Poco C50 ભારતમાં થયો લોન્ચ, જાણો ફોનની કિંમત-ફીચર્સ

By Gizbot Bureau
|

જુદા જુદા સર્ટિફિકેશન્સ મેળવી લીધા બાદ હવે ફાઈનલી Pocoએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Poco C50 ભારતમાં લોન્ચ કરી દીધો છે. અત્યાર સુધી Poco C50ની લોન્ચ ડેટ અંગે જુદી જુદી ચર્ચા ચાલતી હતી, પરંતુ ગઈકાલે લોન્ચ ડેટ જાહેર થઈ, અને આજે હવે ફાઈનલી આ Poco C50 સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યો છે. ફ્લિપકાર્ટ પર કંપનીએ Poco C50 લોન્ચ કરી દીધો છે. આ સાથે જ ફોનની કિંમત સામે તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Poco C50 ભારતમાં થયો લોન્ચ, જાણો ફોનની કિંમત-ફીચર્સ

Poco C50ની કિંમત

Poco C50એ ભારતમાં કંપનીનો C લાઈનઅપમાં સૌથી નવો ફોન છે. ભારતમાં કંપનીએ આ સ્માર્ટફોન આછા વાદળી રંગમાં લોન્ચ કર્યો છે. ફ્લિપકાર્ટ પર આ મોડેલ માટે તૈયાર કરાયેલું પ્રોડક્ટ પેજ આ સ્માર્ટફોનની ડિઝાઈન અને કી હાઈલાઈટ્સ દર્શાવે છે. અત્યાર સુધી ચર્ચા હતી કે આ નવો સ્માર્ટ ફોન Redmi A1+ની રિબ્રાન્ડ હશે, અને હવે લોન્ચ સાથે આ વાત સાચી પુરવાર થઈ છે.

Poco C50 બેઝિક ડિઝાઈન અને સૌથી મોડેસ્ટ સ્પેસિફિકેશન્સ ધરાવે છે. આ ફોનના બેઝ વેરિયંતન કિંમત માત્ર 6,499 રૂપિયા છે, જ્યારે ટોપ વેરિયંટની કિંમત 7,299 રૂપિયા રાખવામાં આવી છે. આ લોન્ચની સાથે જ કંપનીએ POCO C50ને સેલ માટે પણ મૂકી દીધો છે.

Poco C50ના સ્પેસિફિકેશન્સ

Poco C50 6.52 ઈંચની વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે ધરાવે છે. આ ડિસ્પ્લે IPS LCD પેનલ અને HD+ રિઝોલ્યુશનની સાથે 60Hz રિફ્રેશ રેટ ધરાવે છે. ફોનની સ્ક્રીન પર આપવામાં આવેલા નોચમાં 5 મેગાપિક્સલનો સિંગલ કેમેરા આપવામાં આવ્યો છે, જેનાથી સેલ્ફી અને વીડિયો કોલિંગ કરી શકાશે.

ફોનની બેક સાઈડ ડ્યુઅલ કેમેરા સિસ્ટમ મળશે. જેમાં મુખ્ય કેમેરા 8 મેગાપિક્સલનો હશે, જે ઓક્ઝિલરી સેન્સર ધરાવે છે. પોકોનો આ લેટેસ્ટ સ્માર્ટફોન 12nm MediaTek Heli A22 પ્રોસેસર પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. આ સ્માર્ટફોનમાં બજેટ મુજબ બીજા પણ કેટલાક યુઝફુલ કન્ફીગ્યુરેશન્સ છે.

બેટરીની વાત કરીએ તો પોકોની આ ડિવાઈસ 5000 mAHની નોન રિમૂવેબલ બેટરી ધરાવે છે, જેના માટે કંપની યુઝર્સને 10 વોલ્ટની ચાર્જિંગ સ્પીડ ધરાવતું ચાર્જર આપી રહી છે. Poco C40 સાથે સરખામણી કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 6000 mAHની બેટરી અને 18 વોલ્ટની સ્પીડ ધરાવતું ચાર્જર આપવામાં આવ્યું હતું. એટલે કે પોકો સી50માં બેટરી અને ચાર્જિંગ સ્પીડ ઓછી છે.

પોકો સી 50 એન્ડ્રોઈડ 12 ગો એડિશન આઉટ ઓફ ધી બોક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં કંપની પાછળની તરફ ફિંગર પ્રિન્ટ સેન્સર આપી રહી છે, જે ફોનની સુરક્ષામાં વધારો કરે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Poco c50 Launched in India on Flipkart Know Price and Features

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X