ડાયમેન્સિટી 1080 ચિપસેટ મળશે. આ ફોન 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ, 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ, 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ એમ ત્રણ જુદા જુદા વેરિયંટમાં લોન્ચ થઈ શકે છે. જો ફોનના કેમેરાની વાત કરીએ તો આ પોનમાં 50 મેગાપિક્સલનો OIS પ્રાઈમરી કેમેરા મળશે. આ ફોનમાં 5000 mAhની બેટરી હશ, જે 67 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. કેટલાક લીક્સ મુજબ રિયલમીનો આ નવો સ્માર્ટ પોન હાઈપરસ્પેસ, ડાર્ક મેટર અને નેબ્યુલા બ્લૂ એમ ત્રણ કલર ઓપ્શનમાં મળી શકે છે.
લોન્ચ થઈ શકે છે બીજા પણ વેરિયંટ્સ
રિયલમી 10 સિરીઝમાં Realme 10 Pro+ અને Realme 10 ઉપરાંત Realme 10 Pro, Realme 10i, Realme 10 4G એમ વધારે કેટલાક વેરિયંટ્સ પણ આવી શકે છે. આ ફોનના 5જી વેરિયંટમં મીડિયાટેક ડાયમેન્સિટી 1080 ચીપસેટ હશે. જ્યારે 4જી વેરિઅન્ટ્સમાં મીડિયાટેક હેલિયો જી92 પ્રોસેસર હોઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications