Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
RBIના UDGAM પોર્ટલથી જાણો પોતાની અનક્લેમ ડિપોઝિટ વિશે, આટલું કરો
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે સેન્ટ્લલાઈઝ્ડ UDGAM (Unclaimed Deposits Gateway to Access information) વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ વેબ પોર્ટલ જનતાને જુદી જુદી બેન્કમાં રહેલી તેમની અનક્લેઈમ્ડ ડિપોઝિટ વિશે જાણવામાં મદદ કરશે. આ ઉપરાંત, આ અમાઉન્ટ યુઝર્સ એક જ જગ્યાએથી ક્લેઈમ પણ કરી શક્શે. હાલમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ સુવિધામાં 7 બેન્કોને જોડી છે. જો કે ઓક્ટોબર 2023 સુધીમાં ફેઝવાઈઝ અન્ય બેન્કો પણ આ સુવિધા સાથે જોડાઈ જશે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ UDGAM વેબ પોર્ટલની જાહેરાત એપ્રિલ મહિનામાં કરી હતી, જેના ચાર મહિના બાદ ફાઈનલી આ પોર્ટલને જનતા માટે કાર્યરત કરવામાં આવ્યું છે. આ પોટ્રલને Reserve Bank Information Technology Pvt Ltd (ReBIT) અને Indian Financial Technology & Allied Services (IFTAS) દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ લોન્ચ કરતા સમયે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે આ પ્લેટફોર્મ યુઝર્સને જુદી જુદી બેન્કમાં રહેલી તેમની અનક્લેઈમ્ડ ડિપોઝિટ અંગે જાણવામાં મદદ કરશે. સાથે જ આ પ્લેટફોર્મ દ્વારા યુઝ્સ આ અનક્લેઈમ્ડ ડિપોઝિટ ક્લેઈમ પણ કરી શક્શે.
ઉલ્લેખનીય છે કે બેન્કોમાં પડી રહેલી અનક્લેઈમ્ડ ડિપોઝિટ્સની સંખ્યા ખૂબ જ વધી રહી છે. આ સમસ્યાના સમાધાન માટે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. બેન્ક્સ પોતાની વેબસાઈટ પર અક્લેઈમ ડિપોઝિટનું લિસ્ટ પબ્લિશ કરે છે. પરંતુ હવે ગ્રાહકો એક જ પોર્ટલ પરથી જુદી જદી બેન્કોનો ડેટા સરળતાથી એક્સેસ કરી શકે તે માટે UDGAM પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.
UDGAM સાથે આ સાત બેન્ક થઈ છે લિંક
હાલ તો આ સેન્ટ્રલાઈઝ્ડ વેબ પોર્ટલ સાથે 7 જ બેન્કોને લિંક કરવામાં આવી છે. આ સાત બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ધનલક્ષ્મી બેન્ક લિમિટેડ, સાઉથ ઈન્ડિયન બેન્ક લિમિટેડ, DBS બેન્ક ઈન્ડિયા લિમિટેડ, સિટી બેન્ક એનએ સામેલ છે. બાકીની બેન્ક્સ પણ UDGAM પ્લેટફોર્મ સાથે 15 ઓક્ટોબર 2023 સુધીમાં જોડાઈ જશે.
UDGAMનો ઉપયોગ કેવી રીતે કરશો?
UDGAM પ્લેટફોર્મ એક્સેસ કરવા માટે સૌથી પહેલા તમારે https://udgam.rbi.org.in પર જવાનું છે. અહીં યુઝર્સે તેમનું નામ, જન્મ તારીખ, પાન નંબર અને મોબાઈલ નંબર ઈનપુટ કરવાના રહેશે. આ માહિતી દ્વારા યુઝર્સ પોતાની અનક્લેઈમ્ડ ડિપોઝિટ સર્ચ કરી શક્શે. જો આ માહિતી સાથે કોઈ પણ મેચ હશે, તો પોર્ટલ બેન્કની ડિટેઈલ્સમાં બેન્કનું નામ, બ્રાંચનું નામ, અકાઉન્ટ નંબર અને ડિપોઝિટની અમાઉન્ટ દર્શાવશે. આટલી માહિતી મળ્યા બાદ યુઝર્સ જે તે બ્રાન્ચનો સંપર્ક કરીને પોતાની ડિપોઝિટ ક્લેઈમ કરી શકે છે, અથવા તો અકાઉન્ટને એક્ટિવેટ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications