Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
PubG guide આ પાંચ ટિપ્સ સાથે રમશો તો થઈ જો પ્રો પ્લેયર
PubG મોબાઈલ આખા વિશ્વમાં રમાતી સૌથી લોકપ્રિય બેટલ રોયલ ગેમ્સમાંની એક છે. ભલે આ ગેમ આખા વિશ્વના પ્લેયયર્સમાં લોકપ્રિય હોય, પરંતુ તેમ છતાંય તેને રમવી અને જીતવી ચેલન્જથી કમ નથી. એમાંય જો તમે પ્રો પ્લેયર્સ સાથે રમી રહ્યા છો, તો ગેમમાં સર્વાઈવ કરવું અઘરું બની જાય છે.
જો તમે પણ પબજી મોબાઈલ ગેમ રમવામાં નવા છો, તો અમે તમને કેટલીક ટિપ્સ આપીએ છીએ, જેને ફોલો કરીને તમે પણ પ્રો પ્લેયર બની શકો છો.

1. કંટ્રોલ્સનો બરાબર ઉપયોગ કરો
પબજી રમતા સમયે તમે કંટ્રોલનો કઈ રીતે ઉપયોગ કરો છો, તે ઘણું મહત્વનું છે. આમ તો ડિફોલ્ટ સેટિંગના ભાગ રૂપે યુઝર્સને જમણા અંગુઠા દ્વારા જ કંટ્રોલ યુઝ કરવા મલે છે. સાતે જ બાકીના બટન્સ જેમ કે ફાયર બટન, બેકબેક્સમાં રાખેલી આઈટમ યુઝ કરવા માટેના બટન પણ રાઈટ સાઈડ હોય છે. જો કે, પ્લેયર્સ પોતાની સગવડ અને કમ્ફર્ટ પ્રમાણે આ કંટ્રોલ્સને કસ્ટમાઈઝ કરી શકે છે.સાથે જ પ્લેયર્સ આ કંટ્રોલની સેન્સિટિવિટી પણ સેટ કરી શકે છે, જેને કારણે તેમની ગેમ રમવાની રીત બદલાઈ જાય છે.
2. મેપ સમજી લો
તમે જે મેપમાં રમી રહ્યા છો, તે યાદ રાખવો, તેને સમજવો અગત્યનો છે. જો તમને મેપ વિશે ઝીણી ઝીણી બાબતો પણ ખબર છે, તો તમારી હાર જીતમાં બદલાઈ શકે છે. મેપમાં કઈ જગ્યાએ શું છે, એ જો ખબર હોય તો તમે ગેમમાં લાંબો સમય સર્વાઈવ કરી શકો છો, એનિમીને સરળતાથી ટાર્ગેટ કરી શકો છો અને લૂટ પણ સરળતાથી કરી શકો છો. સાથે જ એનિમીથી બચવા માટે પણ મેપની જાણકારી ઉપયોગી બને છે.
3. સ્ક્વોડ સાથે રમો
એક સે ભલે દો. આ કહેવત પબજી ગેમમાં પણ સાચી પડે છે. જો તમે કોઈની સાથે પાર્ટનરશિપ કરીને અથવા તો સ્ક્વો઼ડ સાથે ગેમ રમો છો, તો તમારા જીતવાના ચાન્સિસ હંમેશા વધી જાય છે. એકલા રમવા કરતા સ્ક્વોડ સાથે રમવાથી જીત સરળ બને છે. સ્ક્વોડ સાથે રમવાનો અર્થ છે કે તમે એકલા એકલા ક્યાંય નથી ફરતા, એટલે સર્વાઈવ કરવાનો સમય પણ વધી જાય છે.
4. લૂટ કરતા શીખો
પબજીમાં એનિમીને મારવા કરતા વધારે અગત્યનું છે, લાંબો સમય સર્વાઈવ કરવું. આ ગેમમાં અગ્રેસિવનેસની સાથે સાથે મેનેજમેન્ટ સ્કીલ પણ અગત્યની છે. ખાસ કરીને સપ્લાય મેળવવો, વેપન્સ મેનેજ કરવા, સ્ટ્રેન્થ મેનેજ કરતા જો આવડે તો લાંબો સમય સર્વાઈવ કરી શકાય છે. સાથે જ પ્લેયર્સે હાઈ વેલ્યુ આઈટમ્સ મેળવવા પર ધ્યાન આપવું જોઈએ, જે તેમને ગેમમાં મદદ કરે છે.
5. માસ્ટર ગન પ્લે
પ્લેયર્સે કઈ ગન ક્યારે વાપરવી તે પણ શીખવું જરૂરી છે. ક્યારે લોંગ રેન્ડ રાઈફલ વાપરવી અને ક્યારે પિસ્તોલ વાપરવી તે તમારી હાર જીત નક્કી કરે છે. જો તમારી પાસે એક લોન્ગ રેન્જ ગન છે, તો બીજી કઈ ગન તમારા બેકપેકમાં હોવી જોઈએ, તે મેનેજ કરતા આવડવું જરૂરી છે. આ મેનેજમેન્ટ જ તમને ક્રુશિયલ સમયે બચાવી શકે છે .
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications