Realme 10 Pro + 5Gનું ટીઝર પોસ્ટર આવ્યું સામે, આવી હશે ડિઝાઈન

By Gizbot Bureau
|

Realme એ પોતાનો લેટેસ્ટ સ્માર્ટ ફોન Realme 10 9 નવેમ્બરે ઈન્ડોનેશિયામાં લોન્ચ કરી દીધો છે. તો હવે કંપની પોતાના નવા સ્માર્ટ ફોન 10 સિરીઝને 17 નવેમ્બરે ચીનમાં લોન્ચ કરવાની છે. મળતી માહિતી મુજબ Realme 10 Pro + 5G ફોન પણ આ લોન્ચનો જ ભાગ હશે. અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ કંપની Realme 10 Pro + 5Gને કર્વ્ડ ડિસ્પ્લે સાથે લોન્ચ કરવાની છે. જો કે, આ ચર્ચાઓની વચ્ચે કંપનીએ અપકમિંગ સ્માર્ટફોનનું ઓફિશિયલ પોસ્ટર જાહેર કર્યું છે, જેમાં ફોનમાં બેક પેનલ ડિઝાઈન પણ જોવા મળી રહી છે.

Realme 10 Pro + 5Gનું ટીઝર પોસ્ટર આવ્યું સામે, આવી હશે ડિઝાઈન

જાહેર થયો ફોનનો પહેલો લૂક

Realme દ્વારા પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર Realme 10 Pro + 5G સ્માર્ટફોનનું ટીઝર પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. આ ટીઝર પોસ્ટરમાં Realme 10 Pro + 5G સ્માર્ટફોનની બેક પેનલ ડિઝાઈન જોવા મળી રહી છે. ફોનની પાછળની બાજુ મલ્ટીકલર બેક પેનલ ડિઝાઈન કરવામાં આવી છે. આ ઉપરાંત ફોનમાં પાછળની બાજુ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. આ કેમેરા સેટઅપ બે મોટી સર્ક્યુલર રિંગમાં ડિઝાઈન કરવામાં આવી છે. કેમેરા રિંગની બહારની બાજુ એલઈડી ફ્લેશ આપવામાં આવી છે.

Realme 10 Pro + 5Gમાં આવા હોઈ શકે છે સ્પેસિફિકેશન્સ

તમને જણાવી દઈએ કે હજી કેટલાક દિવસ પહેલા જ આ ફોન GeekBench વેબસાઈટ પર જોવા મળ્યો હતો. આ વેબસાઈટ પરના લિસ્ટિંગ પરથી જાણવા મળ્યુ છે કે Realme 10 Pro + 5Gમાં મીડિયાટેક ડાયમેન્સિટી 1080 પ્રોસેસર હશે, અને આ લેટેસ્ટ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 13 પર કામ કરશે.

ત્રણ વેરિયંટ્સમાં મળશે સ્માર્ટ ફોન

આ ઉપરાંત આ સ્માર્ટ ફોન ચાઈના ટેલિકોમ પર પણ સ્પોટ થઈ ચૂક્યો છે, જ્યાંથી પણ ફોનના કેટલાક સ્પેસિફિકેશન્સની જાણ થઈ છે. આ ફોનમાં 6.7 ઈંચની ફૂલ એચડી પ્લસ અમોલ્ડ ડિસ્પ્લે મળી શકે છે. સત્તાવાર રીતે એ તો કન્ફર્મ થઈ ચૂક્યુ છે કે આ ફોનમાં કર્વ્ડ ડિસ્પ્લે જોવા મળશે. તો સેલ્ફી કેમેરા માટે ફોનમાં પંચ હોલ કટ આઉટ આપવામાં આવશે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે. આ સ્માર્ટ ફોન 8 GB + 128 GB, 8 GB + 256 GB અને 12 GB + 256 GB એમ ત્રણ વેરિયંટ્સમાં મળશે.

જાણો કેમેરા ડિપાર્ટેન્ટ અંગે

ફોટોગ્રાફી માટે આ સ્માર્ટ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે. જેનો પ્રાઈમરી કેમેરા 108 મેગાપિક્સલનો હશે, સાથે જ 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ સેન્સર અ 2 મેગાપિક્સલનો ત્રીજો કેમેરા આપવામાં આવશે. તો સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલ કેમેરા મળશે. ફોનની બેટરી 5000 mAhની કેપેસિટીવાળી હશે, જે 67 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ ફોન યુએસબી ટાઈપ સી પોર્ટ ધરાવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Realme 10 Pro + 5G Teaser Poster Launched Know the Design

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X