Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Realme 10 Pro સિરીઝ થશે લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત
ચાઈનીઝ સ્માર્ટ ફોન કંપની Realme જે બજેટ પ્રાઈઝમાં એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન લોન્ચ કરવા માટે જાણીતી છે, તે હવે આ વીક એન્ડ દરમિયાન Realme 10 Pro સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. Realme 10 Pro સિરીઝમાં કંપની Realme 10 Pro અને Realme 10 Pro + એમ બે સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. રિયલમીએ અત્યાર સુધી બજેટમાં પ્રીમિયમ ફીલ આપે તેવા સ્માર્ટ ફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ત્યારે આ વખતે નવા બે સ્માર્ટ ફોનની રાહ યુઝર્સ પણ જોઈ રહ્યા છે. ચાલો, જોઈએ આ બંને સ્માર્ટ ફોનમાં કંપની શું નવું લઈને આવી રહી છે.

8 ડિસેમ્બરે થશે લોન્ચ
Realmeની લોન્ચ ઈવેન્ટ 8 ડિસેમ્બરના રોજ યોજાવાની છે, જ્યાં કંપની Realme 10 Pro સિરીઝના બંને સ્માર્ટફોન જાહેર કરશે. આ બંને સ્માર્ટફોન કંપની ચીનમાં ગયા મહિને જ લોન્ચ કરી ચૂકી છે. પરિણામે આપણી પાસે હવે ફોનના સ્પેસિફીકેશન્સ અને ફીચર્સની માહિતી ઉપલબ્ધ છે.
Realme 10 Pro અને Realme 10 Pro + બંને સ્માર્ટફોનમાં ડિસ્પ્લે જુદી જુદી છે. Realme 10 Pro +માં 6.7 ઈંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે કર્વ્ડ ગ્લાસ પેનલથી સજ્જ છે. Full HD+ સક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ મળે છે. અત્યાર સુધી આ સ્પેસિફિકેશન ધરાવતી ડિસ્પ્લે માત્ર પ્રીમિયમ સ્માર્ટફોનમાં જ જોવા મળતી હતી. પરંતુ રીયલમી હવે આ ડિસ્પ્લેને મિડ રેન્જ સ્માર્ટફોનમાં પણ લઈ આવી છે.
તો Realme 10 Proમાં 6.72 ઈંચની IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, પરંતુ આ ડિસ્પ્લે પેનલ Ful HD+ રિઝોયુશન અને 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટને પણ સપોર્ટ કરે છે. આ ડિવાઈસમાં કંપની ક્વાલકોમ સ્નેપડ્રેગન 695 SoC પ્રોસેસર આપી રહી છે, જ્યારે Realme 10 Pro +માં મીડિયાટેક 1080 ચીપસેટ મળશે.
Realme 10 Pro સિરીઝના બંને સ્માર્ટફોનમાં એક જ RAM વેરિયંટ છે. બંને સ્માર્ટ ફોન 12 જીબી રેમ અને 256 જીબી ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવે છે.
Realme 10 Pro +માં ત્રિપલ કેમેરા સેટઅપ છે, જેમાં મુખ્ય કેમેરા 108 મેગાપિક્સલનો સેમસંગનો HP6 હશે, જેની સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા અન 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર કેમેરા મળશે.
Realme 10 Proમાં કંપની ડ્યુઅલ કેમેરા સેટઅપ આપી રહી છે, જેમાં મુખ્ય કેમેરા 108 મેગાપિક્સલનો હશે, જ્યારે 2 મેગાપિક્સલનો ડેપ્થ લેન્સ મળશે. બંને સ્માર્ટફોનમાં ફ્રન્ટ સાઈડ 16 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા લેન્સ મળશે. આ બંને સ્માર્ટ ફોન 33 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગ અને 5,000 mAh બેટરી કેપેસિટી ધરાવે છે.
Realme 10 Pro સિરીઝની કિંમત
Realmeના ભારતના વાઈસ પ્રેસિડેન્ટ માધવ શેઠે તાજેતરમાં જ કહ્યું હતું કે Realme 10 Pro સિરીઝના સ્માર્ટફોનની કિંમત ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. લાગી રહ્યું છે કે હરિફાઈને પહોંચી વળવા માટે કંપની ખૂબ જ કોમ્પિટિટીવ કિંમતે આ બંને સ્માર્ટપોન લોન્ચ કરી શકે છે.
એન્ટ્રીલેલવ Realme 10 Proની કિંમત કંપની ભારતમાં 20,000 રૂપિયા રાખે તેવી શક્યતા છે, જ્યારે Realme 10 Pro + ભારતમાં 25,000ની કિંમતમાં મળી શકે છે. જો કે, બંને સ્માર્ટફોનની ખરી કિંમત તો લોન્ચના દિવસે જ જાણી શકાશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications