વિશ્વની સૌથી નાની પાવરબેન્ક ભારતમાં લોન્ચ, કિંમત પણ સાવ ઓછી

By Gizbot Bureau
|

જો તમને પણ મોટી અને વજનદાર પાવર બેન્ક પ્રવાસ દરમિયાન કૅરી કરવામાં ભારે પડે છે, તો આ નવી પાવર બેન્ક તમારી સમસ્યા દૂર કરી શકે છે. તાઈવાનની કંપની Promateએ પોતાની નવી પાવરબેન્ક Promate Acme-PD20 ભારતમાં લોન્ચ કરી છે. આ પાવર બેન્ક ખૂબ જ પાતળી છે અને વજનમાં હલકી છે. જેને તમે મુસાફરી દરમિયાન સરળતાથી પોતાની સાથે લઈને ફરી શકો છો. આ પાવર બેન્ક અંગે કંપનીનો દાવો છે કે તે વિશ્વની સૌથી નાની પાવર બેન્ક છે. ચાલો, જાણીએ કે આ લેટેસ્ટ પાવર બેન્કની કિંમત શું છે અને તેની ખાસિયત શું છે.

વિશ્વની સૌથી નાની પાવરબેન્ક ભારતમાં લોન્ચ, કિંમત પણ સાવ ઓછી

Promate Acme-PD20ની ખાસિયત

Promate Acme-PD20ની પાવર બેન્ક સુપર પોર્ટેબલ પાવર બેન્ક છે. જેને કેપનીએ એક શાનદાર ડિઝાઈન સાથે લોન્ચ કરી છે. Promate Acme-PD20 યુઝર્સને સુપરફાસ્ટ PD (Type C) ચાર્જિંગ પોર્ટ આપે છે. સાથે જ તેમાં ક્વાલકૉમની QC 3.0 ચાર્જિંગ ટેક્નોલોજી છે. આ પાવર બેન્ક તમારી હથેળીમાં સમાઈ જાય એટલી નાની સાઈઝની છે. Promate Acme-PD20ની સાઈઝની વાત કરીએ તો તેની સાઈઝ 5.8 cm * 7.9 cm છે. જેને કારણે યુઝર્સ તેને ખિસ્સામાં પણ લઈને હરી ફરી શકે છે.

બે કલરમાં ઉપલબ્ધ છે પાવર બેન્ક

કંપનીએ આ લેટેસ્ટ પાવર બેન્કને બ્લેક અને બ્લૂ એમ બે કલરમાં લોન્ચ કરી છે. આ પાવર બેન્કમાં ટાઈપ સી ઈનપુટ છે. કંપનીનું માનીએ તો પાવર બેન્કમાં હાઈ-વોલ્ટેજ અને હિટીંગ રોકવા માટે તેમાં અલગથી પ્રોટેક્શન લેયર આપવામં આવ્યું છે. તમે આ પાવર બેન્કને કોઈ પણ યુએસબી ટાઈપ અને ટાઈપ સી પોર્ટ સપોર્ટ કરતા ડિવાઈસથી ચાર્જ કરી શકો છો.

ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે આ નાની પાવર બેન્ક

કંપનીનો દાવો છે કે, આ પાવર બેન્ક વાધારે સારી ગ્રિપિંગ અને પ્રીમિયમ બિલ્ડ ક્વોલિટી ધરાવે છે. આ પાવર બેન્ક 10,000 mAh કેપેસિટી ધરાવે છે, જે લિથિયમ આયર્ન બેટરી છે. કંપનીનું કહેવું છે કે 20 W PD અને 22.5 W QC 3.0 પોર્ટની મદદથી આ પાવર બેન્ક ફાસ્ટ ચાર્જિંગ કરે છે.

પાવર બેન્કની કિંમત કેટલી છે?

કિંમતની વાત કરીએ તો કંપનીએ આ પાવર બેન્કની કિંમત માત્ર 3,199 રૂપિયા નક્કી કરી છે. સાથે જ તેના પર 2 વર્ષની વોરંટી પણ મળી રહી છે. Promate Acme-PD20 એમેઝોનની ઈ કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી શકાય છે. ભારતમાં આ સૌથી નાની પાવર બેન્કનું વેચાણ શરૂ થઈ ચૂક્યુ છે.

Best Mobiles in India

English summary
Promate launched smallest power bank prices is low too

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X