POCO C50 ટૂંક સમયમાં થશે લોન્ચ, કિંમત હશે સાવ ઓછી

By Gizbot Bureau
|

જો તમે હાલ નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ આર્ટિકલ ખાસ તમારા માટે જ છે. જુદા જુદા સ્માર્ટફોન્સમાંથી કયો સ્માર્ટ ફોન પસંદ કરવો તેની મૂંઝવણ હોવી સામાન્ય છે. પરંતુ જો તમે થોડા દિવસ રાહ જોશો તો એક લેટેસ્ટ લોન્ચ થનાર સ્માર્ટ ફોન ખરીદી શક્શો. POCO C50 સ્માર્ટ ફોન ચાલુ મહિનામાં ગમે ત્યારે લોન્ચ થઈ શકે છે. POCO C50 એક બજેટ સ્માર્ટ ફોન છે, જે POCO C40ની જગ્યાએ ભારતમાં લોન્ચ થશે. કંપનીએ POCO C40ને ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યો નથી. POCO C સિરીઝના સ્માર્ટફોન કંપનીએ હંમેશા બજેટ ફ્રેન્ડલી અને મેસિવ બેટરી ફીચર્સ સાથે લોન્ચ કર્યા છે. તો ચાલો વધારે સમય લીધા વગર તમને આ અપકમિંગ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ, ફીચર્સ અને કિંમત જણાવી દઈએ.

POCO C50 ટૂંક સમયમાં થશે લોન્ચ, કિંમત હશે સાવ ઓછી

POCO C50ના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

POCO નવેમ્બર મહિનાના અંત સુધીમાં પોતાનો નવો સ્માર્ટ ફોન POCO C50 લોન્ચ કરી શકે છે. હજી સુધી કંપનીએ સત્તાવાર રીતે લોન્ચ ડેટ જાહેર નથીકરી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ આ જ મહિનામાં આ સ્માર્ટ ફોન બજારમાં આવશે તે નક્કી છે. આ સ્માર્ટ ફોનમાં શાનદાર કેમેરા પર્ફોમન્સ, ઈમ્પ્રેસિવ મલ્ટીમીડિયા એક્સપિરીયન્સ, લાંબી બેટરી લાઈફ અને આકર્ષક ડિઝાઈન હશે.

ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેશનલ માર્કેટમાં કંપનીએ POCO C40 લોન્ચ કર્યો હતો, જે ખૂબ જ સફળ રહ્યો છે. એટલે હવે કંપનીએ POCO C50 લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. હંમેશા બજેટ ફ્રેન્ડલી રહેલા POCO C સિરીઝના સ્માર્ટફોનની જેમ POCO C40માં પણ કિંમતની સરખામણીએ ફીચર્સ જબરજસ્ત રહ્યા હતા. શક્ય છે કે કંપની POCO C40માં કેટલાક નાના મોટા ફેરફાર કરીને POCO C50 ભારતમાં લોન્ચ કરી શકે છે. POCO C40 ભારતમાં લોન્ચ થયો ન હોવાને કારણે બાકીના સ્પેસિફિકેશન્સ તેના જેવા જ રહી શકે છે.

POCO C40 6.7 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે, જો કે આ ડિસ્પ્લે HD+ અથવા 720P સ્ક્રીન છે. આ સ્ક્રીન માટે કંપની કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન પણ આપી રહી છે. POCO C50માં પણ ડિસ્પ્લે માટે આ જ ફીચર્સ હોવાની શક્યતા પ્રબળ છે.

POCO C40 ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે આવે છે. જ્યારે સેલ્ફી માટે ફ્રંટ સાઈડ 5 મેગાપિક્સલનો કેમેરા મળે છે. રિયર કેમેરા સેટઅપમાં પ્રાઈમરી કેમેરા 13 મેગાપિક્સલ અને ડેપ્થ સેન્સર 2 મેગાપિક્સલનો મળશે. મળતી માહિતી મુજબ POCO C50માં કેમેરા ડિપાર્ટમેન્ટ સેમ આવું જ રહેવાનું છે.

POCOએ પોતાના ફોનને ચલાવવા માટે JLQ JR510 ચીપસેટ પર પસંદગી ઉતારી છે. આ ઉપરાંત SoC માટે ઓક્ટાકોર CPU છે. આ સીપીયુ કોઈ જાણીતી કંપનીનું નથી. કંપનીના આ નિર્ણયને કારણે POCO C40ના વેચાણ પર અસર પડી હતી, જેને કારણે હવે POCO C50માં હાર્ડવેર બદલાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

POCO C50ની આટલી હોઈ શકે છે કિંમત

POCO C50 4જીબી રેમ અ 64 જીબી ઓનબોર્ડ સ્ટોરેજ વર્ઝનમાં લોન્ચ થઈ શકે છે. સાથે જ કંપની 6જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ વર્ઝન પણ લોન્ચ કરી શકે છે. POCO C40માં કંપનીએ 6000 mAh બેટરી આપી હતી, જે 18 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

કેટલીક ટેક વેબસાઈટ્સના રિપોર્ટ મુજબ POCO C50માં એન્ટ્રી લેવલનું ક્વાલકોમ સ્નેપડ્રેગન અથવા તો મીડિયાટેક હેલિયો SoC હોઈ શકે છે. કારણ કે સ્માર્ટફોન યુઝર્સ આ નામોથી પરિચિત છે. આ ફેરફાર સાથે જો POCO C50 લોન્ચ થશે, તો તેની કિંમત POCO C40 કરતા થોડી વધારે રેવાની શક્તા છે. જો કે, એક ચર્ચા એવી પણ છે કે POCO પોતાના આ સ્માર્ટ ફોનની કિંમત 10,000 કરતા ઓછી રાખી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
POCO C50 Will Be Launch Soon in Less Than 10000 Rs

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X