પુમા દ્વારા ભારત ની અંદર સ્માર્ટવોચ લોન્ચ કરવા માં આવી

By Gizbot Bureau
|

પુમા દ્વારા ભારત ની અંદર તેમની પ્રથમ સ્માર્ટ વોચ ને લોન્ચ કરવા માં આવી છે. જેનું નામ કંપની દ્વારા પુમા સ્માર્ટવોચ રાખવા માં આવ્યું છે. આ પ્રોડક્ટ ને ઇન્ટરનેશનલી આખા વિશ્વ ની અંદર ગયા વર્ષે લોન્ચ કરવા માં આવી હતી. એક જર્મન મલ્ટીનેશન કંપની દ્વારા આ સ્માર્ટવોચ ને ફોસિલ ની સાથે ડિઝાઇન કરવા માં આવી છે અને ફોસિલ છેલ્લા લાંબા સમય થી વોચ ની દુનીયા માં છે. અને એવું પ્રથમ વખત બન્યું છે કે પુમા દ્વારા ભારત ની અંદર સ્માર્ટવોચ ને લોન્ચ કરવા માં આવી હોઈ. જેને કારણે હવે ગ્રાહકો પાસે માર્કેટ ની અંદર વધુ એક વિકલ્પ ઉપલબ્ધ થઇ ચુક્યો છે.

પુમા દ્વારા ભારત ની અંદર સ્માર્ટવોચ લોન્ચ કરવા માં આવી

પુમા સ્માર્ટવોચ ભારત ની અંદર કિંમત

પુમા દ્વારા ભારત ની અંદર તેમની પ્રથમ વેરેબલ સ્માર્ટવોચ ને લોન્ચ કરવા માં આવી છે જેનું નામ પુમા સ્માર્ટવોચ રાખવા માં આવ્યું છે અને તેની ભારત ની અંદર કિંમત રૂ. 19,995 રાખવા માં આવેલ છે. અને આ સ્માર્ટવોચ ને આખા ભારત ની અંદર પુમા સ્ટોર્સ માં ઉપલબ્ધ પણ કરવા માં આવશે. અને જો તમે આ સ્માર્ટવોચ ને ઓનલાઇન ખરીદવા માટે વિચારી રહ્યા હોવ તો તે તમને ફ્લિપકાર્ટ અને પુમા ની ઓફિશિયલ વેબસાઈટ પર થી મળી જશે. અને આ સ્માર્ટવોચ પર પુમા દ્વારા 2 વર્ષ ની વોરન્ટી પણ આપવા માં આવે છે.

સેપસિફિકેશન

આ સ્માર્ટવોચ ની અંદર ગુગલ ની વિઅર ઓએસ આપવા માં આવે છે. અને તેને પુમા અને ફોસિલ દ્વારા સાથે મળી અને બનાવવા માં આવી છે. અને તેને ક્વાલ્કોમ સ્નેપડ્રેગોન 3100 દ્વારા પાવર આપવા માં આવે છે. અને તેની અંદર 1.9 ઇંચ ની એમોલેડ ડિસ્પ્લે આપવા માં આવે છે. અને તે 390x 390 ના રિઝોલ્યુશન ની સાથે આવે છે. અને તેની અંદર 512એમબી ની રેમ અને 4જીબી સ્ટોરેજ આપવા માં આવે છે.

અને પુમા દ્વારા આ સ્માર્ટવોચ ની અંદર અલ્યુમિનીમ ડાયલ અને સિલિકોન સ્ટ્રેપ આપવા માં આવે છે. અને જો આ સ્માર્ટવોચ ની કનેક્ટિવિટી ની વાત કરીયે તો, તેની અંદર બ્લુટુથ 4.2 આપવા માં આવ્યું છે સાથે સાથે બિલ્ટ ઈન જીપીએસ પણ આપવા માં આવ્યું છે. અને તેની પાછળ ની તરફ હાર્ટ રેટ ટ્રેકર પણ આપવા માં આવ્યું છે.

પુમા ગૂગલ ફીટ દ્વારા તાકાત તાલીમ વર્કઆઉટ્સમાંથી સ્માર્ટવોચ, પાઇલટ્સ, રોઇંગ, સ્પિનિંગ અને કમ્પ્યુટેશન રેપ જેવી પ્રવૃત્તિઓને પણ ટ્રેક કરી શકે છે. જ્યારે સ્માર્ટવોચ વર્કઆઉટ મોડ પર સેટ હોય છે, ત્યારે તે સતત હાર્ટ રેટ ને ટ્રેક પણ કરતું રહે છે.

અને તેની અંદર વેર ઓએસ ડિવાઇસ હોવાથી, ગૂગલ સહાયક બિલ્ટ-ઇન છે. સ્માર્ટવોચ સ્વિમ-પ્રૂફ પણ છે અને ગૂગલ પે દ્વારા એનએફસી ચુકવણી માટે સપોર્ટ ધરાવે છે. પુમા સ્માર્ટવોચ પરની બેટરીની ક્ષમતા 1 થી 2 દિવસ સુધી ચાલનારા કંપનીના દાવા દ્વારા અજાણ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Puma Smartwatch Launched In India: Price, Features, Offers

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X