Realme 10 Pro + Liveના ફોટોઝ થયા લીક, આવો હશે સ્માર્ટફોન

By Gizbot Bureau
|

રિયલમી પોતાના નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ચાઈનીઝ સ્માર્ટ ફોન Realme 10 Pro + Liveને 17 નવેમ્બરના રોજ ચીનમાં લોન્ચ કરવાની છે. જો કે, આ પહેલા જ આ નવો સ્માર્ટપોન કેવો હશે, તેની ડિઝાઈન લીક થઈ ચૂકી છે. ભારતમાં લોન્ચ થનારો રિયલમીનો નવો સ્માર્ટ કેવો લાગશે, તેના ફોટોઝ હવે સામે આવી ચૂક્યા છે.

Realme 10 Pro + Liveના ફોટોઝ થયા લીક, આવો હશે સ્માર્ટફોન

એક ટ્વિટર યુઝરે Realme 10 Pro + Liveના ફોટોઝ શૅર કર્યા છે, જેમાં સ્માર્ટફોનની રિયર પેનલ એકદમ ગ્લોસી અને રિફ્લેક્ટિવ દેખાઈ રહી છે. આ ફોટોઝમાંથી એક ફોટોમાં રિયલમીના વાઈસ પ્રેસિડેન્ડ માધવ શેઠ આ નવો સ્માર્ટ ફોન હાથમાં પકડીને ઉભા રહેલા દેખાય છે. ચાલો, જોઈએ રિયલમીના આ સ્માર્ટફોનની નવી ડિઝાઈન કેવી છે.

આ લીક થયેલા ફોટોઝ મુજબ Realme 10 Pro + Liveમાં પાછળની બાજુ બે કેમેરા રિંગ્સ દેખાઈ રહ્યી છે, જે ફોનના ડાબી બાજુ ઉપરની તરફ મૂકવામાં આવી છે. આ પ્રકારની જ પેનલ આપણે રિયલમી 9 સિરીઝ અને રિયલમી 9iમાં જોઈ ચૂક્યા છીએ. જ્યારે સ્માર્ટફોનમાં જમણી બાજુ જે રિંગ આપવામં આવી છે, તેમાં સિંગલ સેન્સર મૂકવામાં આયું છે. આ કેમેરા રિંગની બરાબર બાજુમાં ફ્લેશ લાઈટ મળશે.

આ વિગતો સિવાય, ટ્વિટર વપરાશકર્તાએ કથિત Realme 10 Pro+ 5Gના ભારતીય વર્ઝનના અન્ય કોઈ ફીચર્સ શેર કર્યા નથી. લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં કંપની આ સ્માર્ટફોનની વધુ વિગતો જાહેર કરી શકે છે.

Realme 10 Pro +ના ફીચર્સ

Realme 10 Pro + તાજેતરમાં જ AnTuTu Benchmarking વેબસાઈટ પર જોવા મળ્યો છે, જેના પર આ ફોનના ફીચર્સ વિશે માહિતી આપવામાં આવી છે. આ માહિતી મુજબ આ સ્માર્ટ ફોન મિડ રેન્જ પ્રોસેસરમાં 529થી 420 જેટલા પોઈન્ટ્સ સ્કોર કરી ચૂક્યો છે. આ પહેલા લોન્ચ થયેલા મીડિયાટેક ડાયમેન્સિટી 920 ચીપસેટ ધરાવતો Realme 9 Pro + પણ આટલા જ પોઈન્ટ્સ મેળવી ચૂક્યો છે.

Realme 10 સિરીઝમાં પહેલા MediaTek Dimensity 1080ના નવા ચિપસેટ દ્વારા સંચાલિત થવાની શક્યતા સેવાઈ હતી. આ પ્રોસેસર પર Redmi Note 12 Pro સિરીઝના ફોન પણ કામ કરેછે. આ ઉપરાંત, આ અપકમિંગ Realme સ્માર્ટફોન 120Hz રિફ્રેશ રેટ અને 61-ડિગ્રી કર્વ સાથે 6.7-ઇંચ FHD+ સુપર AMOLED ડિસ્પ્લે આપે તેવી શક્યતા છે. વધુમાં, આ અપકમિંગ સ્માર્ટ ફોનમાં ઓછામાં ઓછી 8GB RAM અને 128GB સ્ટોરેજ સ્પેસ હોઈ શકે છે, અને રિયલમીનો આ નવો સ્માર્ટ ફોન Android 13-આધારિત Realme UI 3 આઉટ-ઓફ-ધ-બોક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

મળતી માહિતી પ્રમાણે Realme 10 Pro+ માં 108MP, 8MP અને 2MP સેન્સર સાથે ટ્રિપલ-કેમેરા સેટઅપ હોઈ શકે છે. જ્યારે આગળના ભાગમાં, તેમાં 16MP સેલ્ફી કેમેરા સેન્સર હોઈ શકે છે. 5,000 mAh બેટરી 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે સ્માર્ટફોનને પાવર આપે તેવી શક્યતા છે.

Best Mobiles in India

Read more about:
English summary
Realme 10 Pro+ Live Images Leak Ahead of Launch; Rear Panel Design Revealed

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X