Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
PubG, BGMI વાળી કંપનીએ ભારતમાં લોન્ચ કરી નવી સર્વાઈવલ ગેમ
PUBG અને BGMI જેવી બેટલ રોયલ ગેમ બનાવનારી કંપની Krafton એ ભારતમાં નવી Sci-Fi બેઝ્ડ સર્વાઈવલ ગેમ લોન્ચ કરી છે. Kraftonની આ નવી ગેમ The Callisto Protocol સર્વાઈવલ ગેમ ભારતમાં 2 ડિસેમ્બરથી પ્રી ઓર્ડરથી ખરીદી શખાય છે. ક્રાફ્ટને આ ગેમ ભારતની સાથે સાથે ગ્લોબલી લોન્ચ કરી છે. કંપનીએ 2022ના જૂન મહિનામાં આ ગેમની જાહેરાત કરી હતી. ત્યારે જ કંપનીએ કહ્યું હતું કે ડિસેમ્બર સુધીમાં આ ગેમ ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.

લિમિટેડ એડિશન લોન્ચ
Kraftonની આ નવી Sci-Fi બેઝ્ડ સર્વાઈવલ ગેમ પ્લેયર્સ સ્ટાન્ડર્ડ, ડિજિટલ ડિલક્સ અને કલેક્ટર્સ એડિશનમાં ઉપલબ્ધ છે. જો યુઝર્સ લિમિટેડ એટલે કે કલેક્ટર્સ એડિશન ખરીદે છે, તો પ્લેયર્સને તેની સાથે સ્ટીલબુક કેસ, કોમિક બુક અને અલ્ટ્રા પ્રીમિયમ કલેક્ટેબલ સૂટ મળશે. અમેરિકા અને કેનેડના પ્લેયર્સ આ ગેમને Gamestop અને EB Games પરથી ખરીદી શકે છે.
PUBGના મેકર્સ Kraftonની આ ગેમને Striking Distance Studios દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. આ ગેમના ડિરેક્ટર ગ્લેન સ્કોફીલ્ટ છે, જેમણે Call of Duty: Modern Warfare 3, Call of Duty: Advance Warfare, Call of Duty: WWII, The loards of the rings: The return of the king અને Knockout Kings 2003 જેવી સફળ ગેમ્સને ડિરેક્ટ કરી છે.
કેવી છે આ લેટેસ્ટ ગેમ?
The Callisto Protocol એ PUBG અને BGMI બંને ગેમ્સ કરતા સાવ જુદી છે. આ ગેમ એક સર્વાઈવલ હોરર ગેમ છે. જે કેલ્સિટો એટલે કે ગુરુ ગ્રહના બીજા સૌથઈ મોટા ચંદ્રના બેઝ પર ડિઝાઈન કરાઈ છે. આ મોબાઈલ ગેમ ડિફેન્સ ડર્બી એટલે કે રિયલ ટાઈમ સ્ટ્રેટેજી ડિફેન્સ ગેમ છે, જ્યાં પ્લેયર્સ વર્સિસ પ્લેયર્સના ફોર્મેટમાં રમવામાં આવશે.
અહીં પ્લેયર્સે બ્લેક આયર્ન પ્રિઝનમાં સર્વાઈવ કરવાનું છે અને રહસ્યમયી ઘટનાઓની વચ્ચે પ્લેયર્સે યુનાઈટેડ જ્યુપિટર કંપનીના ડાર્ક સિક્રેટ શોધવાના છે. આ ગેમમાં પ્લેયર્સે યુનિક બ્લેન્ડ શૂટિંગ, ક્લોઝ કોમ્બેટ અને કેલિસ્ટોની રહસ્યમયી ઘટનાઓનો સામનો કરતા કરતા બચવાનું છે અને પોતાની આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવાની છે.
આ ગેમમાં કેલિસ્ટો પ્રોટોકોલના સ્ટાર જૉશ ડ્યુહમેલ, જેકબ લીના કેરેક્ટરમાં છે, જે એક કાર્ગો શિપના પાઈલટ અને બ્લેક આયર્ન પ્રિઝનમાં ફસાઈ ગયા છે. તેમના સાથીદારો તેમને બચાવવા માટે અહીં પહોંચે છે, અને તેમને પોતે પણ બ્લેક આયર્ન પ્રિઝનમાં સર્વાઈવ કરવાનું છે.
ક્યાંથી મળશે ગેમ?
The Callisto Protocol હાલ Playstation 5, Playstation 4, Xbox Series X|S, Xbox One અને PC વર્ઝનમાં ઉપલબ્ધ છે. ભારતમાં આ ગેમ ડિજિટલી ઉપલબ્ધ થશે. ગેમર્સ આ લેટેસ્ટ ગેમને Steam નામના પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શક્શે. આ માટે પ્લેયર્સ પાસે સ્ટીમ પર અકાઉન્ટ હોવું જરૂરી છે. આ ઉપરાંત પ્લે સ્ટેશન અને માઈક્રોસોફ્સ એક્સબોક્સ સ્ટોર પર પણ આ ગેમ ડિજિટલી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications