ફ્લિપકાર્ટ પર પોકો ડેઝ, પોકો ફોન એફ1 રૂ. 16,499 માં મેળવો

By Gizbot Bureau
|

હવે વોલમાર્ટ ની માલિકી વાળા ફ્લિપકાર્ટ પર અત્યારે પોકો ડેઝ ચાલી રહ્યા છે જેની અંદર તેઓ ઝિયામી ના સૌથી વધુ પાવરફુલ ડીવાઈસ પોકો ફોનએફ1 પર ખુબ જ સારું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. અને આ દિવસ ચાલશે અને તે 12મી માર્ચ થી શરૂ કરવા માં આવ્યો હતો અને 16માર્ચ સુધી ચાલુ રાખવા માં આવશે. અને આ સેલ ની અંદર ફ્લિપકાર્ટ ઝિયામી પોકો ફોન એફ1 પર ખુબ જ મોટું ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર્સ પણ આપી રહ્યું છે. કે જે ઇન્ડિયા નો સૌથી સસ્તો સ્નેપડ્રેગન 840 પ્રોસેસર વાળો સ્માર્ટફોન છે.

ફ્લિપકાર્ટ પર પોકો ડેઝ, પોકો ફોન એફ1 રૂ. 16,499 માં મેળવો

ઝિયામી પોકો ફોન ઓફર્સ

ફ્લિપકર્ત પોકોફોન એફ1 પર રૂ. 3000 નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. અને તે ઉપરાંત તેઓ આઈસીઆઈસીઆઈ ના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર વધારા ના 1500 રૂ. નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે.

અને આ જે રૂ. 3000 નું ડિસ્કાઉન્ટ ફ્લિપકાર્ટ દ્વારા આપવા માં આવી રહ્યું છે તે પોકોફોન એફ1 ના ત્રણેય સ્ટોરેજ વેરિયન્ટ પર ઉપલબ્ધ કરવા માં આવ્યું છે. આ સ્માર્ટફોન ના ત્રણ વેરિયન્ટ છે જેમાંથી એક છે 6જીબી રેમ+ 64જીબી સ્ટોરેજ, બીજો છે 6જીબી રેમ+ 128જીબી સ્ટોરેજ અને ત્રીજા વેરિયન્ટ ની અંદર 8જીબી રેમ અને 256જીબી નો સ્ટોરેજ આપવા માં આવે છે. અને આ ડિસ્કાઉન્ટ ને લાગુ કર્યા એફ1 ની કિંમત 6જીબી રેમ અને 64જીબી રોમ વેરિયન્ટ તમે રૂ. 16,499, 6જીબી રેમ અને 128જીબી રોમ વેરિયન્ટ તમે રૂ. 19,499 અને 8જીબી રેમ અને 256જીબી રોમ વેરિયન્ટ ને તમે રૂ. 23,499 ની અંદર ખરીદી શકો છો.

પોકોફોન એફ1 સ્પેસિફિકેશન

ઝિયામી પોકોફોન એફ1 ની અંદર પોલીકાર્બોનેટ યુનિબોડી ડિઝાઇન આપવા માં આવેલ છે, અને સાથે સાથે 6.18ઇંચ ની એફએચડી પ્લસ ડિસ્પ્લે આપવા માં આવેલ છે અને તેના પર નોચ પણ આપવા માં આવે છે અને આ સ્માર્ટફોન ની અંદર 19:9 નો આસ્પેક્ટ રેશિઓ આપવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન ની અંદર ક્યુઅલકોમનું 2.8 ગીગાહર્ટ્ઝ 10 એનએન ફિનફેટ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર એડ્રેનો 630 જીપીયુ સાથે પાવર આપવા માં આવેલ છે.

તે પેકો માટે MIUI પર ચાલે છે, જે એક પીકો લોંચર સાથે ઝિયાઓમીના મૂળ કસ્ટમ UI છે - એન્ડ્રોઇડ 8.1 ઑરેયો પર આધારિત છે - તેમાં એપ્લિકેશન ડ્રોઅર અને કસ્ટમાઇઝેશંસ શામેલ છે. 4000 એમએએચ બેટરી દ્વારા સમર્થિત, તેમાં ક્વિક ચાર્જ 3.0 સપોર્ટ સાથે 8 કલાકની ગેમિંગ, 30 કલાકનો ટોક ટાઇમ અને 15 દિવસનો સ્ટેન્ડ-બાય દાવો છે.

હવે જો આપણે આ સ્માર્ટફોન ના કેમેરા વિષે વાત કરીયે તો, ઝિયાઓમી પોકો એફ 1 એ સુશોભન સુવિધા સાથે 20-મેગાપિક્સલ સેન્સરનો સેલ્ફ કૅમેરો પ્રદાન કરે છે. પાછળના ભાગમાં, ડ્યુઅલ કેમેરા સેટઅપમાં 12 મેગાપિક્સલની સોની IMX363 સેન્સર અને ડ્યુઅલ પિક્સેલ ઑટોફૉકસ સુવિધા અને રીઅલ-ટાઇમ એઆઈ ફોટોગ્રાફી ઓફર કરતી 5-મેગાપિક્સેલ સેકંડરી સેન્સરની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-સપોર્ટનો સમાવેશ છે. સારા પરિણામ મેળવવા માટે કેમેરા 206 દૃશ્યોને ઓળખી શકશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Poco Days on Flipkart: Here's how you can get Xiaomi's 'most-powerful' phone for Rs 16,499

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X