RakshaBandhan 2022: તમારા ભાઈ-બહેનને ગિફ્ટ આપવા માટે આ ગેજેટ્સ છે બેસ્ટ

By Gizbot Bureau
|

રક્ષાબંધનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દરેક ભાઈ બહેનના મનમાં એકબીજાને શું ગિફ્ટ આપવી તે જ સવાલ ચર્ચાતો હશે. જો તમે પણ તમારા ભાઈ કે બહેનને રક્ષાબંધન પર ગિફ્ટ આપવા અંગે કન્ફ્યુઝ છો, તો ચિંતા કરવની જરૂર નથી. અમે તમારી મદદ માટે હાજર છીએ. આજના ટેક્નોલોજીના યુગમાં ગેજેટ્સ એક સારી ગિફ્ટ સાબિત થઈ શકે છે. તો ચાલો અમે તમને સજેસ્ટ કરીએ કેટલાક એવા ગેજેટ્સ જે અફોર્ડેબલ હોવાની સાથે સાથે તમારા ભાઈ-બહેનને ખુશ કરી દેશે.

RakshaBandhan 2022: તમારા ભાઈ-બહેનને ગિફ્ટ આપવા માટે આ ગેજેટ્સ છે બેસ્

MI Watch Revolve Active

9999ની કિંમતમાં મળતી આ અફોર્ડેબલ સ્માર્ટવોચ એક જબરજસ્ત ગિફ્ટ છે. આ વૉચમાં 1.53 ઈંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તો ફીચર્સમાં SpO2 ટ્રેકિંગ, હાર્ટ રેટ ટ્રેકિંગ, સ્લીપ ટ્રેકિંગ ઉપલબ્ધ છે. આ વૉચમાં એલેક્સા વોઈસ આસિટન્ટ સપોર્ટ પણ છે, જેના દ્વારા તમે વોઈસ કમાન્ડ આપી શકો છો.

Apple HomePod Mini

તમારા ભાઈ બહેન મ્યુઝિક લવર હોય કે ન હોય, તમે તેને Apple HomePad Mini ગિફ્ટ આપી શકો છો. માત્ર રૂપિયા 8,490ની કિંમતમાં ફ્લીપકાર્ડ પર અવેલેબલ આ હોમપેડ સુંદર ગિફ્ટ સાબિત થઈ શકે છે. આ હોમપેડમાં એપલના સ્માર્ટ સ્પીકર છે, સાથે જ વોઈસ કમાન્ડ, પોડકાસ્ટ સર્વિસ અને વેધર અપડેટ સહિત ઘણા ફીચર્સ છે.

Apple HomePod Mini

Jabra Elite 4 Active એક્ટિવ નોઈજ કેન્સલેશન સાથે આવે છે. તેમાં HearThrough અને 4 માઈક્રોફોન્સ છે, જે કોલ અને મ્યુઝિક સાંભળવા માટે એકદમ ઈફેક્ટિવ છે. આ ગેજેટ IP57 રેટેડ વોટરપ્રૂફ અને સ્વેટપ્રૂફ છે, જેને કારણે જીમ વર્ક આઉટ કે આઉટડોર એક્ટિવિટીઝ દરમિયાન પણ તેનો વપરાશ એકદમ સેફ છે. હાલ કંપની આ ગેજેટને 5,999 રૂપિયામાં વેચી રહી છે.

Fujifilm INSTAX Mini 90 Neo Classic Instant Photo Camera

Fujifilm INSTAX Mini 90 Neo Classic Instant Photo Camera ઈનબિલ્ટ ફ્લેશ, CMOS સેન્સર અને Li-ion બેટરી છે. આ કેમેરાનું વજન 396 ગ્રામ્સ છે, જ્યારે તેની સાઈજ 113.4mm * 91.9mm * 57.2 mm છે. જો તમારા ભાઈ બહેનને ફોટોગ્રાફીનો શોખ છે, તો રક્ષાબંધન પર તમે તેમને આ કેમેરા આપીને ખુશ કરી શકો છો.

Sennheiser HD 450SE headphones

Sennheiser HD 450SE headphones તમે એમેઝોનની વેબસાઈટ પરથી રૂપિયા 7490ની કિંમતે ખરીદી શકો છો. આ હેડફોનમાં 30 કલાકની બેટરી કેપેસિટી છે. સાથે જ એકટિવ નોઈઝ કેન્સલેશન પણ અવેલેબલ છે. કંપનીનના દાવા મુજબ આ નોઈઝ કેન્સલેશન હેડફોન્સ ખસા વાયરલેસ સાઉન્ડ અને ડીપ ડાયનેમિક બેઝ તેમજ એમેઝોન એલેક્સા ઈન્ટરેક્શન માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત પણ કેટલાક ગેજેટ્સ તમે તમારા ભાઈ કે બહેનની પસંદગી કે શોખ અનુસાર ગિફ્ટ કરી શકો છો. બસ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમે જે ગેજટ ગિફ્ટ કરી રહ્યા છો, તે ગિફ્ટ લેનાર માટ કેટલું ઉપયોગી છે. અને જો તમે શ્રેષ્ઠ વસ્તુ પસંદ કરી લીધી, તો તમારા ભાઈ બહેન તમને થેન્ક યુ કહેતા અટકશે જ નહીં.

Best Mobiles in India

Read more about:
English summary
Raksha Bandhan 2022 gift your siblings these affordable gadgets

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X